તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂયોર્ક ટાઇમ્સની તપાસ:ટ્રમ્પે 200 કંપનીને ફાયદો પહોંચાડ્યો, બદલામાં તેમની હોટલો અને રિસોર્ટ્સે કરોડોની કમાણી કરી

વોશિંગ્ટન15 દિવસ પહેલાલેખક: નિકોલસ કન્ફેસોર
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા ખાતે માર-અ-લેગો રિસોર્ટમાં મહેમાનો સાથે.
  • અમેરિકાના રાષ્ટ્રપતિના પારિવારિક બિઝનેસને દેશ, વિદેશના કોર્પોરેટ્સનો ટેકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બિઝનેસને ફાયદો પહોંચાડવા માટે નવી રીત અપનાવી છે. તેમણે પોતાની હોટલો અને રિસોર્ટ્સને સોદાના સ્થાનમાં ફેરવી નાખ્યાં છે. ચૂંટાયા પછી રાષ્ટ્રપતિએ વચન આપ્યું હતું કે તેઓ પોતાના અંગત વ્યવસાય અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનથી અલગ થઈ જશે. જોકે આવું થયું નહીં. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પહોંચતાં જ તેમના પારિવારિક બિઝનેસની આવકનો આકર્ષક માર્ગ એ લોકોને બનાવ્યા જે રાષ્ટ્રપતિ પાસે કંઈક ઈચ્છતા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં જાણવા મળ્યું છે કે 200 કંપની, સમૂહો અને વિદેશી સરકારોએ ટ્રમ્પ અને સરકાર પાસેથી ફાયદો લીધો છે, જેમાંથી લગભગ 25 ટકા લોકો અંગે અગાઉ ક્યારેય માહિતી બહાર આવી નથી.

રાષ્ટ્રપતિના માર-અ-લેગો, ફ્લોરિડા રિસોર્ટનું સભ્યપદ અને તેમના બેડમિન્સ્ટર ન્યૂજર્સીસ્થિત ગોલ્ફ ક્લબ અને અન્ય સ્રોતના ટેક્સ રેકોર્ડથી કારોબારના આ નવા સ્રોતની ઝલક મળે છે. રાષ્ટ્રપતિ કાર્યકાળના પહેલાં બે વર્ષમાં 60 લોકોએ તેમના પારિવારિક બિઝનેસ સાથે રૂ.88 કરોડનો વેપાર કર્યો હતો. આ તમામ લોકોનાં કામ ટ્રમ્પ અને તેમની સરકારે કર્યાં છે. દરેક જાણે છે કે ટ્રમ્પ સરકારી કામ પોતાની હોટલો, ક્લબ અને રિસોર્ટ્સમાં કરે છે. ટાઈમ્સના સવાલોના જવાબમાં વ્હાઈટ હાઉસના પ્રવક્તા જડ ડિરેએ એક નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પે પોતાના સફળ વ્યવસાયની જવાબદારી પોતાના બે વયસ્ક પુત્રોને સોંપી દીધી છે.

ટ્રમ્પની હોટલો અને ક્લબોમાં જનારા લોકોમાં વિદેશી નેતા, ફ્લોરિડાના શુગર વ્યવસાયી, એક ચીનના અબજપતિ, સર્બિયાના એક રાજકુમાર, ગ્રીન એનર્જીના રોકાણકાર, પેટ્રો ઉદ્યોગપતિ અને સરકાર પાસેથી અબજો રૂપિયાના કોન્ટ્રેક્ટ માગનારા કોન્ટ્રેક્ટર સામેલ છે. ટ્રમ્પસરકારે આ લોકોને પૈસા અને જમીન આપ્યાં છે. તેમની તરફેણમાં કાયદા બનાવ્યા છે. કેટલાક લોકોને રાજદૂત અને ટાસ્કફોર્સના વડા બનાવાયા છે. આ લોકોએ ગોલ્ફ ક્લબ, હોટલો અને રિસોર્ટ્સમાં પૈસા ખર્ચ્યા છે.

70થી વધુ ઉદ્યોગપતિઓ, સમૂહો અને વિદેશી સરકારોએ રાષ્ટ્રપતિની હોટલો, ક્લબોમાં આલીશાન આયોજન કર્યાં છે. અગાઉ આ આયોજન કોઈ અન્ય સ્થળે થતાં હતાં. ધાર્મિક સંગઠનોએ બે ડઝનથી વધુ પ્રાર્થના સભાઓ હોટલોમાં કરી છે. આ સંગઠનોએ શ્વેત ઈવેન્જિલિકલ ખ્રિસ્તીઓમાં રાષ્ટ્રપતિની લોકપ્રિયતાનો ઉપયોગ પૈસા એક્ઠા કરવામાં કર્યો છે. ટ્રમ્પે પોતાની હોટલો અને રિસોર્ટ્સમા ફંડ એક્ઠું કરવા 34 આયોજન કર્યાં છે. મોર્ગન સ્ટેન્લી જેવી નાણાસંસ્થાઓ અને મોટા સરકારી કોન્ટ્રેક્ટર ડેલોઈટે વોશિંગટન હોટલમાં સંમેલન કર્યાં હતાં. ટ્રમ્પની ક્લબોના પાંચ સભ્યોને રાજદૂત બનાવાયા છે અને સરકારમાં સલાહકાર નિમાયા છે.

ક્લબો, હોટલોમાં રાષ્ટ્રપતિ પાસે કામ કરાવનારાની ભીડ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા ખાતેના માર-અ-લેગો ક્લબમાં પોતાના કામ કરાવનારા દેશ-વિદેશના વ્યવસાયી અને રાજદૂતો નિયમિત રીતે આવે છે. એપ્રિલ,2018ના એક રેકોર્ડિંગ મુજબ, એક હોલમાં રિપબ્લિકન પાર્ટીના અનેક દાનદાતા, ભારતીય મૂળના ઉદ્યોગપતિ ટ્રમ્પને અતિ કુશળ કામદારો અને તેમનાં બાળકોના ઈમિગ્રેશન નિયમોમાં ઢીલ આપવાનો આદેશ બહાર પાડવા મનાવી રહ્યા હતા.

રાષ્ટ્રપતિ પોતાના અતિથિઓને જણાવે છે કે તેમણે દસ લાખ ડોલર આપ્યા છે. માર્ચમાં ટેનેસીના એક સંપત્તિ કારોબારીએ ક્લબમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. કારોબારીએ ટ્રમ્પના પદગ્રહણ સમારોહમાં મોટો ખર્ચ કર્યો હતો. તેઓ સરકાર પાસેથી અબજો ડોલરની લોન લેવા માગતા હતા. ટ્રમ્પે પોતાના અંગત વકીલ માઈકલ કોહેનને કહે છે, આ કામ થઈ જવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો