તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Trump Approved Ben On China’s App, The Order Will Take Effect 45 Days Later; Said Action Required In View Of National Security

વોશિગ્ટન:ટ્રમ્પે ચીનની એપ પર બેનને મંજૂરી આપી, 45 દિવસ પછી આદેશ લાગુ થશે; કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી જરૂરી

ટિકટોક અમેરિકામાં પણ બેનએક વર્ષ પહેલા
અમેરિકાના રાષ્ટ્રપતિનો આરોપ છે કે ટિકટોક દ્વારા ચીનની સરકાર અમેરિકા સાથે જોડાયેલી માહિતી મેળવી રહ્યું છે. -ફાઈલ તસવીર.
  • માઈક્રોસોફ્ટ, ટિકટોકના અમેરિકાના બિઝનેસને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યું છે
  • ભારત પણ ટિકટોક બેન કરી ચૂક્યું છે, USએ નિર્ણયના વખાણ કર્યા હતા

ભારત પછી અમેરિકાએ પણ ચાઈનીઝ એપ ટિકટોક ઉપર બેન કરી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ ઉપર બેનના આદેશ પર ગુરુવારે સાઈન કરી હતી. તે મુજબ 45 દિવસ પછી બેન લાગુ થશે.

ટ્રમ્પે કહ્યું- ટિકટોક દ્વારા ચીનને જાસૂસીની તક મળે છે
ટ્રમ્પે કહ્યું કે ચાઈનીઝ એપ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને ઈકોનોમી માટે જોખમ છે. આ સમયે ખાસ કરીને ટિકટોક પર કાર્યવાહીને લઈને આદેશ બહાર પડાયો છે. ટિકટોક ઓટોમેટિકલી યૂઝરની જાણકારી મેળવી લે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિનો આરોપ છે કે ટિકટોક દ્વારા ચીનની કમ્યનિસ્ટ પાર્ટીને અમેરિકાના લોકોની જિદગીમાં ડોકિયું કરવાની તક મળી જાય છે. તેનાથી તે અમેરિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સના લોકેશનને ટ્ર્ક કરી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલી જાસૂસી કરી શકે છે. પર્સનલ માહિતીના આધારે બ્લેકમેઈલ પણ કરી શકે છે.

ભારતે અત્યાર સુધીમાં 106 ચાઈનીઝ એપ બેન કરી
અમેરિકા પહેલા ભારત પણ ચાઈનીઝ એપ બેન કરી ચૂક્યું છે. જૂનના અંતમાં ભારતે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ બેન કરી. બીજા તબક્કામાં ચીનની 47 એપ બેન કરી હતી.