• Home
  • International
  • Trump said WHO favors China in corona virus, despite information not warning other countries first

આરોપ / ટ્રમ્પે કહ્યું- કોરોના વાઈરસમાં WHOએ ચીનનો પક્ષ લીધો, માહિતી હોવા છતાં બીજા દેશોને પહેલા ચેતવણી ન આપી

Trump said - WHO favors China in corona virus, despite information not warning other countries first
X
Trump said - WHO favors China in corona virus, despite information not warning other countries first

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:04 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકામાં કોરોના વાઈરસથી એક હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ઉપર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે. 


21 હજારથી વધારે લોકોના જીવ લઈને કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઈરસમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનને બચાવીને તેનો પક્ષ લીધો છે. કોરોના વાઈરસને લઈને પહેલા પણ ચેતવણી મળી હતી જેને WHOએ છૂપાવી હતી. WHO સતત ચીનનો પક્ષ લઈને
 તેને બચાવતા રહ્યું, જો વિશ્વને પહેલા જ તેની જાણકારી હોય તો આટલા બધા જીવ ન જાત. 


ઉલ્લેખનિય છે કે અમેરિકન કોંગ્રેસમેન ગ્રેગએ પણ WHO ઉપર આ આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી જ વિશ્વ ઓરોગ્ય સંસ્થા ઉપર સવાલો ઉઠ્યા હતા. 


આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઈરસને લઈને ચીન ઉપર પ્રહારો કરતા રહ્યા હતા. ટ્રમ્પે અનેકવાર તેને ચીની વાઈરસ કહ્યો હતો. ટ્રમ્પનું કહેવું હતું કે આ વાયરસ ચીનથી આવ્યો છે, ચીનના કારણે ફેલાયો છે એટલા માટે તેને ચીની વાઈરસ જ કહેવો પડશે.


કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનથી શરૂ થયેલા આ વાઈરસે સૌથી મોતી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં 7503 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 74386 થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી