વિશ્વના અનેક ભાગોમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગુરુવારે એક અહેવાલ જાહેર કર્યો છે. WHOના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં કોરોના કોરોનાથી આશરે 1.5 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે સત્તાવાર રીતે જાહેર કરાયેલા ડેટા કરતા 3 ગણા વધારે છે. ભારતમાં પણ 47 લાખ લોકોના મોત થયાનો અંદાજ છે, જે વિશ્વભરમાં થયેલા કુલ મૃત્યુ પૈકી ત્રીજા ભાગના છે અને સત્તાવાર આંકડાની તુલનામાં 10 ગણા વધારે છે.
WHOના અહેવાલ પ્રમાણે અપ્રત્યક્ષ મોતનો શું અર્થ છે
WHOએ મહામારી સમયે થયેલા મોતમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બન્ને પ્રકારના મોતનો સમાવેશ કર્યો છે. આ આંકડા જાન્યુઆરી, 2020થી ડિસેમ્બર,2021 સુધી છે. સત્તાવાર આંકડા પ્રમાણે વિશ્વમાં ફક્ત 54 લાખ મોતોની જ માહિતી આપે છે. અહેવાલમાં એવા દર્દીઓની પણ ગણતરી થાય છે કે જેમના મોત મહામારીના સમયમાં અપ્રત્યક્ષ રીતે થયા હતા. એટલે કે તેમા 95 લાખ એવા લોકોનો સમાવેશ થાય છે કે જે અન્ય બીમારીઓથી પીડિત હતા, પણ તેમને યોગ્ય સમયે સારવાર મળી ન હતી. WHOના જણાવ્યા પ્રમાણે મહામારી અગાઉ પણ વિશ્વમાં પ્રત્યેક 10 પૈકી 6 લોકોના મોત નોંધાયા ન હતા.
દેશમાં 2020માં સારવારના અભાવને લીધે સૌથી વધારે મોત થયા
કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ મંગળવારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) 2020 નામથી પ્રકાશિત અહેવાલ પ્રમાણે 2020માં દેશમાં કુલ 81.16 લાખ લોકોના મોત થયા હતા. તેમાંથી 45 ટકા લોકોને કોઈ જ મેડિકલ ટ્રીટમેન્ટ મળી ન હતી. સારવારના અભાવમાં અત્યાર સુધીના આ સૌથી વધારે મોત છે.
કોરોનાથી અપ્રત્યક્ષ મોતની બાબતમાં ચીનનો સમાવેશ
WHOના અહેવાલ પ્રમાણે મહામારી સમયે ચીન, ઓસ્ટ્રેલિયા, જાપાન અને નોર્વે જેવા દેશોમાં અપ્રત્ય રીતે મોત ઓછા થયા છે. જ્યાં ચીનમાં હજુ પણ જીરો કોવિડ પોલિસી અપનાવવામાં આવી રહી છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં કડકપણે ટેસ્ટિંગ તથા આઈસોલેશનનું પાલન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ વૈજ્ઞાનિકોએ આફ્રિકાના 54 દેશોમાંથી 41 દેશના વિશ્વાસપાત્ર રેકોર્ડ મળી શક્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.