બાંગ્લાદેશમાં ઘરે જવા પડાપડી:કોરોના નિયંત્રણો ખતમ થતા ઇદ પર ઘરે જવા લોકોને ટ્રેન, બસ, ફેરી ઓછી પડી!

ઢાકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશમાં કોરોના નિયંત્રણો ખતમ થતાં ફરી એકવાર ઇદ પર ઘરે પાછા ફરવા સાધનો ઓછા પડી રહ્યા છે. રાજધાની ઢાકામાં કમલાપુર રેલવે સ્ટેશનના કાઉન્ટર્સ પર અઠવાડિયાથી હજારો લોકો ટિકિટ મેળવવા પહોંચી રહ્યા છે અને લાંબી કતારો ખતમ જ નથી થઇ રહી.

બાંગ્લાદેશ રેલવેએ પરિવારજનો, સગાં-સંબંધી સાથે ઇદ મનાવનારા મુસાફરોને ટ્રેન ટિકિટ આપવાનું 23 એપ્રિલથી એડવાન્સમાં શરૂ કરી દીધું હતું. બીજી તરફ ઢાકાના ફેરી ટર્મિનલ્સ પર હજારો લોકો એવી આશા સાથે એકઠા થયા છે કે તેમને ફેરી (નાના જહાજ)માં જગ્યા મળી જશે. મુસાફરો માટે ટ્રેન, બસ, ફેરીથી માંડીને મોટરસાઇકલો પણ રખાઇ છે.

  • 1 હજાર લોકો સવાર થાય છે એક ફેરીમાં જ્યારે તેમની ક્ષમતા 600 મુસાફરની જ હોય છે.
  • 5 ગણા લોકો જઇ રહ્યા છે ટ્રેનમાં, જેથી દુર્ઘટનાનું જોખમ છે. બસોમાં ક્ષમતાથી 3 ગણા લોકો મુસાફરી કરે છે.
  • 70 હજાર લોકો ફસાયા છે ઢાકાના બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશન પર. બમણાથી વધુ ભાડું વસૂલાય છે.
અન્ય સમાચારો પણ છે...