જાપાનમાં ક્વાડ સમિટમાં US, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ કોરોના મહામારી દરમિયાન ભારતના કામ અને વેક્સિનની પ્રશંસા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કોરોના મહામારીમાંથી બહાર આવવાને લઈને PM મોદીના કામની પ્રશંસા કરી. બાઈડને મહામારીથી બહાર આવવામાં ચીન અને ભારતની સરખામણી કરતા ચીનને નિષ્ફળ હોવાનો કરાર આપ્યો છે. તેમણે કહ્યું કે વધુ વસ્તી હોવા છતાં ભારતે કોરોના પર લોકશાહીની પ્રણાલીથી કાબુ મેળવ્યો છે.
જાપાનના PM કિશિદાએ ભારતની પ્રશંસા કરતા કહ્યું કે ક્વાડ વેક્સિન ઈનિશિએટિવ અંતર્ગત ભારતમાં બનેલી વેક્સિનને તાજેતરમાં જ થાઈલેન્ડ અને કંબોડિયા મોકલવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બનીજે કહ્યું કે ભારતના વેક્સિન સપ્લાઈથી ઘણા દેશોને ફાયદો થયો છે.
PMએ કહ્યું- ભારત-અમેરિકા વચ્ચે ભરોસાની પાર્ટનરશીપ
જાપાનમાં ક્વાડ સમિટિ પછી PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને દ્વિપક્ષીય બેઠક કરી છે. આ દરમિયાન બાઈડને કોરોનાના સમય દરમિયાન ભારતના કામોની પ્રશંસા કરી. બીજી તરફ PM મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાની પાર્ટનરશીપ ખરેખર વિશ્વાસની પાર્ટનરશીપ છે. આપણા એક સરખા હિતોએ બંને દેશોની વચ્ચેના વિશ્વાસના આ બંધનને મજબુત કર્યું છે.
આ પહેલા સમિટમાં બાઈડને કોરોના મહામારીમાંથી બહાર આવવાને લઈને PM મોદીએ કરેલા કામની પ્રશંસા કરી હતી. બાઈડને મહામારીમાંથી બહાર આવવાને લઈને ચીન અને ભારત કરેલા કાર્યોની સરખામણી કરી હતી અને તેમાં ચીનને આ મામલે નિષ્ફળ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં વસ્તી હોવા છતાં ભારતે કોરોના પર લોકશાહીની રીતે કાબુ મેળવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે ઈન્ડિયા-USA ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટથી રોકાણના ક્ષેત્રમાં વધારો જોવા મળશે. બાઈડને કહ્યું કે બંને દેશ ભેગા થઈને ઘણું બધુ કરી શકે છે અને હજી પણ કરશે. હું અમેરિકા-ભારતની પાર્ટનરશીપને હજી પણ વધુ મજબુત બનાવવા માટે કમિટેડ છું.
PM મોદીએ કહ્યું- હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા પ્રાથમિકતા
ક્વાડ સમિટમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ક્વાડની સફળતાની પાછળ સહયોગી દેશોની નિષ્ઠા છે. કોરોનાના સમયે આપણે બધાએ સપ્લાઈ ચેન દ્વારા તેમાંથી બહાર આવવાનો શક્ય તેટલો પ્રયત્ન કર્યો. વડાપ્રધાને વધુમાં કહ્યું કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં આપણા બધાની પહેલી પ્રાથમિકતા સુરક્ષા છે. ક્વાડે ખૂબ જ ઓછા સમયમાં એક સારી ઓળખ બનાવી છે.
તેમણે વધુમાં કહ્યું હતં કે ક્વાડનો વ્યાપ વધી ગયો છે અને સ્વરૂપ પ્રભાવી થઈ ગયું છે. આપણો પરસ્પર વિશ્વાસ, દૃઢ સંકલ્પ, લોકાશાહીની શક્તિઓને નવી ઊર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન સતત પડકાર સર્જી રહ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે રશિયા જંગ સમાપ્ત કરવાના મૂડમાં નથી.
આ પહેલાં સોમવારે પીએમ મોદીએ ટોક્યોમાં જાપાનની બિઝનેસ લીડર્સની ગોલમેજ સમિટમાં ભાગ લીધો હતો. એમાં 30થી વધુ જાપાનની કંપનીઓના મોટા અધિકારીઓ અને CEOsની સાથે વાત કરી. સોમવારના કાર્યક્રમમાં મોદીએ બિઝનેસ લીડર્સને ભારતના વેપારમાં થયેલા સુધારા અંગે જણાવ્યું અને તેમણે મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ માટે આમંત્રિત કર્યા. મોદી ટોક્યોમાં પોતાના પહેલા દિવસે ઈન્ડો-પેસેફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ઈવેન્ટમાં પણ સામેલ થયા હતા.
અમેરિકામાં ગ્રેજ્યુએશન માટે ક્વોડ ફેલોશિપની શરૂઆત
ઓટોમોબાઈલ સેક્ટરની હસ્તીઓ સાથે મુલાકાત કરી
PM મોદીએ જાપાનની મુલાકાત દરમિયાન ઓટોમાબાઈલની જાણીતી સુઝુકી કોર્પોરેશનના એડવાઈઝર ઓસામુ સુઝુકી સાથે મુલાકાત કરી. એ પછી સોફ્ટબેન્ક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોન સાથે મુલાકાત કરી. બંનેએ ભારતમાં રોકાણ, EVsનું મેન્યુફેકચરિંગના મુદ્દાઓની ચર્ચા કરી.
જાપાનના બિઝનેસ લીડર્સ અને CEOsની સાથે પણ મુલાકાત
PM મોદીના 24 મેના અન્ય કાર્યક્રમ
ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખશે
ટોક્યોમાં ભારત અને જાપાનના વડાપ્રધાન વેપાર અને રોકાણ, સ્વચ્છ ઊર્જા, પૂર્વોતરમાં સહયોગ, દેશોની વચ્ચે સંબંધો, ડિજિટલ પાર્ટનરશિપ અને આમ મુદ્દાઓ પર ચર્ચાઓ કરશે. આ મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય આર્થિક સહયોગ તરફ ક્ષેત્રીય અને વૈશ્વિક મહત્ત્વના સંબંધોને વધુ મજબૂત કરવા વિશે પોતાની ચર્ચા ચાલુ રાખશે.
દેશના વિકાસ પર ચર્ચા કરશે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની સાથે દ્વિપક્ષીય બેઠકમાં, બંને નેતા ભારત-ઓસ્ટ્રેલિયાની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સમીક્ષા કરશે અને બંને દેશના ફાયદા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક વિકાસ પર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.