• Gujarati News
  • International
  • Trump Said I Saved The Country From War, North Korea Is An Example Of That; Biden Said Sarcastically About Wearing A Mask He Has A Mental Illness

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:ટ્રમ્પે કહ્યું- મેં દેશને યુદ્ધથી બચાવ્યો, નોર્થ કોરિયા તેનું ઉદાહરણ; બાઇડનના માસ્ક પહેરવા અંગે કટાક્ષમાં કહ્યું- તેમને માનસિક તકલીફ છે

વોશિન્ગટનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારે પેન્સિલવેનિયાના લેટ્રાબો શહેરમાં રેલીને સંબોધિત કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ. - Divya Bhaskar
ગુરૂવારે પેન્સિલવેનિયાના લેટ્રાબો શહેરમાં રેલીને સંબોધિત કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ.
  • ટ્રમ્પે રશિયા સામે નરમ વલણ દાખવવાના સંકેત આપતા કહ્યું- રશિયા સાથે મળીને આગળ વધવા માગીએ છીએ
  • અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- મેં એ સાબિત કર્યું છે કે યુદ્ધથી બચી શકાય છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના એ આરોપને ફગાવી દીધો છે જેમાં કહેવામા આવ્યું છે કે ટ્રમ્પ અમેરિકાને યુદ્ધ તરફ લઇ જઇ રહ્યા છે. પેન્સિલવેનિયાના લેટ્રાબો શહેરમાં એક ચૂંટણી સભા દરમિયાન ટ્રમ્પે કહ્યું- મેં અમેરિકાના યુદ્ધથી બચાવ્યું છે. નોર્થ કોરિયાનું ઉદાહરણ સામે છે. આ રેલીમા તેમણે બાઇડન હંમેશા માસ્ક પહેરે છે તે મુદ્દે કટાક્ષ કર્યો. તેમણે કહ્યું- મને લાગે છે તેમને કોઇ માનસિક તકલીફ છે.

ટ્રમ્પ રશિયા સાથે
રશિયા અંગે ટ્રમ્પે તેમના વલણનો બચાવ કર્યો. કહ્યું- હું જ્યારે લોકો પાસેથી (ડેમોક્રેટ્સ) રશિયા અંગે સાંભળું ત્યારે ન્યૂઝ બંધ કરી દઉં છું. આ લોકો હંમેશા કહે છે કે ટ્રમ્પ કટ્ટરવાદી છે. તે આપણને યુદ્ધ તરફ ધકેલી રહ્યા છે. હકીકત એ છે કે મેં તમને યુદ્ધથી બચાવ્યા છે. નોર્થ કોરિયા મામલે શું થયું ? મેં કિમ જોંગ ઉન સાથે વાતચીત કરી. અને હવે જ્યારે હું રશિયા સાથે છું તો તમે જ કહો કે એ સારી વાત છે કે ખરાબ? મને લાગે છે કે તે એક સારી વાત છે.

હંમેશા રશિયા શા માટે, ચીન કેમ નહીં ?
ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના સાંદ એડમ શિફનો ઉલ્લેખ કર્યો. કહ્યું- શિફ તો ડેમોક્રેટ છે. તેઓ કહે છે કે આપણે રશિયાને જ હંમેશા દુશ્મન કેમ માનીએ છીએ. ચીન વિશે કેમ વાત નથી કરતા. આ સિલસિલો ફરી શરૂ થઇ ગયો છે. જ્યાં જૂઓ ત્યાં રશિયા, રશિયા અને રશિયાની વાત. બીજા દેશો સાથે મળીને ચાલવામાં શું વાંધો છે ? મારી દ્રષ્ટિએ તે સારી બાબત છે.
ટ્રમ્પે રશિયાનો બચાવ એવા સમયે કર્યો છે જ્યારે બે દિવસ પહેલા જ હોમલેન્ડ સિક્યોરિટીએ કહ્યું હતું કે રશિયા અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીને પ્રભાવિત કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે. 2016માં આરોપ લાગ્યા હતા કે રશિાએ ટ્રમ્પનો સહયોગ કર્યો હતો.

બાઇડનની મજાક ઉડાવી
રેલીમાં ટ્રમ્પે જો બાઇડનની મજાક ઉડાવી. ઇશારામાં કહ્યું કે તેઓ કેવી રીતે વારંવાર પોતાનું માસ્ક ઠીક કરે છે. ટ્રમ્પે કહ્યું- શું તમે કોઇ એવી વ્યક્તિ જોઇ છે જે માસ્કને પોતાના (બાઇડન) જેટલું જ પસંદ કરતી હોય ? ઘણી વખત તો તેઓ માત્ર એટલા માટે માસ્ક ને લટકાવી રાખે છે જેથી તેમને સેફ ફીલ થાય. જો હું મનોચિકિત્સક હોત તો કહેત કે આ વ્યક્તિ સાથે કંઇક સમસ્યા છે.

અન્ય સમાચારો પણ છે...