• Gujarati News
  • International
  • To Make The Wedding Memorable, The Couple Climbed The Mountain For Three Days, Got Married At A Height Of 21 Thousand 125 Feet.

આવા લગ્ન ક્યારેય નહીં જોયા હોય:કપલે ત્રણ દિવસ સુધી ટ્રેકિંગ કર્યું, 21 હજાર 125 ફૂટની ઉંચાઈ પર પહોંચીને લગ્ન કર્યા

2 મહિનો પહેલા

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે તેના લગ્ન યાદગાર બનાવે, પરંતુ અમુક જ લોકો હોય છે જે તેમના સપનાને હકિકતમાં ફેરવી શકે છે. તેમાંથી જ એક છે પશ્ચિમી બોલીવિયાના જોની પાચેકો અને હેદી પાકો. આ કપલે કોર્ડિલેવા રિયલમાં સૌથી ઉંચા પર્વત ઈલિમની પર લગ્ન કર્યા છે.

ટ્રેકિંગ કરતાં જોની પાચેકો અને હેદી
ટ્રેકિંગ કરતાં જોની પાચેકો અને હેદી

21 હજાર ફૂટની ઉંચાઈ પર લગ્ન
જોની પાચેકો અને હેદી પાકોએ દરિયાઈ સપાટીથી કુલ 21 હજાર 125 ફૂટની ઉંચાઈ પર પહોંચીને લગ્ન કર્યા છે. તે સાથે જ તેમણે તેમના જીવનના આ ખાસ પ્રસંગને યાદગાર બનાવ્યો છે. લગ્ન દરમિયાન કપલે ખાસ પરિસ્થિતિઓમાં ઠંડીથી બચવા માટે પર્વતારોહણ હેલમેટ અને પગમાં સ્ટીલની સ્પાઈક્સ પહેરી હતી.

લગ્ન પછી એકબીજાને કિસ કરતાં જોની પાચેકો અને હેદી
લગ્ન પછી એકબીજાને કિસ કરતાં જોની પાચેકો અને હેદી

ત્રણ દિવસમાં ટ્રેકિંગ પૂરુ કર્યું
દુલ્હા-દુલ્હન અને જાનૈયાઓને બોલીવિયાના પાટનગર લા પાજથી ઈલિમની પર્વતના શિખર પર પહોંચવામાં ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. આ યોજનાને સફળ બનાવવામાં ઘણી તૈયારી કરવી પડી હતી. સજાવટ, ભોજન અને લગ્નનો સામાન પહાડની ટોચ પર પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બેકપેકમાં 20 કિલો વધારાનો સામાન ભરવામાં આવ્યો હતો.

21 હજાર ફૂટની ઉંચાઈ પર કપલ
21 હજાર ફૂટની ઉંચાઈ પર કપલ

વાતાવરણે આપ્યો સાથ
આ કપલને પ્રકૃતિનો સાથ પણ મળ્યો હતો. હવામાન અનુકૂળ રહ્યું. ત્રણ દિવસ તડકો નીકળ્યો હતો, તેના કારણે લગ્નમાં આવેલા લોકોને કોઈ વધારે કાસ તકલીફ ના પડી. જોકે દુલ્હા-દુલ્હન સહિત જાનૈયાઓએ પણ એડ્વાન્સની દરેક તૈયારીઓ કરી લીધી હતી.

જાનૈયાઓની સાથે નવપરણિત કપલ
જાનૈયાઓની સાથે નવપરણિત કપલ
અન્ય સમાચારો પણ છે...