તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Trump Will Be Able To Attend Public Events From Saturday, His Personal Doctor Gave The Green Light For Him

ફરી કેમ્પેનની તૈયારી:શનિવારથી પબ્લિક ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકશે ટ્રમ્પ, તેમના પર્સનલ ડોક્ટરે એના માટે લીલી ઝંડી આપી

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડોક્ટર સીન કોનલેએ કહ્યું- રાષ્ટ્રપતિની સારવાર પૂરી થઈ ગઈ છે
  • હજી એ નક્કી નથી કે ટ્રમ્પ અને બાઇડેનની વચ્ચે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ કઈ રીતે થશે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડોક્ટર સીન કોનલેએ ગુરુવારે રાતે કહ્યું હતું કે ટ્રમ્પ શનિવારથી સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. બીજા શબ્દોમાં કહીએ તો ટ્રમ્પ ફરી ચૂંટણીપ્રચાર સાથે સંકળાયેલા કાર્યક્રમો અને બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લઈ શકશે. ડોક્ટર કોનલેના આ નિવેદનથી કેટલાક લોકોને આશ્ચર્ય પણ થયું, કારણ કે તેમણે એ પણ કહ્યું હતું કે ટ્રમ્પે સારવાર પૂરી કરી લીધી છે. ટ્રમ્પે 2 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે જણાવ્યું હતું કે તેઓ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં.

નેગેટિવ ક્યારે થયો
આ મામલામાં સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે ટ્રમ્પ અને તેમના ડોક્ટરે એ વાત તો જણાવી કે તેઓ ક્યારે પોઝિટિવ થયા. જોકે તેઓ એ અંગે સ્પષ્ટતા કરવાથી બચી રહ્યા છે કે ટ્રમ્પનો રિપોર્ટ નેગેટિવ ક્યારે આવ્યો. વ્હાઈટ હાઉસના પ્રેસ-ડિપાર્ટમેન્ટે પણ આ અંગે કંઈ કહ્યું નથી. શુક્રવારે જ રાષ્ટ્રપતિને મેરીલેન્ડના વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અમેરિકાની આર્મીની સૌથી મોટી હોસ્પિટલ છે. સોમવારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. એ પછી ટ્રમ્પ ખૂબ જ એક્ટિવ દેખાઈ રહ્યા છે.

આરોગ્ય પર સવાલ
કેટલાક મીડિયા અહેવાલોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે સારવાર દરમિયાન ટ્રમ્પને ઓક્સિજન આપવો પડતો હતો. તેમનું બ્લડ ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. તેમના ફેફસાંમાં પણ સંક્રમણ હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. જોકે ડોક્ટર કોનલેને જ્યારે ગુરુવારે આ અંગે સવાલ કર્યા તો તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે રાષ્ટ્રપતિની સ્થિતિ સ્થિર છે.

પબ્લિક ઇવેન્ટ્સમાં જવાની મંજૂરી
શનિવારથી રાષ્ટ્રપતિ પબ્લિક ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકશે. એવા સમાચાર છે કે ટ્રમ્પ ગુરુવારે સંક્રમિત થયા હતા. કોનલે કહે છે કે આશા રાખું છું કે શનિવારથી રાષ્ટ્રપતિ લોકોને મળી શકશે અને પબ્લિક ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકશે. સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે સીડીસીનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ જે પોઝિટિવ આવે તેને 10 દિવસ સુધી પોતાને આઇસોલેટમાં રાખવાની હોય છે. જે લોકોમાં સંક્રમણનાં લક્ષણો વધુ હોય છે, તેમને 20 દિવસ સુધી આઇસોલેટ થવાનું કહેવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો