તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમુદ્રમાં ટ્રાફિકજામ:વિશ્વના સૌથી વ્યસ્ત રૂટ સુએઝ કેનાલમાં ફસાયું 20 હજાર કન્ટેનર ભરેલું સૌથી મોટું જહાજ, અનેક બીજા જહાજ અટવાયા

2 મહિનો પહેલા
એક્સપર્ટના મતે આ જહાજને હજુ કાઢતા બે દિવસનો સમય લાગી શકે છે
  • સુએઝ કેનાલ 193 કિલોમીટર લાંબી છે. આ રૂટ દ્વારા વિશ્વનો 12 ટકા વેપાર થાય છે

શું તમે સમુદ્રમાંક ક્યારેય ટ્રાફિકજામ વિશે સાંભળ્યું છે. આવું વિચારવું પણ અજીબોગરીબ લાગે. પણ આવું જ થયું છે. વિશ્વના સૌથી વ્યસ્ત શિપિંગ રૂટ પર એક જહાજ છેલ્લા ચાર દિવસથી ફસાયું છે. તેને બહાર કાઢવાની કોશિશ નિષ્ફળ જઈ રહી છે. આ મહાકાય જહાજને બહાર કાઢવામાં હજુ બે દિવસ લાગી શકે છે. અંદાજે 150થી વધારે જહાજની અવરજવર રોકાઈ ગઈ છે.

સુએઝ કેનાલમાં જહાજની અવર-જવર ખોરવાઈ
આ ઘટના ઈજિપ્તની સુએઝ કેનાલમાં બની છે. ભારે પવનના કારણે અહીં 400 મીટર લાંબું અને 59 મીટર પહોળું માલવાહક જહાજ ફસાઈ ગયું છે. આ જહાજ ફસાઈ જવાના કારણે બન્ને તરફ ટ્રાન્સપોર્ટેશન સદંતર બંધ થઈ ગયો છે. સુએઝ કેનાલ દ્વારા જહાજ તેલ, ગેસ અને જરૂરી સામાન ભરીને કન્ટેનર યુરોપથી એશિયા વચ્ચે અવર-જવર કરે છે. આ આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઘણી શિપિંગ કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન થશે.

20 હજાર કન્ટેનરની ક્ષમતા વાળું જહાજ
2018માં બનેલું આ જહાજ વિશ્વના સૌથી મોટા જહાજ પૈકીનું એક છે. તેમાં એકસાથે 20 હજાર કન્ટેનર રાખી શકાય છે. તેનો ઉપયોગ એશિયા અને યુરોપ વચ્ચે વેપાર કરવા માટે કરાય છે.

હજુ બે દિવસ લાગશે
આ જહાજનું સંચાલન એવરગ્રીન મરીન કોર્પ્સ નામની તાઈવાનની કંપની કરે છે. જહાજ નેધરલેન્ડના રોટર્ડમ જવા માટે રવાના થયું હતું. શિપિંગ એક્સપર્ટ મુજબ જહાજને બહાર કાઢવામાં હજુ બે દિવસ લાગી શકે છે.

કેનાલ 193 કિલોમીટર લાંબી
સુએઝ કેનાલ 193 કિલોમીટર લાંબી છે. આ રૂટ દ્વારા વિશ્વનો 12 ટકા વેપાર થાય છે. આ જહાજ સુએઝ કેનાલમાં ફસાયા બાદ તેમાથી કન્ટેનર ઓછા કરવાનું શરૂ કરી દેવાયું છે. પરંતુ તેમા પણ ઘણો સમય લાગી શકે છે.

જહાજને બહાર કાઢવા માટે પાંચ અન્ય જહાજને કામે લગાડાયા છે. મરીન સર્વિસ પ્રોવાઈડર કંપની GAC એ એક નિવેદનમાં કહ્યું છે કે જહાજને હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ભારે પવનના કારણે અડચણો આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો