ચીની સૈનિકના અપમાન પર સજા:ગલવાનમાં માર્યા ગયેલા ચીની સૈનિકની સમાધિની પાસે ટ્રાવેલ બ્લોગરે તસવીર પડાવી, 7 મહિનાની જેલ

બેઈજિંગ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં એક ટ્રાવેલ બ્લોગરને સાત મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. ટ્રાવેલ બ્લોગરે ગલવાન વેલીમાં ભારતની સાથે અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોની સમાધિની પાસે તસવીર પડાવી હતી. ચીને આ બાબતને પોતાના સૈનિકોનું અપમાન ગણાવીને આ સજા સંભળાવી છે.

ઉત્તર પશ્ચિમી ચીનના શિજિંયાંગ ઉઈગર ઓટોનોમસ રીઝનના પિશાન કાઉન્ટીની એક લોકલ કોર્ટે બ્લોગરને 10 દિવસની અંદર મીડિયાના માધ્યમથી સાર્વજનિક રીતે માફી માગવાના આદેશ પણ આપ્યા છે.

કાંગવાક્સી સમાધિ સ્થળ પર ગયો હતો બ્લોગર
એક મીડિયા રિપોર્ટ મુજબ બ્લોગરે નામ લી કિઝિઆન (Li Qixian) છે. તે જિયાઓક્સિયન જેસન (Xiaoxian Jayson) નામથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તાઉતિઆઓ ન્યૂઝ (Toutiao News) પર એક્ટિવ છે. 15 જુલાઈએ લી કારાકોરમ પર્વતમાં સ્થિત કાંગવાક્સી સમાધિ સ્થળ (Kangwaxi Martyrs Cemetery) પર ગયો હતો.

ચીની સૈનિકની કબરની નજીક ઊભા રહીને પોઝ આપ્યો
બ્લોગરે અહીંથી સૌથી પહેલાં પથ્થરના બેઝ પર પગ રાખ્યો. આ પથ્થર પર સમાધી સ્થળનું નામ લખ્યું હતું. બ્લોગરે ભારતની સાથે ગલવાન વેલીમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિક ચેન જિયાનગ્રોંગ (Chen Xiangrong)ની કબરની બાજુમાં ઊભા રહીને પોઝ પણ આપ્યો હતો.

સમાધિ તરફ પિસ્તોલ જેવો ઈશારો કર્યો
ટ્રાવેલ બ્લોગરે પોતાના હાથથી સમાધિ તરફ પિસ્તોલની જેમ મારવાનો ઈશારો પણ કર્યો હતો. આ દિવસે જ આ તસવીર વિચેન્ટ પર 500 ઓલાઈન ફ્રેન્ડ્સની સાથે શેર કરી. તસવીર પોસ્ટ કર્યા બાદ જ્યારે લોકોએ આ અંગે વાંધો ઉઠાવ્યો તો તેને ડિલીટ કરી દીધી.

તાઉતિઆઓ ન્યૂઝ પર પબ્લિશ થઈ તસવીર
જો કે બાદમાં આ અંગે લોકોનું વધુ ધ્યાન ખેંચાય તે માટે આ તસવીરને તાઉતિઆઓ ન્યૂઝ પર પબ્લિશ કરી દેવાઈ. લોકોએ તેની ભારે નિંદા કરી અને આને શહીદોનું અપમાન પણ ગણાવ્યું.

22 જુલાઈએ મામલાની તપાસ શરૂ થઈ
જે બાદ સ્થાનિક પોલીસે 22 જુલાઈએ મામલાની તપાસ શરૂ કરી. લોકલ પ્રોક્યૂરેટોરેટે 30 સપ્ટેમ્બરે લી વિરૂદ્ધ પબ્લિક પ્રોસિક્યૂશન દાખલ કર્યું. સુનાવણી પછી લીને સાત મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી.

વધુ એક બ્લોગરને 8 મહિનાની જેલ થઈ હતી
આ વર્ષની શરૂઆતમાં એક પોપ્યુલર ચીની બ્લોગરને પણ ગલવાન વેલીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોને લઈને ટિપ્પણી કરવા પર 8 મહિનાની જેલની સજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...