નવા ચહેરા પર પસંદ ગી:ટ્રમ્પના ઉગ્ર રાષ્ટ્રવાદને આંચકો, બાઈડેનના ઈરાદા પણ ધૂળધાણી

ન્યૂયોર્ક22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરુણા મિલર લે.ગવર્નર તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પ્રમુખ બાઈડેન અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંને માટે ફરીવાર ચૂંટણીની રેસમાં સામેલ થવાની આશા પર પાણી ફેરવતી સાબિત થઈ છે. ટ્રમ્પના ઉમેદવારોના પરાજયથી સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો હવે નવા ચહેરા પસંદ કરે છે. આ ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના 5 સાંસદ સહિત અન્ય પદો પર કુલ 10 ભારતીય મૂળના ઉમેદવાર જીત્યાં હતાં.

રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ વચ્ચે ગળાકાપ સ્પર્ધા વચ્ચે સેનેટ માટે બંનેના ખાતામાં 48-48 બેઠક આવી છે પણ બહુમતી માટે 50 જીતવી જરૂરી છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીનો આંકડો 218 છે જ્યાં બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી 198 બેઠકો સાથે આગળ ચાલી રહી છે, જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી 178 બેઠક જીતી ચૂકી છે.

રોન ડિસેન્ટિસના ફ્લોરિડાના ગવર્નર તરીકે ભવ્ય વિજયથી રિપબ્લિકન પાર્ટીથી પ્રમુખપદ માટે તેમની દાવેદારી મજબૂત થઇ છે. વિશ્લેષકોએ ભાસ્કરને કહ્યું કે આ પરિણામ ટ્રમ્પ માટે અનુકૂળ નથી અને મતદારો નવા ચહેરા ઈચ્છે છે. જોકે બાઈડેનનો એજન્ડા પણ લોકોને પસંદ નથી. પાર્ટીએ તેમની પરંપરાગત બેઠકો પણ ગુમાવી છે.

ભારતીય મૂળના 10 ઉમેદવારો પણ જીત્યાં
બાઈડેનની પાર્ટીના નબળાં પ્રદર્શન વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીમાંથી 4 ભારતીય મૂળના ઉમેદવાર પ્રમિલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના હાઉસમાં ચોથા કાર્યકાળ માટે ચૂંટાયા છે, જ્યારે હાઉસમાં નવું નામ ડેમોક્રેટિક શ્રી થાનેદારનું છે જે મિશિગનથી જીત્યા છે. મિશિગનથી જીતનારા તે પ્રથમ ભારતીય છે. ભારતીયોમાં સૌથી વરિષ્ઠ અમી બેરાના પરિણામની રાહ જોવાય છે, તો અરુણા મિલર મેરીલેન્ડ લે.ગવર્નરની ચૂંટણીમાં જીત મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...