તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Trump Calls Himself A Protector Of White Americans; Condemnation Of Attacks On Blacks Does Not Even Take Their Name Away

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનું વિશ્લેષણ:ટ્રમ્પ પોતાને શ્વેત અમેરિકન્સના રક્ષક કહે છે; અશ્વેતો પર હુમલાની નિંદા તો દૂર તેમનું નામ પણ લેતા નથી

પીટર બેકર, વોશિન્ગટન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ ફોટો ગત અઠવાડિયાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રમખાણ પ્રભાવિત કેનોશામાં ગયા હતા. અહીં અશ્વેત જેકબ બ્લેકને પોલીસે સાત ગોળી મારી હતી. તે અત્યારે વિકલાંગ થઇ ગયો છે.
  • છેલ્લા અમુક દિવસોમાં અમેરિકામાં અશ્વેતોએ ભેદભાવનો આરોપ લગાવ્યો
  • ટ્રમ્પનો દાવો તેનાથી વિપરિત- તેઓ કહે છે, શ્વેત અમેરિકન્સ વિશે ખોટી ધારણા છે

પહેલા જ્યોર્જ ફ્લોય્ડ અને પછી જેકબ બ્લેક. આ બે અશ્વેતો સાથે પોલીસે કરેલી હિંસાનો વિરોધ થયો. અશ્વેતોએ આરોપ લગાવ્યો કે તેમની સાથે ભેદભાવ અને જુલમ થાય છે. લોકો રસ્તા પર ઉતર્યા, હિંસા અને રમખાણો થયા. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દ્રષ્ટિકોણ જૂદો છે. તેઓ કહે છે- અમેરિકામાં કોઇ વંશવાદ કે રંગભેદ નથી. જો કંઇ હોય તો એ શ્વેત અમેરિકન્સ વિશેની ખોટી ધારણા છે.

જેકબ બ્લેકનું નામ પણ ન લીધું
તાજેતરમાં જ ટ્રમ્પ કેનોશા ગયા. અહીં જેકબ બ્લેક સાથે પોલીસે બર્બરતા કરી હતી. બ્લેક અત્યારે વિકલાંગ થઇ ગયા છે. આશ્વર્યની વાત એ છે કે જેકબે બ્લેકનું નામ પણ ન લીધું. ઉલટું પોલીસના વખાણ કર્યા જેમણે સાત ગોળી મારી હતી. ટ્રમ્પ કહે છે- અશ્વેતોનો મામલો ઉછાળીને અમેરિકા વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવવામા આવી રહ્યો છે. આ માનસિક બીમારી જેવું છે. તેને આપણે ચાલુ ન રાખી શકીએ. તેમ છતા આ પ્રકારનો કોઇ મામલો સામે આવે તો ફરિયાદ દાખલ કરો. તાત્કાલિક એક્શન લેવામા આવશે. લિબરલ્સ માટે હું માત્ર દુખ જાહેર કરી શકું છું. બંધારણની કલમ 101 ખતમ કરી દેવામા આવી છે.

પહેલા ક્યારેય આવું થયુ નથી
અમેરિકાના રાજકારણમાં પહેલા ક્યારેય એવું બન્યું નથી કે સ્પષ્ટ રીતે કોઇ રાષ્ટ્રપતિ પોતાને શ્વેત અમેરિકન્સનો ઉમેદવાર કહેતો હોય. ગત મહિને રિપબ્લિકન પાર્ટીના કન્વેન્શનમાં એ દર્શાવવાનો પ્રયત્ન થયો કે જાણે અશ્વેત અને હિસ્પેનિક અંગેના વંશવાદના આરોપોને ટ્રમ્પ ફગાવી રહ્યા છે. જ્યારે હકીકતમાં તે ટ્રમ્પના એજન્ડામાં છે. 2015 યાદ કરો. ટ્રમ્પે કેમ્પેન શરૂ કર્યો. મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને આવનારાઓને બળાત્કારી કહ્યા.

જ્યોર્જ ફ્લોય્ડની હત્યા એક શ્વેત પોલીસ અધિકારીએ કરી હતી. ટ્રમ્પે શરૂઆતમાં તો તેની નિંદા કરી પરંતુ બાદમાં પોલીસ સાથે ઉભા રહ્યા. તેમના પર લાગેલા તમામ આરોપોથી બચવાની કોશિષ કરી. જ્યારે ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં હિંસા અને દેખાવો થઇ રહ્યા હતા. ફ્લોય્ડના મૃત્યુ બાદ બ્લેક લાઇવ્સ મેટર કેમ્પેન ચાલ્યું. ટ્રમ્પે તેને નફરત ફેલાવતી હરકત કહી હતી. પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપવામા આવ્યા હતા.

ફાયદો પણ થયો
આ ઘટનાઓ દર્શાવે છે કે નિવેદનો અને ટ્વિટ્સના દ્વારા ટ્રમ્પ જે કરવા માંગતા હતા તેમાં સફળ પણ થયા. એક વર્ગ છે જે શ્વેત અમેરિકન્સને યોગ્ય માને છે. તે વર્ગ ટ્રમ્પ સાથે થઇ ગયો. અશ્વેતો સાથે થયેલી ઘટનાઓ પર તેમણે ખૂબ નબળું વલણ દાખવ્યું. તેમણે કહ્યું, માત્ર પોલીસ જ શા માટે, દરેક જગ્યાએ ખોટા માણસો હોય છે. એક એક્સપર્ટ શર્લિન આઇફિલ કહે છે- ટ્રમ્પ અત્યંત કટ્ટરવાદી છે. આ પહેલા ક્યારે આ પ્રકારની બાબતો સામે આવી નથી. પરંતુ આ ખેલ ખતરનાક છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી ટ્રમ્પનો બચાવ કરે છે. કેલી મેકેની કહે છે- રાષ્ટ્રપતિ સૌને બરાબર માને છે. વંશવાદનો તો કોઇ સવાલ જ નથી.

સર્વે કંઇક બીજું કહે છે
CBS ન્યૂઝે ગત અઠવાડિયે એક પોલ કરાવ્યો હતો. 66 ટકા વોટર્સે માન્યું કે ટ્રમ્પ શ્વેતોનું સમર્થન કરે છે. 50 ટકાએ માન્યું કે ટ્રમ્પે અશ્વેતો વિરુદ્ધ કામ કર્યું. 81 ટકા અશ્વેત માને છે કે ટ્રમ્પે તેમની માંગણીઓ પર ધ્યાન નથી આપ્યું. સર્વેમાં સ્પષ્ટપણે અશ્વેત જો બાઇડન સાથે દેખાયા. દરમિયાન ટ્રમ્પના પૂર્વ વકીલ માઇકલ ડી કોહેનનું પુસ્તક આવ્યું. તે મૂજબ 2016માં પ્રચાર દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે અશ્વેતો તેમનો સાથ નહીં આપે.

ટ્રમ્પ પણ રાજકારણ સારી રીતે જાણે છે. અશ્વેતો વચ્ચે આધાર મજબૂત કરવા માટે તેમણે ફૂટબોલ સ્ટાર હર્શેલ વોકર અને પૂર્વ ડેમોક્રેટ સાંસદ વર્નેન જોન્સને તેમના પક્ષમાં ઉતારી દીધા. ટ્રમ્પ કહે છે કે તેમણે અશ્વેતો માટે કોઇ અન્ય અમેરિકન રાષ્ટ્રપતિ કરતા વધુ કામ કર્યું છે.

ટ્રમ્પના આરોપ કેટલા સાચા છે ?
ટ્રમ્પે ગત અઠવાડિયે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં વંશવાદના આરોપ ફગાવી દીધા હતા. ડિસ્કવરી ઇન્સ્ટીટ્યૂટના ટકર કાર્લસન માને છે- ટ્રમ્પને શ્વેત અમેરિકન્સનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ દરેકનું નહીં. વંશવાદનો મુદ્દો જટિલ છે. અમેરિકાની સરકારના વિભાગોમાં તમે તે અનુભવી શકો છો. હવે અમેરિકાની સરકાર તેને દૂર કરવા માટે સ્ટાફર્સને ટ્રેનિંગ આપવા જઇ રહી છે. ટ્રમ્પ સરકારમાં ઓફિસ મેનેજમેન્ડ એન્ડ બજેટના ડાયરેક્ટર રસેલ ટી વોટ કહે છે- સરકારી વિભાગોમાં વંશવાદ અથવા રંગભેદના આરોપ ખોટા છે અને પ્રપોગેન્ડા સિવાય કંઇ નથી. આ મુદ્દાને ખોટી રીતે ઉછાળવામાં આવી રહ્યો છે. તેમ છતા કંઇ હશે તો તેને દૂર કરવા માટે પગલા લેવામા આવશે. અમેરિકાના વિકાસમાં અશ્વેતોનું મોટું યોગદાન છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો