તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની પ્રક્રિયા કરવી એટલી સરળ નથી, જેટલી તે બહારથી દેખાય છે. આ વાત અમેરિકાની સંસદ પણ જાણે છે. કેટલાક રિપબ્લિકન સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ(HOR)માં મહાભિયોગ પ્રસ્તાવનું સમર્થન તો કર્યું પરંતુ તેઓ જાણે છે કે સીનેટમાં તેને સફળતા મળવી ખૂબ જ મુશ્કેલ છે.
તેના બે કારણ છે. પ્રથમ- સમયની અછત, કારણ કે ટ્રમ્પ હવે માત્ર પાંચ દિવસ જ ખુરશી પર રહેશે. બીજી- પ્રેસિડેન્ટ ઈલેક્ટ બાઈડેનની નવી કેબિનેટની રચના.
ડેમોક્રેટની પાસે સમય અને સંખ્યા, બંને નથી
ડોનાલ્ડ ટ્રમ્પ ટેકનીકલ રીતે 20 જાન્યુઆરી સવારે 11 વાગ્યે સુધી જ રાષ્ટ્રપતિ છે. તે 19 જાન્યુઆરી કે તે પહેલા વ્હાઈટ હાઉસ છોડીને ફ્લોરિડામાં પોતાના આલીશાન માર એ લેગો રિસોર્ટ શિફ્ટ થઈ શકે છે. મહાભિયોગના લિસ્ટિંગ અને ચર્ચામાં સમય લાગે છે. એ કરતા પણ મોટી વાત એ છે કે સીનેટમાં વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સના હાથમાં ઘણું બધુ હશે. તેઓ પહેલા જ ટ્રમ્પનો સાથ આપવાની વાત કહી ચૂક્યા છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભલે આ પ્રસ્તાવ પાસ થયો હોય, જોકે સીનેટમાં તે પાસ થવો સહેલો નથી. આ સિવાય ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. મહાભિયાગ પ્રસ્તાવ પાસ કરવા માટે સીનેટમાં બે તૃતીયાંશ બહુમતી જોઈએ.
વધુ સરળ રીતે સમજો તો સીનેટના 100માંથી 67 સાંસદ જ્યારે મહાભિયોગ ના પક્ષમાં વોટિંગ કરશે તો જ પ્રસ્તાવ પાસ થશે. હાલ સીનેટની સંખ્યા 98 છે. એટલે કે મહાભિયોગની મંજૂરી માટે 65 વોટ જોઈએ. નંબર ગેમ રિપબ્લિકનના ફેવરમાં છે, આ કારણે આ કામ ખૂબ જ મુશ્કેલ હશે.
50 સીટો રિપબ્લિકન અને 48 ડેમોક્રેટ્સની પાસે છે. એટલે કે 17 રિપબ્લિકન્સ જો બદલાય છે તો 65 વોટ પ્રાપ્ત થશે અને મહાભિયોગ મંજૂર થશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના 10 રિપબ્લિકન સાંસદ તો ટ્રમ્પની વિરુદ્ધ થઈ ચૂક્યા છે. જોવાનું એ છે કે સીનેટમાં કેટલા રિપબ્લિકન સાંસદ મહાભિયોગનું સમર્થન કરે છે.
બાઈડેન બદલો લેશે કે કેબિનેટ બનાવશે
અમેરિકામાં રાષ્ટ્રપતિ પોતાની કેબિનેટને નોમિનેટ કરે છે. તેમના નામો પર સંસદ મુહર લગાવે છે અને તેના માટે યોગ્ય તપાસ કરવામાં આવે છે. નોમિનેટ્સ વિશે ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સનું પણ બારીકાઈથી અધ્યયન કરવામાં આવે છે. તેમાં સમય લાગે છે.
બાઈડેન પહેલા જ કેબિનટે મેમ્બર્સના નામે સિલેક્ટ કરવામાં મોડું કરી ચૂક્યા છે. તેના માટે તેમની નીંદા પણ થઈ છે. હવે તેઓ નહિ ઈચ્છે કે સીનેટ તેમની કેબિનેટને અપ્રુવલ આપવામાં મોડું કરે.
યુટ્યુબ પર ટ્રમ્પની ચેનલ બેન
યુટ્યૂબે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી છે. પ્રતિબંધ આગળ વધી શકે છે. ચેનલ પર અપલોડ કરાયેલા કેટલાક વીડિયો ભડકાઉ મનાઈ રહ્યા છે. કંપનીએ કહ્યું કે અમુક વીડિયો અમારી પોલિસી સાથે મેળ ખાતા નથી.
જો ટ્રમ્પ દોષિત સાબિત થાય તો
ટ્રમ્પ 1958ના પૂર્વ રાષ્ટ્રપતિ કાયદા હેઠળ પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે મળતી સુવિધાઓ ગુમાવશે. તેમાં પેન્શન, હેલ્થ વીમો અને કરદાતાઓના ખર્ચ પર સિક્યોરિટી ડીટેલ જેવી સુવિધાઓ સામેલ છે. ભવિષ્યમાં તેમને કોઈ પદ પણ નહીં મળે.
દેશમાં જબરદસ્ત ગુસ્સો : ટ્રમ્પ
મહાભિયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે આ દેશમાં ભયંકર ગુસ્સાનું કારણ બનશે. જોકે ટ્રમ્પને પોતાની જ પાર્ટીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રિપબ્લિકન સેનેટર ચેની કહે છે કે અમેરિકા સાથે આટલો મોટો દગો કોઈ રાષ્ટ્રપતિએ કર્યો નથી.
અત્યાર સુધી 3 રાષ્ટ્રપતિઓ સામે મહાભિયોગ
રાષ્ટ્રપતિ એન્ડ્રયુ જોનસન સામે 1868માં પ્રથમ મહાભિયોગ ચલાવાયો હતો. 11 એપ્રિલ 1968માં હાર્પર વીકલીમાં આ ઈલસ્ટ્રેશન છપાયું હતું. અત્યાર સુધી ત્રણ અમેરિકી રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ ચલાવાયો છે. ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમના પર બીજી વાર મહાભિયોગ ચલાવાયો છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.