તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી:ટ્રમ્પ બોલ્યાં- કેપિટલ હિલ્સ પર જો કહ્યું, તે યોગ્ય હતું અને મારા પર મહાભિયોગ ચલાવવો ભયંકર હશે

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રમ્પ અમેરિકાના પહેલાં રાષ્ટ્રપતિ છે જે સતત બીજી વખત મહાભિયોગનો સામનો કરી શકે છે - Divya Bhaskar
ટ્રમ્પ અમેરિકાના પહેલાં રાષ્ટ્રપતિ છે જે સતત બીજી વખત મહાભિયોગનો સામનો કરી શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થયા બાદ મંગળવારે ચેતવણી આપી છે. તેઓએ કહ્યું કે કેપિટલ હિલ્સની બહારે જે કહ્યું હતું, તે યોગ્ય હતું અને મારા પર મહાભિયોગ ચલાવવું તે ભયંકર પગલું હશે. જેનાથી લોકોમાં ગુસ્સો ફાટી નીકળશે. જો કે ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની હિંસા નથી ઈચ્છતા. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન અમેરિકી સંસદ કેપિટલ હિલ્સમાં 7 જાન્યુઆરીએ થયેલી હિંસા પછી આવ્યું છે.

ટ્રમ્પ પર કેપિટલ હિલ્સમાં હિંસા ભડકાવવાનો આરોપ છે. આ આરોપના આધારે ડેમોક્રેટ્સ તેમના વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી રહ્યાં છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ (HOR)ના અધ્યક્ષા નેન્સી પેલોસીએ રવિવારે જ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની મંજૂરી આપી દિધી હતી.

રાજીનામાંના સવાલ પર ટ્રમ્પે સાધ્યું મૌન
ટ્રમ્પ મંગળવારે ટેક્સાસની બોર્ડર વોલની મુલાકાતે જવા નીકળ્યા છે. આ પહેલાં તેઓએ રિપોટર્સ સાથે વાતચીત કરી. જો કે તેઓએ આ સવાલનો જવાબ ન આપ્યો કે તેઓ રાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપશે કે નહીં. ડેમોક્રેટ્સના મહાભિયોગ પ્રસ્તાવ પર તેઓએ કહ્યું કે, 'આ લોકો આવું કરી રહ્યાં છે તેનાથી લોકોમાં ઘણો રોષ જોવા મળશે. જે ઘણી જ ભયંકર વાત છે, પરંતુ આ લોકો આવું કરી રહ્યાં છે. મારા પર કેપિટલ હિલ્સમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાડવો તેમની (ડેમોક્રેટ્સ)ની રાજનીતિથી પ્રેરિત રણનીતિનો જ એક ભાગ છે.'

જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ કેપિટલ હિલ્સમાં થયેલી હિંસા માટે પોતાને કોઈ પણ રીતે જવાબદાર માને છે? ટ્રમ્પે કહ્યું કે અમેરિકી સંસદની બહાર હું મારા સમર્થકોને જે શબ્દો કહ્યાં હતા, તે સંપૂર્ણ રીતે યોગ્ય હતા. જો તમે પોર્ટલેન્ડ અને સિએટલમાં થયેલી ભયંકર હિંસાને જુઓ તો તે સમયે મોટા રાજનીતિજ્ઞોએ જે નિવેદનો આપ્યા હતા, હકિકતમાં સમસ્યા તે જ હતી. તેઓએ જે કહ્યું તે જ પ્રોબ્લેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser