યુક્રેને ફરી એકવાર રશિયા પર વોર ક્રાઇમ એટલે યુદ્ધ અપરાધ કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનનો દાવો છે કે રશિયન સૈનિકોએ તેના એક નિઃશસ્ત્ર સૈનિકને મારી નાખ્યો છે. આનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં એક સૈનિક સિગારેટ પીતો જોવા મળે છે, ત્યારે જ તેના પર ગોળીઓ વરસવા લાગે છે. એમાં તેનું મૃત્યુ થાય છે. તેમની હત્યાનો વીડિયો વાઇરલ થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ પ્રતિક્રિયા આપી છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે અમે અમારા સૈનિકના મોતનો બદલો ચોક્કસ લઈશું.
વીડિયોમાં શું દેખાય છે?
વાઇરલ વીડિયોમાં એક સૈનિક તેની ટ્રેંચ (યુદ્ધ લડવા ફાળવવામાં આવેલી જગ્યા)માં ઊભો છે અને સિગારેટ પી રહ્યો છે અને કંઈક કહી રહ્યો છે. બીબીસી અનુસાર, તે કહી રહ્યો હતો કે યુક્રેન જીતશે. ત્યારે જ તેના પર ઓટોમેટિક વેપનથી ગોળીઓ વરસવા લાગે છે.
બીબીસીએ એમ પણ કહ્યું છે કે વીડિયોમાં એક રશિયન સૈનિકનો અવાજ છે. તે કહે છે - લો મરો, હજુ સુધી ન તો મૃત્યુ પામેલા યુક્રેનિયન સૈનિકની અને ન તો તેને મારનાર રશિયન સૈનિકની ઓળખ થઈ છે.
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા તપાસની માગ
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ આ મામલાની તપાસ માટે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે માગ કરી છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનમાં રશિયન નરસંહારનો આ બીજો પુરાવો છે. જ્યારે ઝેલેન્સ્કીએ મરનાર સૈનિકને બહાદુર યોદ્ધા ગણાવ્યો હતો. તેમણે યુક્રેનના લોકોને તેમના છેલ્લા શબ્દો હંમેશાં યાદ રાખવાની અપીલ કરી છે.
યુક્રેન પહેલાં પણ રશિયા પર વોર ક્રાઇમનો આરોપ લગાવી ચૂક્યું છે
યુક્રેન અગાઉ રશિયન સૈનિકો પર યુક્રેનિયનોને ટોર્ચર, બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ લગાવી ચૂક્યું છે. ગયા વર્ષે જુલાઈમાં એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં યુક્રેનિયન સૈનિકોને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે.
વોર ક્રાઇમ શું છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.