તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Trump Could File 10 Cases With Allegations Of Election Rigging, Find Out How Long He Will Be Able To Defend His Seat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પના કાયદાકીય પેંતરા:ચૂંટણીમાં ગરબડ થઈ હોવાના આક્ષેપ સાથે ટ્રમ્પ 10 કેસ દાખલ કરી શકે છે, જાણો આ કેસના સહારે તેઓ ક્યાં સુધી પોતાની ખુરસી બચાવી શકશે

વોશિંગ્ટન5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીપરિણામો આવ્યાં પછી હજુ સુધી હારનો સ્વીકાર નથી કર્યો. - Divya Bhaskar
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીપરિણામો આવ્યાં પછી હજુ સુધી હારનો સ્વીકાર નથી કર્યો.

જો બાઈડન હવે પ્રેસિડેન્ટ ઈલેક્ટ છે. 20 જાન્યુઆરીએ ઈનોગ્રેશન ડે એટલે કે શપથ દિવસ છે, પરંતુ તેનો બીજો પક્ષ પણ છે અને તે એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. ક્યારેક વોટિંગ તો ક્યારેક કાઉન્ટિંગમાં ગરબડ થઈ હોવાના આક્ષેપ સાથે કેસ દાખલ કરવાના છે. સોમવારે પેન્સિલવેનિયામાં અને બુધવારે મિશિગનમાં આ પ્રકારના કેસ દાખલ કર્યા છે. સવાલ એવો છે કે અંતે કાયદાકીય પેંતરાઓની મદદથી ટ્રમ્પ ક્યાં સુધી પોતાની ખુરસી બચાવી શકશે અને ક્યાં સુધી વ્હાઈટ હાઉસ ખાલી નહીં કરે. આવો, આ અંગે કેટલીક મહત્ત્વની વાતો જાણીએ.

10 કેસ દાખલ કરશે?
ટ્રમ્પ કેમ્પ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને લઈને 'ન્યૂયોર્ક પોસ્ટ' દ્વારા એક રિપોર્ટ પબ્લિશ કરાયો છે. અખબાર સાથેની વાતચીતમાં ટ્રમ્પે પર્સનલ લૉયર અને ન્યૂયોર્કના પૂર્વ મેયર રુડી ગુલિયાનીએ કહ્યું- અમે 10 કેસ દાખલ કરી શકીએ છીએ. ટ્રમ્પે હજુ સુધી પોતાની હારનો સ્વીકાર નથી કર્યો. એને બદલે તેમણે અનેક કેસ દાખલ કર્યા છે અને વધુ ને વધુ કેસ કરી રહ્યા છે.

શું કાયદાકીય રસ્તો
1876માં રાષ્ટ્રપતિ રદરફોર્ડ અને હાયેસ વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ 1876માં સેફ હાર્બર કાયદો બન્યો હતો. એ બાદ તેમાં સંશોધન પણ થયા. 1887માં ઈલેક્ટોરલ કાઉન્ટ એક્ટ 1887 સામે આવ્યો. આ કાયદા મુજબ, રાજ્યોએ એ નક્કી કરવું પડશે કે ચૂંટણી કેસને ઈલેક્ટોરલ કોલેજ મીટિંગના 6 દિવસ પહેલાં સુધી સમાપ્ત કરવામાં આવે. આ વખતે આ મીટિંગ 8 ડિસેમ્બરે થવાની છે, એટલે કે 2 ડિસેમ્બર પહેલાં તમામ કેસના નિર્ણય આવી જવો જોઈએ. મોટા ભાગનાં રાજ્યોમાં ઈલેક્શન ડે પછી એક મહિના સુધી જ આપત્તિ કે કેસ દાખલ કરાવી શકાય છે, પરંતુ એનો નિવેડો 6 દિવસમાં જ થવો જોઈએ.

ઈલેક્ટોરલ કોલેજ મીટિંગ
અમેરિકામાં 538 ઈલેક્ટોરલ કોલેજ વોટ છે. નવા રાષ્ટ્રપતિનું નામ સત્તાવાર રીતે નક્કી કરવા માટે 14 ડિસેમ્બરની ડેડલાઈન છે, એટલે કે આ દિવસે ઈલેક્ટોરલ કોલેજનું વોટિંગ થશે. જીત માટે 270 સભ્યોનું સમર્થન જરૂરી છે, જે બાઈડન પહેલાં જ મેળવી ચૂક્યા છે. 1948માં ઈલેક્ટોરલ કોલેજ વોટિંગ માટે નવા નિયમ બનાવવામાં આવ્યા હતા. જોકે લૉ પ્રોફેસર રેબેકા ગ્રીન એ નવા નિયમને ઘણાં જ જટિલ ગણાવે છે. ઓહિયો સ્ટેટ લૉ કોલેજના પ્રોફેસર એડવર્લ ફોલે કહે છે, 8 ડિસેમ્બર ઓપ્શનલ ડેટ હોય શકે છે, પરંતુ 14 ડિસેમ્બર સુધીમાં સમગ્ર તસવીર સ્પષ્ટ થવી જ જોઈએ.

કોર્ટ તાત્કાલિક ઉકેલશે તમામ કેસ
પૂર્વ ઈલેક્શન કમિશનર એડવે નોટિ કહે છે- મને નથી લાગતું કે 8 ડિસેમ્બર સુધીમાં મામલાનો નિવેડો લાવવામાં કોઈ મુશ્કેલી આવશે. ભલે ને પછી કેટલાંક રાજ્યોમાં રી-કાઉન્ટ કેમ ન ચાલી રહ્યું હોય. કોર્ટ પણ આ પ્રકારના મામલાઓની સુનાવણી ઝડપથી કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો