તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિ ચૂંટણી:24 વર્ષ જૂના ગઢમાં પણ ટ્રમ્પ હાર્યા

વોશિંગ્ટન5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ટ્રમ્પ દીવાલ તોડી પડાશે : ડોનાલ્ડ ટ્રમ્પે ઘૂસણખોરી રોકવાના ઈરાદે મેક્સિકો સરહદે દીવાલ બનાવવાનું શરૂ કર્યુ હતું. જો બાઈડેનની ટીમે કહ્યું કે આ દીવાલ તોડી પડાશે. - Divya Bhaskar
ટ્રમ્પ દીવાલ તોડી પડાશે : ડોનાલ્ડ ટ્રમ્પે ઘૂસણખોરી રોકવાના ઈરાદે મેક્સિકો સરહદે દીવાલ બનાવવાનું શરૂ કર્યુ હતું. જો બાઈડેનની ટીમે કહ્યું કે આ દીવાલ તોડી પડાશે.
 • એરિઝોનામાં 11 હજાર મતના સામાન્ય અંતરથી બાઈડેને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા
 • એરિઝોના રાજ્યમાં અગાઉ છેલ્લી વખતે 1996માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટન જીત્યા હતા

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને એરિઝોનામાં પણ વિજય પ્રાપ્ત કર્યો છે. આ વિજયની સાથે તેમના ખાતામાં વધુ 11 ઈલેક્ટોરલ વોટ ઉમેરાઈ ગયા. ગત 72 વર્ષમાં આ ફક્ત ત્રીજી વખત છે જ્યારે એરિઝોનામાં કોઈ ડેમોક્રેટ ઉમેદવારે જીત મેળવી હોય. અગાઉ 1948માં હેરી ટ્રુમેન અને 1996માં બિલ ક્લિન્ટને ડેમોક્રેટ ઉમેદવાર તરીકે વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ વિજયની સાથે બાઈડેનના 290 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. વ્હાઈટ હાઉસની રેસ જીતવા તેમને 270 વોટની જરૂર હતી. ટ્રમ્પ પાસે અત્યાર સુધી 217 જ વોટ છે. જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં હાલ ગણતરી ચાલી રહી છે. 16 ઈલેક્ટોરલ વોટ ધરાવતા જ્યોર્જિયામાં બાઈડેન અને 15 ઈલેક્ટોરલવાળા નોર્થ કેરોલિનામાં ટ્રમ્પ આગળ છે. બાઈડેનને એરિઝોનામાં ટ્રમ્પની તુલનાએ ફક્ત 11 હજાર(0.3%) વોટ વધુ મળ્યા છે. ચાર વર્ષ પૂર્વે ટ્રમ્પે 3.5% વોટના અંતરથી આ રાજ્ય જીત્યું હતું. ટ્રમ્પે આ વખતે પણ અહીં પોતાના મોટા ભાગના વોટ જાળવી રાખ્યા પણ બાઈડેન બાજી પલટવામાં સફળ રહ્યા.

ટ્રમ્પ જૂથે અહીં પણ કેસ નોંધાવ્યો છે : ટ્રમ્પ જૂથે એરિઝોનામાં પણ એક કેસ નોંધાવ્યો છે. તેમાં આરોપ મૂક્યો છે કે રાજ્યની સૌથી મોટી કાઉન્ટી, મેરિકોપામાં પોલ વર્કરે ખોટી રીતે લોકો પર પોતાને વોટ આપવા દબાણ કર્યુ. એરિઝોનાના એટર્ની જનરલ માર્ક બ્રનોવિચે બુધવારે જણાવ્યું કે રાજ્યના અધિકારીઓને ચૂંટણી વિશે એક હજાર ફરિયાદો મળી હતી પણ મતદાર છેતરપિંડીના કોઈ પુરાવા મળ્યા નથી. માર્ક બ્રનોવિચ ખુદ રિપબ્લિકન પાર્ટીના છે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના કેસમાં ખાસ દમ નથી.

ટ્રમ્પની પાર્ટીના નેતાઓએ કહ્યું - બાઈડેન સાથે ગુપ્ત માહિતી શેર કરવી જોઈએ
ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઈડેન અને તેમની ટીમ સાથે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરવાનો ઈનકાર કરી દીધો છે. જોકે તેમની જ પાર્ટીના અનેક સાંસદોએ તેમને અપીલ કરી છે કે બાઈડેનને દેશ સંબંધિત ગુપ્ત માહિતીઓ જણાવવી જોઈએ. એવું ન કરવાથી અમેરિકાની સુરક્ષા પર ખતરો પેદા થઈ શકે છે. સેનેટર રૉય બ્લન્ટે કહ્યું કે મને નથી લાગતું કે હાલના સમયે બાઈડેને બધું જાણવાની જરૂર છે પણ તેમને અમુક વાતો ખબર હોવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા એવો જ મુદ્દો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો