તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યુ:જો અમેરિકામાં ચૂંટણી નિષ્પક્ષ થઈ, રશિયા દૂર રહ્યું તો ટ્રમ્પ નહીં જીતે: પ્રો. લિસ્ટમેન

વોશિંગ્ટન8 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રીગનથી લઈ ટ્રમ્પ સુધી ચોક્કસ ભવિષ્યવાણી કરનારા પ્રો. એલન લિસ્ટમેન. - Divya Bhaskar
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રીગનથી લઈ ટ્રમ્પ સુધી ચોક્કસ ભવિષ્યવાણી કરનારા પ્રો. એલન લિસ્ટમેન.

જો અમેરિકી ચૂંટણી નિષ્પક્ષ યોજાશે અને રશિયાની દખલગીરી નહીં હોય તો ચોક્કસપણે ડોનાલ્ડ ટ્રમ્પ હારી જશે, આવું કહેવું છે પ્રો. એલન લિસ્ટમેનનું. તેઓ 40 વર્ષથી અમેરિકી ચૂંટણી અંગે ચોક્કસ ભવિષ્યવાણી કરતા આવ્યા છે. અમેરિકી ચૂંટણી અને તેમના ભવિષ્યવાણીના મોડલ અંગે લિસ્ટમેને રિતેશ શુક્લ સાથે વાતચીત કરી. આ વાતચીતના સંપાદિત અંશ...

સવાલ: તમે પહેલીવાર તમારી ભવિષ્યવાણીમાં જો-તો શબ્દ જોડ્યા છે? પ્રો. એલન લિસ્ટમેન: હા, આ સાચું છે. રીગનથી લઈ ટ્રમ્પ સુધી 9 રાષ્ટ્રપ્રમુખ અંગે મેં ચોક્કસ ભવિષ્યવાણી જો-તો વગર કરી હતી. મારી ભવિષ્યવાણી વૈજ્ઞાનિક મોડલ પર આધારિત છે. તેમાં સુશાસન સાથે જોડાયેલાં 13 પેરામીટર દ્વારા ઉમેદવારની ચકાસણી કરાઈ છે. ઇતિહાસ અને ગણિતનો ઉપયોગ હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકી ચૂંટણીમાં ગવર્નન્સની ખામીને પ્રચાર સાથે જોડી શકાય નહીં, પરંતુ આ ચૂંટણી અલગ છે.

સવાલ: તમને આ ચૂંટણી અન્ય ચૂંટણીથી અલગ કેમ લાગે છે?
પ્રો. એલન લિસ્ટમેન:
અમેરિકામાં હંમેશાં સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રહ્યું છે. મતદારે ક્યારેય દબાણમાં મત આપ્યો નથી કે મત આપવામાં આળસ કરી નથી. ક્યારેય કોઈ દેશનો હસ્તક્ષેપ રહ્યો નથી, પરંતુ 2020 એવું પહેલું ચૂંટણી વર્ષ છે કે ત્રણે આશંકા સાચી સાબિત થઈ રહી છે.

સવાલ: તમારા મોડલનાં 13 પેરામીટરમાં ટ્રમ્પ કેટલા સફળ નીવડ્યા?
પ્રો. એલન લિસ્ટમેન: 13 પેરામીટરમાંથી જો ઉમેદવાર 6 માપદંડમાં પાર ન પડે તો વ્હાઈટ હાઉસમાં ભૂકંપ આવવાનું નક્કી છે. આ વખતે 13માંથી 7 પેરામીટર પર ટ્રમ્પ પાર ઊતર્યા નથી, આથી ટ્રમ્પ હારશે. 2019 સુધી ટ્રમ્પની વિરુદ્ધ ચાર પેરામીટર હતાં, પરંતુ રોગચાળા પછી 7 થઈ ગયા.

સવાલ: કયા આધારે ટ્રમ્પના વિજયની આગાહી કરી હતી?
પ્રો. એલન લિસ્ટમેન:
2016માં હિલેરી ક્લિન્ટન ટ્રમ્પ કરતાં બહેતર હતા અને તેમને જનતાના મત પણ ટ્રમ્પ કરતાં અનેકગણા મળ્યા હતા, પરંતુ મારા પેરામીટરમાં તેમના પક્ષના વિજયની સંભાવના નહોતી. 2016ની ચૂંટણીના વિજય પછી અખબારમાં પ્રસિદ્ધ મારી ભવિષ્યવાણીની એક નકલ ટ્રમ્પે સહી કરીને મને મોકલી હતી, પરંતુ તેઓ મારા મોડલને સમજી શક્યા નહોતા.

આ 13માંથી 7 પેરામીટર પર ટ્રમ્પ નિષ્ફળ
અહીં સફળ

 • રાષ્ટ્રપ્રમુખે પોતાના પક્ષના ઉમેદવાર તરફથી ગંભીર પડકાર
 • પક્ષના ઉમેદવાર પહેલેથી જ રાષ્ટ્રપ્રમુખ છે.
 • શું ત્રીજા પક્ષ કે અપક્ષ તરફથી ગંભીર પડકાર છે.
 • રાષ્ટ્રનીતિમાં કોઈ પ્રભાવશાળી પરિવર્તન કર્યું.
 • લશ્કરી કાર્યવાહીમાં કોઈ મોટું નુકસાન તો નથી થયું.
 • હરીફ ન તો આકર્ષક નેતા છે કે ન તો નેશનલ હીરો છે.

અહીં નિષ્ફળ

 • મધ્યસત્ર ચૂંટણીમાં પ્રમુખના પક્ષની બેઠક વધી.
 • ચૂંટણી દરમિયાન અર્થતંત્રમાં મંદી તો નથી ને.
 • છેલ્લા બે સમયગાળાની તુલનાએ આર્થિક વૃદ્ધિ.
 • સામાજિક શાંતિ ભંગ કરનારી ઘટના તો નથી બનીને.
 • કોઈ મોટું કૌભાંડ તો નથી થયું.
 • લશ્કરી કાર્યવાહીમાં મોટી સફળતા.
 • વર્તમાન પ્રમુખ આકર્ષક નેતા અને નેશનલ હીરો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો