તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદાનો કકળાટ:ચીનના કાયદાથી પરેશાન હજારો લોકો હોંગકોંગ છોડી બ્રિટનમાં વસવાની તૈયારીમાં

હોંગકોંગ સિટી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થવાનું એક વર્ષ

હોંગકોગમાં ચીનનો નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે હજારો લોકો હોંગકોંગ છોડવા માગે છે. તેમણે બીજા દેશમાં વસી જવાની યોજના બનાવી છે. તેમાંથી મોટા ભાગના લોકો બ્રિટન જવા માગેછે. તેમનું કહેવું છે કે તે બ્રિટનમાં શરણાર્થી જ રહેશે પણ કદાચ ત્યાં રહીને શરણાર્થીની જેમ અનુભવશે નહીં. લિન ક્વાંગ હોંગકોંગમાં સારું જીવન જીવી રહ્યા હતા. તે એક કોલેજમાં પાર્ટટાઈમ શિક્ષક તરીકે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ભણાવે છે. તે હોંગકોંગમાં એક ડ્રામા ક્લબના અધ્યક્ષ પણ છે.

લિન પોતાના દીકરા અને પરિવારના સભ્યો સાથે હોંગકોંગમાં ખુશ હતી પણ ફેબ્રુઆરીમાં સ્થિતિ બગડ્યા બાદથી દેશ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. તે લંડન આવી ગયા છે. લિન કહે છે કે એવી જગ્યાએ રહેવું મુશ્કેલ છે જ્યાં આઝાદી નથી.

આટલું જલદી હોંગકોંગ એટલા માટે છોડ્યું જેથી દીકરા પર માઠી અસર ન થાય. દીકરાને એ ખબર ન પડે કે જે વાત તે ઘરમાં મુક્તપણે કહી શકે છે તે બહાર બોલી શકે તેમ નથી. હું મારા દીકરાને કહાણીઓના વાતાવરણમાં ઉછેરવા નથી માગતી. હવે લિન લંડનમાં નોકરી અને દીકરા માટે સ્કૂલ શોધી રહી છે. હોંગકોંગ છોડનારા અન્ય લોકોએ પણ કહ્યું કે તે ચીનની જગ્યાએ બ્રિટનમાં પોતાનું ઘર બનાવવાનું પસંદ કરશે.

આ લોકો બ્રિટનમાં કાર્યક્રમોના આયોજન કરી એક-બીજા સાથે સંપર્ક સાધી રહ્યા છે. પરસ્પર મદદ કરી રહ્યા છે. તે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે બ્રિટિશ સમાજમાં પોતાના માટે સ્થાન બનાવશે. ચીનમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો 30 જૂન 2020માં પસાર થયો હતો. આ કાયદો મુખ્યરૂપે હોંગકોંગ માટે લાગુ કરાયો હતો. આ વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં હોંગકોંગના 34,000 લોકોએ બ્રિટન સરકારને વિશેષ વિઝા આપવા અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...