કોરોના ઈફેક્ટ:યુરોપમાં પર્યટક વધ્યાં, બ્રિટનમાં 82% ઘટ્યાં; સતત બીજા વર્ષે પણ ઘટાડાનો દોર

લંડન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બ્રિટન: દુનિયાભરમાં એક્ટિવ કેસ મામલે બીજા ક્રમે
  • ફ્રાન્સમાં પર્યટકો 35 ટકા વધ્યાં, 4300 કરોડની વધારાની આવક

કોરોના કાળ બાદ જ્યાં યુરોપ પર્યટકો માટે ખુલી રહ્યું છે ત્યાં જુદા જુદા દેશોમાં પર્યકટોની સંખ્યા વધી રહી છે ત્યાં બ્રિટનમાં પર્યટકો આવી જ રહ્યા નથી. કોરોના દર્દીઓની વધતી સંખ્યા, સપ્લાય ચેન અવરોધાતા અને યાત્રા પ્રતિબંધોમાં સતત અનિયમિત રીતે ફેરફારને કારણે પર્યટકો બ્રિટન જઈ રહ્યા નથી. બ્રિટનમાં 2019ની તુલનાએ 2021માં અત્યાર સુધી પર્યટકોની સંખ્યામાં 82 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બ્રિટનના નેશનલ ટુરિસ્ટ બોર્ડ અનુસાર ક્રિસમસ અને ન્યુ યર દરમિયાન પણ પર્યટકોની સંખ્યા વધવાની કોઈ સંભાવના નથી. જોકે બ્રિટનના પાડોશી દેશ ફ્રાન્સમાં 2020ની તુલનાએ 2021માં પર્યટકોની સંખ્યા 35 ટકા થઈ છે. ફ્રાન્સના અર્થતંત્રમાં પર્યટકોના આગમનથી લગભગ 4300 કરોડ રૂપિયાની આવક થઈ હતી. યુકે ટુરિઝમ એલાઇન્સના કર્ટ જેનસન કહે છે કે બ્રિટનમાં પર્યટકોની સંખ્યા ઘટવાનું મોટું કારણ કોરોના દર્દીઓની સંખ્યા વધવી અને સરકારની નીતિઓ છે.

સ્પેનમાં 64 ટકા સહેલાણી વધ્યાં, તૂર્કીમાં પણ વધારો
સ્પેન: પર્યટકોની સંખ્યામાં 64%નો વધારો થયો છે. અર્થતંત્રમાં 2500 કરોડ રૂપિયા વધારે આવ્યા.
તૂર્કી: પર્યટકોની સંખ્યા 2019ની તુલનાએ 74 ટકા વધી છે. 2011 કરોડ વધારે આવ્યા.
પોર્ટુગલ: પર્યટકોની સંખ્યામાં 68 ટકાનો વધારો થયો. 2200 કરોડ રૂપિયા અર્થતંત્રમાં આવ્યા.

બ્રિટન કેમ નથી જતા? વેક્સિનનો દર ઓછો, નિયમોની અવગણના

  • બ્રિટનમાં અત્યાર સુધી 69 ટકા લોકોને વેક્સિન અપાઇ છે. જોકે પોર્ટુગલમાં 87 ટકા લોકોને વેક્સિન અપાઇ છે.
  • બ્રિટનમાં હજુ પણ લોકો કોરોના ગાઈડલાઈન્સનું પાલન સંપૂર્ણપણે નથી કરી રહ્યા. વડાપ્રધાન બોરિસ જોનસન ચાલુ મહિને એક હોસ્પિટલના પ્રવાસ દરમિયાન માસ્ક વિના દેખાયા હતા.
અન્ય સમાચારો પણ છે...