તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પ બીજી વખત મહાભિયોગમાંથી છૂ્ટ્યા:ટ્રમ્પ વિરુદ્ધ 57 અને પક્ષમાં 43 વોટ પડ્યા, પરંતુ બે તૃતીયાંશ બહુમતી ન થવાથી મહાભિયોગ નહીં ચાલે

વોશિંગ્ટન22 દિવસ પહેલા

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શનિવારે તેમના બીજા મહાભિયોગના કેસમાં છોડવામાં આવ્યા છે. 6 જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા અંગે મહાભિયોગની પ્રક્રિયામાં 4 દિવસની ચર્ચા પછી સેનેટમાં મતદાન થયું, જેમાં 57 સેનેટરોએ તેમને હિંસા ઉશ્કેરવાના દોષી જાહેર કર્યા, જ્યારે 43 સેનેટર તેના પક્ષમાં ન હતા. એવામાં ટ્રમ્પને દોષી કરાર કરી દેવા માટે સેનેટને બે તૃતીયાંશ બહુમતી ન મળી શકી.

મહાભિયોગ માટે 67 વોટની જરૂર હતી
100 સભ્યોના સેનેટમાં ડેમોક્રેટ સાંસદોની સંખ્યા 50 છે અને ટ્રમ્પને દોષી જાહેર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી(67)ની જરૂર હતી. ટ્રમ્પના વિરુદ્ધ આનાથી 10 ઓછા એટલે કે 57 વોટ પડ્યા. 6 રિપબ્લિકન સાંસદોએ પણ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યું. તેમ છતા ટ્રમ્પ મહાભિયોગથી બચવામાં સફળ થયા.જે 7 રિપબ્લ્કિન સાંસદો(ટ્રમ્પની પાર્ટી)એ મહાભિયોગના પક્ષમાં મતદાન કર્યું, તેમાં બિલ કૈસિડી, રિચર્ડ બર્ર, મિટ રોમની, સુજૈન કોલિંસ, લીઝા મરકોસ્કી, બેન સેસ અને પેટ ટૂમી સામેલ છે.

ગત વર્ષે પણ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો
ટ્રમ્પ વિરુદ્ધ ગત વર્ષે પણ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. સંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સના બહુમતના કારણે તે પાસ થઈ ગયું હતું, પણ સેનેટમાં રિપબ્લિકન્સની મેજોરિટીના કારણે પ્રસ્તાવ પડી ગયો. ટ્રમ્પનો આરોપ હતો કે તેમણે બાઈડન વિરુદ્ધ તપાસ શરૂ કરવા માટે યૂક્રેન પર દબાણ કર્યું હતું. અંગત અને રાજકીય ફાયદા માટે પોતાની શક્તિઓનો દૂરઉપયોગ કરી 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના પક્ષમાં યૂક્રેન પાસે મદદ માંગી હતી.

અમેરિકામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગના મામલા

 • 1868માં અમેરિકન રાષ્ટ્રપતિ એન્ડ્ર્યૂ જોનસન વિરુદ્ધ અપરાધ અને દુરાચારના આરોપો અંગે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયો. તેમના વિરુદ્ધ સંસદમાં આરોપોના 11 આર્ટિકલ્સ રજુ કરાયા. જો કે, સેનેટમાં વોટિંગ દરમિયાન જોનસનના પક્ષમાં મતદાન થયું અને તે રાષ્ટ્રપતિ પદ પરથી હટવાથી બચી ગયા.
 • 1998માં બિલ ક્લિન્ટ વિરુદ્ધ પણ મહાભિયોગ લાવવામાં આવ્યો હતો. તેમની પર વ્હાઈટ હાઉસમાં ઈન્ટર્ન રહી ચૂકેલી મોનિકા લેવેન્સ્કીએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા. તેમને પદ પરથી હટાવવા માટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં મંજૂરી મળી હતી, પણ સેનેટમાં બહુમતી મળી ન શકી.
 • વોટરગેટ સ્કેન્ડલમાં પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન(1969-74) વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થવાની હતી, પણ તેમણે પહેલા જ રાજીનામું આપી દીધું. તેમની પર એક વિરોધીની જાસૂસી કરાવવાનો આરોપ લાગ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો