તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US ઇલેકશન:124 વર્ષ જૂની પરંપરા તોડશે ટ્રમ્પ; મીડિયાને આશંકા- રાષ્ટ્રપતિ કન્સેશન સ્પીચમાં બાઇડનને શુભેચ્છા નહીં આપે

વોશિંગ્ટન19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પરિણામની તસવીર લગભગ સ્પષ્ટ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હારી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનની જીત નક્કી નજરે પડી રહી છે. એક સદી કરતાં વધુ સમય વીત્યો. અમેરિકામાં આ પરંપરા છે કે હારી જતા ઉમેદવાર જીતનાર ઉમેદવારને શુભેચ્છા આપે છે, જેને કન્સેશન (concession) અથવા ફેઅરવેલ સ્પીચ કહેવામાં આવે છે.

આ ચૂંટણીમાં બંને ઉમેદવારો વચ્ચેની કડવાશ અને વિવાદાસ્પદ નિવેદનબાજીએ તમામ હદ પાર કરી દીધી છે. પારિવારિક અને વ્યક્તિગત રીતે છળકપટ થયાં. અમેરિકન મીડિયામાં ચર્ચા છે કે આ વખતે કન્સેશન અથવા ફેઅરવેલ સ્પીચની પરંપરા તૂટી જશે. ટ્રમ્પ કદાચ બાઇડનને જીતની શુભેચ્છા ન પણ આપે.

1896ની મિસાલ
કન્સેશન અથવા ફેઅરવેલ સ્પીચ ઘણીવાર બે વખત થઈ છે. ઘણીવાર એક જ વાર થઈ. 1896થી આ પરંપરા છે. એ સમયે વિલિયમ્સ જેનિંગ્સ બ્રાયન અને વિલિયમ મેકેન્લે વચ્ચે મુકાબલો હતો. બ્રાયન હાર્યા, પરંતુ હાર બાદ મેકેન્લેને એક ટેલિગ્રામ દ્વારા શુભેચ્છા આપી હતી. આવું પહેલાં પણ બન્યું હશે, પરંતુ આના પુરાવા અસ્તિત્વમાં છે. જોકે જ્યારે આ પરંપરા શરૂ થઈ ત્યારે એનું પાલન ગત એટલે કે 2016ની છેલ્લી ચૂંટણી સુધી કરવામાં આવ્યું. હિલેરી ક્લિન્ટને પોપ્યુલર મત મળતાં જીત્યા. ઈલેક્ટોરલ મતથી હારી ગયા, પરંતુ તેમણે ટ્રમ્પને વિજય માટે હૃદયપૂર્વક અભિનંદન આપ્યાં હતાં.

પરંપરા તૂટવાનો ડર કેમ ?
આપણે તાજેતરનાં બે ઉદાહરણો જોઈએ. આ અભિયાન દરમિયાન ટ્રમ્પ અને બાઇડને એકબીજા પર કેટલી હદે વિવાદાસ્પદ નિવેદનબાજીનાં બાણ ચલાવ્યાં. ટ્રમ્પે કહ્યું- બાઇડન માનસિક રીતે બીમાર અને નિંદ્રામાં રહેતી વ્યક્તિ છે. તેઓ પોતે અને સમગ્ર પરિવાર ભ્રષ્ટાચારી છે. તેઓ અમેરિકાને ચીનના હાથે વેચવાનો સોદો કરી ચૂક્યા છે. બાઇડન શાંત નજરે પડી રહ્યા છે, પણ કેમ્પેન દરમિયાન આવું ન હતું. બાઇડને કહ્યું હતું કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાને લાયક નથી. તેઓ બિઝનેસમેન છે, કોરોના પર પણ બિઝનેસ જ કરી રહ્યા હતા. ડિબેટમાં તેમનો ચહેરો જોવાનો સારો અનુભવ ન હતો.

મેક્કેનની 'ગોલ્ડ કન્સેશન સ્પીચ'
12 વર્ષ પહેલાં બરાક ઓબામાએ રિપબ્લિકન જોન મેક્કેનને હરાવ્યા. પહેલા આફ્રિકી- અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા. મેક્કેને કન્સેશન સ્પીચમાં કહ્યું, અમેરિકન લોકોનો અવાજ સાંભળો. આ તમારા માટે છે. સેનેટર ઓબામા હવે આપણા રાષ્ટ્રપતિ બનશે. અમે બંને આ દેશને પ્રેમ કરીએ છીએ. હું ઈચ્છું છું કે ઓબામાનાં દાદી ઇતિહાસ બનતો જોઈ શક્યાં હોત. અમારા મતભેદો હતા અને રહેશે. હું દેશના લોકોનો અવાજ બનીને તેમને અભિનંદન આપું છું. અમે દરેક મુશ્કેલી, દરેક સુખ અને દરેક દુઃખમાં તમારી સાથે ઊભા છીએ. આગળ વધો અને આગળ વધારો.

ત્રણ ઉદાહરણ

2016
હિલેરી ક્લિન્ટન : ફેંસલાનો સ્વીકાર કરો અને ભવિષ્ય બનાવો, અમે ખુલ્લા દિલથી તેમને અમારા રાષ્ટ્રપતિ માનીએ છીએ.

2012
મિટ રોમની : આપણે સ્વયં પોતાને વિભાજિત નથી જોઈ શકતા. રિપબ્લિકન અથવા ડેમોક્રેટ્સ નહીં, અમે અમેરિકન છીએ, ઓબામા આ દેશને આગળ લઈ જશે.

2004
જોન કેરી :
અમેરિકાની ચૂંટણીમાં કોઇની હાર-જીત થતી નથી. બીજા દિવસે સવારે અમે ફક્ત અમેરિકન જ હોઈએ છીએ. ગુસ્સો અને વિરોધની ભાવના સમાપ્ત.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો