બ્રિટિશ કંપનીની વિચિત્ર ઓફર:અમારા ક્રૂઝ પર બર્મુડા ટ્રાયેન્ગલની મુસાફરી કરો; જો પરત નહીં ફરો તો તમારા પૈસા પાછા મળશે

એક મહિનો પહેલા

બ્રિટનની એક કંપનીએ લોકો વચ્ચે ખૂબ જ વિચિત્ર પ્રકારની ઓફર રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે અત્યાર સુધી બર્મુડા ટ્રાએંગલમાં અનેક વિમાનો અને જહાજો ગૂમ થયા છે. પણ અમે જે ક્રૂઝ તૈયાર કર્યું છે તે બર્મુડા ટ્રાએંગલથી પરત આવવાની ખાતરી આપે છે. કંપનીનું કહેવું છે કે-જો ક્રૂઝ બર્મુડા ટ્રાયેન્ગલથી પરત નહીં આવે તો અમે યાત્રીઓને તમામ પૈસાનું રિફંડ કરી દેશું.

શા માટે બર્મુડા ટ્રાયેન્ગલ બદનામ છે
બર્મુડા ટ્રાએંગલ એટલાન્ટિક મહાસાગરમાં 5 લાખ સ્ક્વેર કિલોમીટરનો એક વિશાળ હિસ્સો છે. આ ટ્રાયેન્ગલ શેપમાં છે. છેલ્લા 100 વર્ષમાં અહીં 75 એરોપ્લેન અને 100થી વધારે નાનાં-મોટાં સમુદ્રી જહાજો ગુમ થઈ ચૂક્યાં છે. આ ઘટનામાં એક હજારથી પણ વધારે લોકોએ જીવ ગુમાવી દીધો છે. જેથી તેને ડેવિલ (રાક્ષસ) ટ્રાયેન્ગલ નામથી પણ ઓળખવામાં આવે છે.

ફરવા માટે રૂપિયા 1.5 લાખ આપવા પડશે
નોર્વેજિયન પ્રાઈમા તરફથી યાત્રા માટે લોકોને રૂપિયા 1.5 લાખ આપવાના રહેશે. આ પેકેજમાં એક વ્યક્તિ પાંચ દિવસ અને પાંચ રાત્રીની સફર કરીને સૌથી ખતરનાક અને બદનામ બર્મુડા ટ્રાયેન્ગલ પર પહોંચી જશે. કંપનીનું કહેવું છે કે લોકોએ ચિંતામુક્ત થઈ આ ક્રૂઝ પર યાત્રા કરવી જોઈએ, કારણ કે આ ક્રૂઝ પરત ફરવાની 100 ટકા ખાતરી છે.

અન્ય શિપ્સ અને જહાજની માફક અમારું ક્રૂઝ પણ ગુમ થઈ જશે તો સફર કરનારી વ્યક્તિના પૈસા પરત કરવામાં આવશે. આ સફરમાં લોકો કાચની એક નૌકામાં સફર કરશે, આ સાથે તેમને ચીફ ગેસ્ટ નિક પોપ તથા નિક રેડફર્નને પ્રશ્ન પૂછવાની તક પણ આપવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આગામી વર્ષના માર્ચ મહિનામાં તેને બર્મુડા ટ્રાયેન્ગલ માટે રવાના કરવામાં આવશે.

કયા કારણથી શિપ અને ક્રૂઝ ગુમ થઈ જાય છે
આ ટ્રાયેન્ગલ પર ગુમ થનારા તમામ વિમાનો અને શિપ્સ ગુમ થવા પાછળનું નક્કર કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અનેક લોકો આ ઘટના માટે એલિયન અને દાનવી શક્તિઓને જવાબદાર ગણે છે. આ ઉપરાંત આ ઘટનાઓએ વૈજ્ઞાનિક કારણ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે બર્મુડા ટ્રાયેન્ગલ માનવીય ભૂલોનું પરિણામ છે.

અન્ય સમાચારો પણ છે...