અનોખી યોજના:વેનિસમાં પર્યટકો પર મોબાઇલ ડેટાથી નજર રખાશે, ભીડ વધશે તો એન્ટ્રી નહીં

વેનિસ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરનું સૌંદર્ય જાળવી રાખવા મેયર અનોખી યોજના લાવ્યા

ઇટાલીનું વેનિસ તરતું શહેર કહેવાય છે, કેમ કે અહીં નહેરો જ પરિવહનનું માધ્યમ છે. ઇતિહાસને પોતાનામાં સમાવીને બેઠેલા વેનિસમાં દુનિયાભરમાંથી પર્યટકો આવે છે. યુરોપ હવે ઓપન અપ થઇ રહ્યું છે. ઇટાલીએ પણ કોરોનાકાળ બાદ હવે પર્યટકો માટે દરવાજા ખોલી દીધા છે.

એવામાં વેનિસમાં પર્યટકોની ફરી ભીડ થવા લાગી છે. સ્થાનિક લોકોએ શહેરનું ઐતિહાસિક સ્વરૂપ અને સૌંદર્ય જાળવી રાખવા અવાજ ઉઠાવ્યો, કેમ કે ઠેર-ઠેર પર્યટકોની ભારે ભીડને કારણે સ્થાનિક લોકોના રોજિંદા જીવનને અસર થતી હતી અને સાથે જ કોરોના સંક્રમણનું જોખમ પણ વધતું હતું.

એવામાં વેનિસના મેયર લ્યૂગી બ્રુગનારોએ ક્રાઉડ કંટ્રોલની અનોખી પહેલ કરી સૌપ્રથમ શહેરની નહેરોમાં ક્રૂઝ શિપ પર રોક લગાવી. હવે પર્યટકોને તેમના મોબાઇલ ડેટાથી ટ્રેક કરાશે. શહેરમાં ઠેર-ઠેર સર્વેલન્સ કેમેરા પણ લગાવાયા છે.

મુખ્ય પર્યટન સ્થળો પર એન્ટ્રી ગેટ પણ લગાવાશે અને ત્યાં પર્યટકોને ફક્ત દિવસ દરમિયાન જ પ્રવેશ અપાશે. નોંધનીય છે કે યુરોપનાં ઐતિહાસિક શહેરોમાં સામેલ વેનિસની વિશેષતા છે કે અહીં કાર ચલાવવાની મંજૂરી જ નથી. શહેરમાં જેટલા પણ રસ્તા છે તે ચાલવા માટે જ છે. લોકો શહેરની બહાર જવા માટે જ કારનો ઉપયોગ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...