તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Treatment Of Children Suffering From Cerebral Palsy In Russia With The Help Of Sky Diving, Also Found Success

અનોખી સારવાર:રશિયામાં સેરેબ્રલ પાલ્સી પીડિત બાળકોની સ્કાય ડાઈવિંગની મદદથી સારવાર , સફળતા પણ મળી

મોસ્કો2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રશિયામાં સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકો માટે ફ્લાઈ વિથ મી પ્રોજેક્ટ

રશિયામાં લગભગ 85,000 બાળકો સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. આ એક ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર છે જે બાળકોની શારીરિક ગતિ, હરવા-ફરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. હવે આવા બાળકોની ક્ષમતા વધારવા રશિયા સ્કાય ડાઈવિંગનો સહારો લેવાઈ રહ્યો છે.

આ બાળકોમાં એક છે 13 વર્ષીય મેરીન ડોલિક. આ બાળકોને રશિયાનમાં ફ્લાય વિથ મી યોજનામાં ભાગ લેવા માટે પસંદ કરાયો છે જે સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકોને તેમની શારીરિક ક્ષમતાઓમાં સુધારો કરવામાં મદદ કરે છે. ડોલિકે હવે ઈનડોર સ્કાય ડાઈવિંગ સિમ્યુલેટરમાં ઉડવાનું શીખી લીધું છે. તે કહે છે કે મેં હવે સારી રીતે ચાલવાનું શીખી લીધું છે. હું મજબૂત થઈ ગયો છું અને ધીરજથી કામ કરી રહ્યો છું. હું કોઈની મદદ વિના પોતાના જોરે ઘણું બધું કરવા માગું છું.

ડોલિકનું સપનું ભવિષ્યમાં એક ઈન્ડોર સ્કાય ડાઈવિંગ ટ્રેનર બનવાનું છે. ડોલિકની માતા ઈરીના કહે છે કે ત્રણ અઠવાડિયાની ટ્રેનિંગમાં તેમના દીકરામાં મોટો સુધારો થયો છે. જોકે યુરોપ અને અમેરિકામાં આવા બાળકોની સારવાર માટે સ્કાય ડાઈવિંગનો ઉપયોગ પહેલાથી થઈ રહ્યો છે.'

ફિજિશિયન વાલિદા ઈસાનોવા કહે છે કે રશિયામાં સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકોની સારવાર માલિશથી કરવામાં આવે છે. સિમ્યુલેટર ઉડાનો સાથે જોડવામાં આવે અને માંસપેશીઓને ઓછી કરવામાં મદદ મળે છે જે દરરોજના જીવનમાં ઉપયોગમાં લવાતી નથી. જોકે પ્રોજેક્ટને વૈજ્ઞાનિક આધાર આપવા મો હજુ વધારે અભ્યાસ કરવાની જરૂર છે.

1 કલાકની ટ્રેનિંગ 29 હજારમાં
રશિયામાં આશરે 85,000 બાળકો સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. તેમને સિમ્યૂલેટર સ્કાય ડાઈવિંગથી ફાયદો થઇ રહ્યો છે પણ કેટલાક પરિવાર તેનું ખર્ચ ભોગવી શકતા નથી. તેમાં એક કલાકમાં 29 હજાર રૂપિયા ખર્ચ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...