• Gujarati News
  • International
  • Today's Discussion Will Be On Climate Change And The Environment; From Here The Prime Minister Will Depart For Glasgow

G20 સમિટના બીજા સેશનમાં ભાગ લેશે PM મોદી:આજે જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ પર થશે ચર્ચા; અહીંથી ગ્લાસગો માટે રવાના થશે વડાપ્રધાન

3 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે G20 સમિટના બીજા સેશનમાં શામિલ થશે. આ સેશન જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ વિષય પર આધારિત હશે. આ સમિટની સાથે જ પીએમ મોદીનો બે દિવસીય રોમનો પ્રવાસ પૂરો થશે. અહીંથી તે બ્રિટનના ગ્લાસગો માટે રવાના થશે. અહીંયા આજે, 31 ઓક્ટોબરથી જળવાયુ પરિવર્તનના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રની 26મી રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેનશનની 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ શરુ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટના પ્રથમ સેશનમાં ભાગ લીધો હતો.મિટીંગમાં ઈરાન ન્યુક્લિયર ડીલ પર પણ ચર્ચા થઇ. G20 સમિટના દેશોના નેતાઓએ આ બેઠકમાં નક્કી કર્યું કે ગ્લોબલ ટેમ્પરેચરને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું કરવાની કોશિશ કરવામાં આવશે. મિટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, જર્મન ચાન્સેલર એન્જલા મર્કેલ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મૈક્રો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સહિતના અનેક ગ્લોબલ લીડર્સ ઉપસ્થિત હતા.

ભારતમાં કોવિડ-19 વેક્સીન ડોઝ વધારવા વચન આપ્યું
વડાપધાન મોદીએ G20 દેશોના લીડર્સને વચન આપ્યું છે કે ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોવિડ-19ની વેક્સિનના 5 અરબ ડોઝ બનાવશે. વેક્સિનઆ આ ડોઝ માત્ર ભારતીયો માટે જ નહીં પણ સમગ્ર વિશ્વને આપવામાં આવશે. આ દરમિયાન વિશ્વના નેતાઓએ ગરીબ દેશો માટે વેક્સિન પ્રોડક્શન વધારવા સહમતી દર્શાવી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ચર્ચા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ચર્ચા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જો કે PM મોદીએ G20 દેશો પાસે ભારતીય કોવિડ-19 વેક્સિન કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે WHO પાસેથી મંજૂરી અપાવા મદદ માંગી હતી. આ વેક્સિનનું નિર્માણ ભારતીય કંપની ભારત બાયોટેકે કર્યું છે. મોદીએ કહ્યું કે, WHO પાસેથી મંજૂરી મળે તો નવી દિલ્હીને 5 અરબ વેક્સિન બનાવાનો ટાર્ગેટ મેળવવામાં આસાની રહેશે.

150 દેશોને મેડિકલ સપ્લાય કરી
PM મોદીની સાથે હાજર રહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ G20 દેશોના લીડર્સને ભારતની મેડિકલ સપ્લાયથી વાકેફ કર્યા. પીએમએ જણાવ્યું કે, કોવિડની મહામારીની શરૂઆત પછી ભારત 150 દેશોને મેડિકલ સપ્લાય આપી ચૂક્યું છે. શૃંગલાએ એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભારતમાં 100 કરોડ લોકોને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યાની માહિતી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...