• Home
  • International
  • Trump said after not getting the support of his party the election is not to be avoided, fake voting is to be avoided

અમેરિકાના રાષ્ટ્રપતિ બેકફુટ પર / પોતાની પાર્ટીનું સમર્થન ન મળ્યા બાદ ટ્રમ્પે કહ્યું- ચૂંટણી ટાળવી નથી, ફેક વોટિંગથી બચવું છે

X

  • રિપબ્લિકન પાર્ટીના અમુક નેતાઓએ કહ્યું-ટ્રમ્પ પાસે ચૂંટણી ટાળવાનો અધિકાર નથી
  • ટ્રમ્પે કહ્યું હતું- જો મેલ-ઇન બેલેટથી ચૂંટણી થશે તો ઇતિહાસની સૌથી બોગસ ચૂંટણી યોજાશે

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:34 PM IST

વોશિન્ગટન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં આયોજિત થનારી ચૂંટણીને ટાળવાની વાત કહી હતી. હવે આ મામલે તેઓ બેકફુટ પર આવી ગયા છે. તેમને પોતાની પાર્ટીનું જ સમર્થન નથી મળી રહ્યું. રિપબ્લિકન પાર્ટીના અમુક સિનિયર નેતાઓએ કહ્યું કે ટ્રમ્પ પાસે ચૂંટણી ટાળવાનો અધિકાર નથી. હવે ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચૂંટણી ટાળવા માંગતા નથી પરંતુ બોગસ મતદાનથી બચવા માગે છે.

ટ્રમ્પે કહ્યું હતું- આ વખતે ઇતિહાસની સૌથી બોગસ ચૂંટણી થશે
ટ્રમ્પે ગુરવારે સૂચન કર્યું હતું કે 2020માં આયોજિત થનારી ચૂંટણી ટાળી દેવી જોઇએ. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીના લીધે ચૂંટણીમાં મેલ-ઇન-બેલેટ (ચિઠ્ઠી દ્વારા વોટિંગ)થી વોટિંગ થાય છે. આવું થશે તો અમેરિકાના ઇતિહાસની બોગસ ચૂંટણી સાબિત થશે. તે અમેરિકા માટે અત્યંત શરમજનક બાબત હશે.

મેલ-ઇન બેલેટના પક્ષમાં 71 ટકા મતદારો
અમેરિકામાં તાજેતરમાં થયેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે 71 ટકા મતદારો મેલ ઇન બેલેટના પક્ષમાં છે. આ સર્વે હાર્વર્ડના સેન્ટર ફોર અમેરિકન પોલિટિકલ સ્ટડીઝ દ્વારા કરવામા આવ્યો હતો. તેમાં જણાવવામા આવ્યું હતું કે 88 ટકા ડેમોક્રેટ્સ અને 50 ટકા રિપબ્લિકન પણ આ વોટિંગના પક્ષમાં છે.

ટ્રમ્પ પાસે ચૂંટણી ટાળવાનો અધિકાર નથી
અમેરિકાના બધારણની જોગવાઇ પ્રમાણે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ બદલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી. તેના માટે ટ્રમ્પને સંસદના બન્ને સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સીનેટમાંથી બિલ પસાર કરાવવું પડશે. સીનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતિ છે પરંતુ નિચલા સદનમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે બહુમતિ છે. જોકે બન્ને સદનમાં બિલ પાસ થઇ જાય તો પણ ટ્રમ્પ લાંબા સમય સુધી ચૂંટણી ટાળી નહીં શકે. અમેરિકાના બંધારણના 20માં સુધારા પ્રમાણે 20 જાન્યુઆરી સુધી કોઇ પણ ભોગે ચૂંટણી કરાવવી જ પડશે.

3 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરે ચૂંટણી થશે. રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ઉમેદવાર છે. બન્ને પાર્ટીની પ્રાઇમરી ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે. ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન પણ થઇ ચૂક્યું છે. તેમાં બિડેનનું નામ નક્કી થઇ ગયું છે. ઓગસ્ટમાં રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન થવાનું છે. તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કરવામા આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી