તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનમાં આશાનું કિરણ:ઇન્સ્ટાગ્રામ પર તાઈવાનનાં દાદા-દાદી ટ્રેન્ડિંગમાં, પોતાની લોન્ડ્રીમાં ભેગા થયેલા જૂનાં કપડાં પહેરી મોડલિંગ કરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 83 વર્ષીય ચેંગ વાન્ઝી અને તેમની 84 વર્ષીય પત્ની સૂ શોરના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે
  • આ કપલની લોન્ડ્રીમાં ગ્રાહકો કપડાં પરત લેવાનું ભૂલી જાય છે અને કપડાંનો ઢગલો થતો રહે છે
  • 400 જૂનાં કપડાંનો ઉપયોગ કરવાનો આઈડિયા તેમના પૌત્રએ આપ્યો

તાઇવાનનું કપલ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. તે લોકો યુવાન નથી કે મોડલિંગ સ્ટાર નથી, પણ લોન્ડ્રીના માલિક છે. જૂનાં કપડાં પહેરીને દાદા-દાદીએ દરેકનું ધ્યાન ખેચ્યું છે.

ગયા મહિને 83 વર્ષીય ચેંગ વાન્ઝી અને તેમની 84 વર્ષીય પત્ની સૂ શોરના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધારે ફોલોઅર્સ હતાં. આટલી ઉંમરે પણ મોડલિંગ કરતા આ કપલના ફોટોઝ લોકોને ગમી રહ્યા છે. કપલની તાઈચુંગમાં સેન્ટ્રલ સિટી પાસે એક નાનકડી લોન્ડ્રી છે.

પૌત્રનો આઈડિયા

છેલ્લા ઘણા વર્ષોથી ઘણા ગ્રાહકો લોન્ડ્રીમાં કપડાં આપી જાય છે પણ પરત લઇ જવાનું ભૂલી જાય છે. ઘણાય લોકો તો શહેર છોડીને જતા રહ્યા પણ કપડાં લોન્ડ્રીમાં જ છે. દાદા-દાદીના પૌત્રનું નામ રીફ છે. 31 વર્ષીય રીફે જોયું કે છેલ્લા ઘણા સમયથી લોન્ડ્રીમાં કામ નહોતું. આ કારણે તેના દાદા-દાદી ચિંતામાં રહેતા હતા.

અમારો શોખ પૂરો કર્યો

રીફે તેના દાદા-દાદીને લોન્ડ્રીમાં ભેગા થયેલા જૂનાં કપડાં પહેરી મોડલિંગ કરવાની સલાહ આપી. 84 વર્ષીય ચેંગ વાન્ઝીએ કહ્યું કે અમે જ્યારે કપડાં પહેર્યા ત્યારે અમે 30 વર્ષના જુવાન થઇ ગયા હોય તેવું લાગ્યું. હું પહેલેથી પોતાને યંગ ફીલ કરું છું. મારી પત્ની કપડાંની શોખીન છે. આ પ્રકારના કપડાં પહેરીને મોડલિંગ કરવામાં અમને બંનેને ખુશી મળે છે. લોન્ડ્રીમાં નાખેલા કપડાં તેમના માલિક લેવા ન આવ્યા આથી અમે તેમાંથી અમારો શોખ પૂરો કર્યો.

સોશિયલ મીડિયા પર આ દાદા-દાદી છવાઈ ગયા છે. ઘણા લોકોએ કહ્યું કે, કોરોના ટાઈમમાં આ દાદા-દાદી બધા માટે એક આશાનું કિરણ છે. તેમની લોન્ડ્રીનું નામ ‘વોન શો’ છે.

ગ્રાહકોના 400 જૂનાં કપડાં પડ્યા છે
તાઇવાનમાં આ કપલના લગ્ન 60 વર્ષ પહેલાં થયા હતા. ચેંગે કહ્યું કે, મને ઘણીવાર લોન્ડ્રી બંધ કરીને આરામ કરવાનો વિચાર આવ્યો, પણ આ મશીનોથી કામ આરામથી થઇ જાય છે, વધારે મહેનતની પણ જરૂર પડતી નથી. વધતી જતી ઉંમરમાં ઘરે બેસી રહ્યા કરતાં કામ કરીએ તો સ્વસ્થ રહેવાય છે. મારી લોન્ડ્રીમાં આશરે 400 કપડાં એવા છે જે ગ્રાહકો પરત લેવા આવ્યા નથી.

મોડલિંગ કરતું આ કપલે અન્ય લોકોને મેસેજ આપવા માગે છે કે, સેકન્ડ હેન્ડ કપડાં પહેરીને પણ ફેશનેબલ દેખાઈ શકીએ છીએ. હાલ દાદા-દાદી ‘એન્વાયરમેન્ટલ ફેશન’ને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...