તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 900 બિલિયન ડોલર (આશરે 66 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત પેકેજને મંજૂર કર્યું છે. ગત દિવસોમાં આ રકમને અમેરિકન સંસદે (કોંગ્રેસ) મંજૂરી મળી ગઈ છે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને નોકરી ગુમાવનારા લોકોને મદદ કરવા માટે કરવામાં આવશે.
જ્યારે,યુનાઇટેડ કિંગડમ (UK)માં વાયરસના નવો સ્ટ્રેન (નવું સ્વરૂપ) સામે આવ્યા પછી પરિસ્થિતિ ગંભીર છે. અહીં ટિયર -4ના પ્રતિબંધો એટલે કે બિન-જરૂરી દુકાનો, મનોરંજનના સાધન સંપૂર્ણપણે બંધ છે. કેટલાક દેશોની માંગ છે કે મુસાફરી પર પ્રતિબંધ વધુ કડક બનાવવામાં આવે. યુકેના વૈજ્ઞાનિકોએ સરકારને અપીલ કરી છે કે દેશમાં લોકડાઉન લાદવામાં આવે.
દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 8 કરોડ 11 લાખ 42 હજાર 113 કેસ નોંધાયા છે. તેમાંથી 5 કરોડ 72 લાખ 91 હજાર 218 લોકો સાજા થયા છે. મહામારીના કારણે 17 લાખ 71 હજાર 884 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 19,573,847 | 341,138 | 11,495,875 |
ભારત | 10,208,725 | 147,940 | 9,781,945 |
બ્રાઝિલ | 7,484,285 | 191,146 | 6,515,370 |
રશિયા | 3,050,248 | 54,778 | 2,450,829 |
ફ્રાન્સ | 2,559,686 | 62,746 | 189,941 |
યૂકે | 2,288,345 | 70,752 | ઉપલબ્ધ નહીં |
તુર્કી | 2,147,578 | 19,878 | 2,015,230 |
ઈટલી | 2,047,696 | 71,925 | 1,394,011 |
સ્પેન | 1,869,610 | 49,824 | ઉપલબ્ધ નહીં |
જર્મની | 1,655,322 | 30,502 | 1,236,700 |
(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.