તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:ટ્રમ્પે કહ્યું- મોતનો આંકડો 1 લાખ પર રોકી લઈશું તો એ પણ બહુ છે

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.
  • બે અઠવાડિયામાં અમેરિકા સૌથી ખરાબ તબક્કામાં હશે
  • અમેરિકામાં સોશિયલ ડિસ્ટન્સિંગની તારીખ 30 એપ્રિલ સુધી લંબાવાઇ

વોશિંગ્ટન: કોરોનાના દર્દીઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચતાં અમેરિકા ભયભીત છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખીએ તો દેશમાં 22 લાખ સુધી મોત થઇ શકે છે. આ આંકડો 1 લાખ પર રોકી લઇએ તો પણ એમ માનજો કે આપણે સારું કામ કર્યું છે. ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગના દિશાનિર્દેશોના પાલન માટેનો સમયગાળો 30 એપ્રિલ સુધી લંબાવી દીધો છે. તેમણે લોકોને હૈયાધારણ આપી કે 1 જૂનથી આપણે રિકવરીના માર્ગે હોઇશું. 
ટ્રમ્પે કહ્યું- 12 એપ્રિલે ઇસ્ટર છે, ત્યાં સુધીમાં દેશમાં મૃત્યુઆંક ચરમસીમાએ હશે
સોમવારે કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા બાદ ટ્રમ્પે કહ્યું કે 12 એપ્રિલે ઇસ્ટર છે. ત્યાં સુધીમાં દેશમાં મૃત્યુઆંક ચરમસીમાએ હશે. આ બીમારીને હરાવવા સુધી આનાથી ખરાબ સ્થિતિ નહીં થાય. ડૉક્ટર્સે સલાહ આપી છે કે હાલ અમેરિકામાં નિયંત્રણો નહીં લાદીએ તો 2 લાખથી વધુ મોત થઇ શકે છે. ટોચના ઇન્ફેક્શન એક્સપર્ટ ડૉ. એન્થની ફૉસીએ સાયન્ટિફિક મોડલિંગના આધારે આ આકલન કર્યું છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં અઢી હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે.
કેનેડામાં કોરોનાના 6 હજારથી વધુ કેસ છતાં અંધાધૂંધી નહીં
છેલ્લા થોડા વર્ષોમાં વિકસિત દેશોમાં સૌથી વધુ ઇમિગ્રન્ટસનો ધસારો કેનેડા તરફ રહ્યો છે. ભારત કરતા વિસ્તારની દૃષ્ટિએ ૩ ગણો અને કુલ વસ્તી ૪ કરોડ ધરાવતા અતિ ઠંડા દેશ કેનેડા માટે યુવાનોને ખાસ આકર્ષણ રહ્યું છે. અન્ય વિકસિત દેશોની માફક કેનેડામાં પણ જાન્યુઆરી મહિનાથી કોરોનાના દર્દીઓ સામે આવ્યા. રવિવાર સુધીમાં કેનેડામાં ૬,૨૫૮ કેસ કોરોના પોઝિટિવના છે. ૨ મહિનામાં ૬૩ લોકોના આ વાયરસને કારણે મૃત્યુ થયા છે.  મોટાભાગના રાજ્યોમાં ગુજરાતી મંડળ, સમાજ, ગ્રૂપ એક્ટીવ છે. વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો કરતા આ ગ્રૂપ્સ અત્યારે ગુજરાતીઓને પુરતો સપોર્ટ પૂરો પાડી રહ્યા છે. એકલા વસતા, વડીલો, વિદ્યાર્થીઓને મૂળભૂત જરૂર માટે અત્યારે આ ગ્રૂપ્સ તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. કેનેડાના કોઈ રાજ્યના ગુજરાતી ગ્રુપમાંથી ગુજરાતી આ રોગની ઝપટમાં આવ્યું હોય તેવા ખબર નથી. 

અન્ય સમાચારો પણ છે...