તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Trump's Mosal Scotland Wants To Lose The Election, Trump Cut Off Electricity To Balmedi Village To Build A Golf Course Resort

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:ટ્રમ્પનું મોસાળ સ્કોટલેન્ડ ઈચ્છે છે કે તે ચૂંટણીમાં હારી જાય, ગોલ્ફકોર્સ રિસોર્ટ બનાવવા ટ્રમ્પે બાલ્મેડી ગામનાં વીજળી-પાણી બંધ કરી દીધાં હતા

એબરડિન શાયર (સ્કૉટલેન્ડ)12 દિવસ પહેલાલેખક: રિતેશ શુક્લ
  • કૉપી લિંક
બાલ્મેડીના લોકો ઇચ્છે છે કે ટ્રમ્પની સામે ફાઈનાન્સ અને ટેક્સચોરીની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. 

અમેરિકામાં જો બાઈડેન, કમલા હેરિસ અને ડેમોક્રેટિક પાર્ટી તો ઈચ્છે જ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણીમાં હારી જાય. પણ ટ્રમ્પના મોસાળ સ્કૉટલેન્ડમાં પણ લોકો નથી ઈચ્છતા કે તે ફરીવાર રાષ્ટ્રપતિ બની અમેરિકાની સત્તા સંભાળે. સ્કૉટલેન્ડના એબરડિન શાયરમાં બાલ્મેડી નામનું ગામ છે. તેને મેની પણ કહેવાય છે. અહીંના લોકો ફક્ત ટ્રમ્પના પરાજયથી સંતુષ્ટ થવા માગતા નથી. તેઓ ઈચ્છે છે કે ટ્રમ્પની સામે ફાઈનાન્સ અને ટેક્સચોરીની તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

ભાસ્કરે એ જાણવા પ્રયાસ કર્યો કે આખરે મેનીના લોકો ટ્રમ્પથી આટલા નારાજ કેમ છે? ટ્રમ્પના કટ્ટર હરીફ અને મેનીના સુજૈન કેલીએ ટ્રમ્પ વિરુદ્ધ 6 લાખ લોકોના હસ્તાક્ષર એકઠા કર્યા અને તેમની સાથે વાતચીત કરી. અમે સુજૈનથી જાણવા પ્રયાસ કર્યો કે તે કેમ ટ્રમ્પના વિરોધમાં પ્રચાર કરી રહ્યા છે. માહિતી મળી કે કહાણીની શરૂઆત 2006માં થઈ રહી છે. ત્યારે ટ્રમ્પે મેનીમાં 1400 એકર જમીન ખરીદી હતી. તેમણે જાહેરાત કરી હતી કે તે ત્યાં એક વિશ્વસ્તરનું ગોલ્ફકોર્સ રિસોર્ટ બનાવશે. તેમાં લક્ઝુરિયસ વિલાની સાથે એક 435 રૂમની અલ્ટ્રા લક્ઝુરિયસ હોટેલ પણ હશે. આ કામ માટે તે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેનાથી સ્કૉટલેન્ડના 6 હજાર લોકોને રોજગાર મળશે. ત્યાંનું અર્થતંત્ર મજબૂત થશે.

2008થી ટ્રમ્પે આ વિસ્તારમાં ગોલ્ફકોર્સ બનાવવાની શરૂઆત કરી. ત્યારે ત્યાંના લોકોને જાણ થઇ કે તેમને તેમનાં મકાનો બળજબરીપૂર્વક વેચવા મજબૂર કરાઈ રહ્યા છે. કેમ કે ટ્રમ્પ નથી ઈચ્છતા કે તેમની પ્રોપર્ટીથી ગરીબો અને તેમના ઝૂંપડાઓ કે મકાનો દેખાય. ત્યાંના લોકો પોતાની જમીન એટલા માટે આપવા માગતા નહોતા કેમ કે જે કિંમત લગાવાઈ રહી હતી તેનાથી તે નાખુશ હતા. સાથે જ તેઓ તેમની પૈતૃક જમીનો ગુમાવવા માગતા નહોતા. ટ્રમ્પની કંપનીએ ત્યાંના લોકો પર દબાણ કરવા તેમનાં ઘરોમાં વીજળી-પાણીનો સપ્લાય બંધ કરાવી દીધો હતો. આજુબાજુની જમીનો પરનાં સેંકડો વૃક્ષો કાપી નાખી તેમની જમીન પર નાખી દીધાં કે જેથી આજુબાજુનાં ઘર દેખાવાના બંધ થઈ જાય. અહીંનાં ઘરોથી જે સમુદ્ર દેખાતો હતો તેની જગ્યાએ ફક્ત કાટમાળ દેખાવા લાગ્યો.

પોલીસથી માંડીને ટોચના અધિકારીઓને પણ ફરિયાદ કરાઈ પણ કોઇ સુનાવણી ન થઈ. તેનાથી વિપરીત ત્યાંની સ્થાનિક રોબર્ટ ગાર્ડન યુનિવર્સિટીએ ટ્રમ્પને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માનદ ડિગ્રી આપી દીધી. તેના વિરોધમાં એ જ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રિન્સિપાલે તેમની ડિગ્રી પાછી આપી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પની આ ડિગ્રી વિરુદ્ધ સુજૈને પ્રચાર કર્યો હતો જેમાં આશરે 6 લાખ લોકોએ હસ્તાક્ષર કરી માગ કરી હતી કે આ ડિગ્રી રદ થવી જોઈએ. આ અભિયાન બાદ બ્રિટનના વેસ્ટમિન્સ્ટરમાં સાંસદોએ ડીબેટ કરી કે કેમ ટ્રમ્પ સામે યુકેમાં આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં ન આવે?

ટ્રમ્પે વિવાદ પર બનેલી ફિલ્મ “યુ હેવ બિન ટ્રમ્પ્ડ’ પર પ્રતિબંધ મૂકી દીધો હતો
એન્થની બેક્સટર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા છે. તેણે 2011માં “યુ હેવ બિન ટ્રમ્પ્ડ’ નામે ફિલ્મ બનાવી. આ ફિલ્મને ટ્રમ્પે બ્રિટન અમેરિકા સહિત ક્યાંય પણ રિલીઝ ન થવા દીધી. 2016ની ચૂંટણીથી પહેલાં બેક્સટરે જાહેરાત કરી કે તેણે આ ફિલ્મનો ભાગ-2 પણ બનાવ્યો છે જેમાં 92 વર્ષીય મૌલીને નદીમાંથી પાણી ભરી તેના ટૉઈલેટમાં નાખતા બતાવી છે. ફિલ્મ રિલીઝ અંગે કેસ ચાલતો રહ્યો અને જુલાઈ 2020માં આ ફિલ્મોને રિલીઝ કરવાની મંજૂરી મળી. ટ્રમ્પ માટે ચિંતાનો વિષય એ છે કે યુરોપ જ નહીં, અમેરિકામાં પણ સોશિયલ મીડિયા પર આ બંને ફિલ્મો જંગલમાં આગની જેમ ફેલાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો