તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પ છે કે માનતા જ નથી:ટ્રમ્પ બોલ્યા- બાઇડન જીત્યા, પરંતુ ફેક મીડિયાની નજરે, ચૂંટણીમાં ગરબડ તો થઈ જ છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ડેમોક્રેટના જો બાઇડનને 538 ઇલેક્ટોરલ કોલેજ વોટમાંથી 306 મળ્યા છે, જ્યારે ટ્રમ્પને 232 વોટ. - Divya Bhaskar
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ડેમોક્રેટના જો બાઇડનને 538 ઇલેક્ટોરલ કોલેજ વોટમાંથી 306 મળ્યા છે, જ્યારે ટ્રમ્પને 232 વોટ.

જો બાઇડન ભલે જ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીઓ કરી રહ્યા હોય, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી હાર માનવા માટે તૈયાર નથી. તેમણે રવિવારે અનેક ટ્વીટ કરી ચૂંટણીમાં ગરબડ થઈ હોવાની વાતને ફરી ઉચ્ચારી છે. બાઇડન માટે ટ્રમ્પે કહ્યું, તેઓ જીત્યા, કેમ કે ચૂંટણીમાં ગોટાળાઓ થયા છે.

ટ્રમ્પે બીજા ટ્વીટમાં કહ્યું, તેમને જીત મળી છે, પરંતુ માત્ર ફેક મીડિયાની નજરે. અમારી લડાઈ લાંબી છે. અંતે અમે જ જીતીશું. જોકે ટ્વિટરે ટ્રમ્પના ટ્વીટ્સને વિવાદાસ્પદ કેટેગરીમાં રાખ્યાં છે.

ટ્રમ્પ કેમ્પેનને કોર્ટનો સહારો
ટ્રમ્પ કેમ્પેને મિશિગન અને પેનસિલ્વેનિયા જેવાં અનેક મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામોને રદ કરાવવા માટે કેસ દાખલ કર્યા છે. મોટા ભાગે તેમને નિષ્ફળતા જ મળી છે. એરિઝોનામાં તો તેમણે કેસ જ પાછો ખેંચી લીધો છે. આ રાજ્યમાં 24 વર્ષ પછી ડેમોક્રેટિક પાર્ટીને જીત મળી છે.

આમ છતાં અમેરિકામાં સત્તા હસ્તાંતરણનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિત છે. ટ્રમ્પ પ્રશાસને હજુ સુધી બાઈડનની ટીમને સુવિધાઓ આપવા કે જાણકારીઓ જાહેર કરવાનો ઈનકાર કરી દીધો છે. ટ્રમ્પે હજુ સુધી એવો સંકેત નથી આપ્યો કે તેઓ બાઈડનને સત્તા હસ્તાંતરણમાં સહયોગ આપશે કે દેશભરમાં દાખલ કરેલા કેસ પાછા ખેંચશે.

બાઇડનની પાસે 306 ઈલેક્ટોરોલ વોટ
ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન 538 ઈલેક્ટોરલ કોલેજ વોટમાંથી 306 જીત્યા છે. ટ્રમ્પને 232 વોટ મળ્યા છે. બાઈડનને 7 કરોડ 86 લાખથી વોટ પ્રાપ્ત થયા છે, જે ટ્રમ્પની તુલનાએ લગભગ 3 ટકા વધુ છે.

આ ઉપરાંત બાઇડન ત્રીજા પ્રયાસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. વ્હાઈટ હાઉસની દોડમાં તેમણે ટ્રમ્પને મોટા અંતરથી હરાવ્યા છે. અનેક દિવસો સુધી ચાલેલા કાઉન્ટિંગ પછી પેનસિલ્વેનિયાની જીતમાં તેમને બહુમતીના આંકડાની પાર પહોંચાડી દીધા હતા. જોકે ટ્રમ્પે પોતાની હાર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી હજુ સમાપ્ત નથી થઈ, તેઓ આ મામલાઓને કોર્ટમાં પડકાશે.

ટ્રમ્પ અને બાઇડનના સમર્થકો વચ્ચે ઘર્ષણ
ટ્રમ્પના હજારો સમર્થકોએ શનિવારે વોશિંગ્ટનમાં રેલી કાઢી હતી. ટ્રમ્પ એ રેલી પાસેથી પસાર થયા પરંતુ તેમણે કોઈને રોક્યા કે ટોક્યા નહીં. થોડા સમય બાદ ટ્રમ્પના વિરોધી પ્રદર્શનકારીઓ તેમના સમર્થકોની સાથે ઘર્ષણમાં ઊતરી ગયા હતા. પોલીસે લગભગ 20 લોકોની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો