તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:ટ્રમ્પનો બફાટ- હંમેશા માસ્ક પહેરી રાખનારા વધુ સંક્રમિત થાય છે, બાઇડેનનો ઇમિગ્રેશન પ્લાન ખતરનાક

ન્યૂયોર્ક14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વાયુ પ્રદૂષણ માટે ચીન, રશિયા અને ભારત જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે દાવો કર્યો કે પર્યાવરણ મામલે તેમના દેશનો રેકોર્ડ ઘણો સારો છે. નોર્થ કેરોલિનામાં એક ચૂંટણી રેલીમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ પર્યાવરણના રક્ષણ સાથે ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે. ટ્રમ્પે પ્લાસ્ટિકના બદલે કાગળનો ઉપયોગ કરવાની સલાહ આપતા લોકોની મજાક પણ ઊડાવી.

તેમણે આક્ષેપ કર્યો કે તેમના ડેમોક્રેટ હરીફ જો બાઇડેનનો ઇમિગ્રેશન પ્લાન ખતરનાક છે. સરહદો ખતમ કરવાની બાઇડેનની યોજના હત્યારાઓને દેશમાં આવવાની તક આપશે. બાઇડેને બુધવારે એક રેલીમાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકામાં ગેરકાયદે રહેતા 1.10 કરોડ લોકોને નાગરિકત્વ આપશે. મિયામીમાં ટાઉનહૉલના સેશનમાં કોરોના અંગે ટ્રમ્પે વિચિત્ર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે કાયમ માસ્ક પહેરી રાખતા લોકો કોરોનાથી વધુ સંક્રમિત થાય છે. અમેરિકા સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટરે કહ્યું કે સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું સૌથી સારું છે.

ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હેરિસના સ્ટાફના 2 કર્મચારી કોરોના પોઝિટિવ જણાયા બાદ ટ્રમ્પે તેઓ જલદી સાજા થાય તેવી કામના કરતા કહ્યું કે, ‘હું હેરિસ અંગે બહુ ચિંતિત છું. તમે સાંભળ્યું હશે કે તેમના સ્ટાફના 2 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોઇએ, શું થાય છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો