• Gujarati News
  • International
  • Quebec Court Refuses To Intervene Over Student Visa To Complete Education; The Future Of Many Indian Students Was In Jeopardy

કેનેડામાં એડમિશન ફ્રોડ:વિઝા મુદ્દે ક્યુબેકની કોર્ટે દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરતાં 500 ભારતીય વિદ્યાર્થીનું ભવિષ્ય સંકટમાં; રૂપિયા 45 કરોડની ફી કેનેડામાં ફસાઈ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતીકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતીકાત્મક તસવીર)
  • ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં કરોડો રૂપિયા ફસાયા
  • રિસ્ટ્રક્ચરિંગના નામે ત્રણ ઈન્સ્ટિટ્યૂટ બંધ કરી દીધી અને કોર્ટે પણ હાથ અધ્ધર કર્યા

કેનેડાની ક્યુબેકની સુપિરિયર કોર્ટે ફેડરલ અને પ્રાદેશિક ઇમિગ્રેશન બાબતના અધિકારીઓએ અભ્યાસ માટે મંજૂરી માટે અગાઉ કરવામાં આવેલા ઇનકાર અંગે પુનર્વિચાર કરવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરતાં 500 ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ સર્જાયું છે. ભારતમાં રહેતા એવા વિદ્યાર્થીઓ કે જેઓ કેનેડા જઈ ઉચ્ચ શિક્ષણ મેળવી કારકિર્દી ઘડવાનું સપનુ ધરાવે છે તેમના માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. વિદ્યાર્થીઓએ કેનેડામાં વિઝા, શૈક્ષણિક સંસ્થાની માન્યતા, ફીની ચુકવણી સહિતની અનેક બાબતોની ઝીણવટભરી તપાસ કરી લેવી ખૂબ જ જરૂરી છે.

ન્યૂ કેનેડિયન મીડિયા ટોરન્ટો સ્ટારનો અહેવાલ પ્રકાશિત થયો છે,જેમાં જાણવા મળ્યું છે કે કેનેડાની શૈક્ષણિક સંસ્થામાં 500 ભારતીય વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દી સંકટમાં આવી ગઈ છે અને તેમની કરોડો રૂપિયાની ફી પણ કેનેડામાં ફસાઈ ગઈ છે.

ભારતીય વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ
એવા ભારતીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા માટેની અરજીઓ કેનેડાની સરકાર દ્વારા નકારવામાં આવી છે કે જેઓ અગાઉથી જ ક્યુબેકની સ્ટડી પરમિટ ધરાવે છે. આ તમામ ભારતીય વિદ્યાર્થી ખાનગી કોલેજોમાં રજીસ્ટર્ડ છે ત્યારે ક્યુબેક એડમિશનને લગતું જે ફ્રોડ થયું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડામાં આવતા પહેલા તેમની પ્રથમ વર્ષની ટ્યુશન ફીની આગોતરી-ચુકવણી કરવી જરૂરી હતી અને કોલેજોને ક્રેડિટર પ્રોટેક્શનની માગણી કર્યાં બાદ આશરે 15,000 ડોલરની દરેક વિદ્યાર્થી દ્વારા ચુકવણી કરવામાં આવી હતી.

રિસ્ટ્રક્ચરિંગના નામે ત્રણ ઈન્સ્ટિટ્યૂટ બંધ દીધી અને કોર્ટે હાથ અધ્ધર કરી દીધા
રાઇઝિંગ ફોનિક્સ ઇન્ટરનેશનલની વડપણ હેઠળ માસ્ટાનાટુઓની માલિકીની ત્રણ સંસ્થાએ જાન્યુઆરીમાં ક્રેડિટર પ્રોટેક્શન માટે અરજી કરી હતી. આ સંજોગોમાં મોન્ટ્રીયલમાં એમ કોલેજ, શેરબ્રુકમાં CDE કોલેજ અને લોંગ્યુઇલની CCSQ કોલેજે RSIની પુનઃરચના (રિસ્ટ્રક્ચરિંગ)માટેના તેમના દરવાજા બંધ થઈ ગયા છે અને હવે કોર્ટે પણ આ મુદ્દે હાથ અધ્ધર કરી દીધા છે.

ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં કરોડો રૂપિયા ફસાયા
આ સંજોગોમાં અંદાજે 500 વિદ્યાર્થી અત્યારે ભારતમાં રહે છે અને દરેક વિદ્યાર્થીએ એક વર્ષની 15,000 ડોલર લેખે તેમની ટ્યુશન ફી ચૂકવી દીધી છે અને તેમ છતા કેનેડામાં અભ્યાસ કરવા માટે વિઝા નકારવામાં આવ્યા છે. શરૂઆતમાં 2,000 કરતાં વધારે વિદ્યાર્થીઓને અસર થઈ હતી, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓને ઈમિગ્રેશન રેફ્યુજી અને સિટીઝનશિપ કેનેડા દ્વારા તેમની રેસિડન્સી પરમિટમાં એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અલબત 500 વિદ્યાર્થીઓના આશરે 7,50,000 કેનેડીયન ડોલર એટલે કે રૂપિયા 45 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે.

કોર્ટે કહ્યું-કોને વિઝા આપવા કે ન આપવા એ આદેશ કરવાનો અમને અધિકાર નથી
ક્રેડિટર પ્રોટેક્શન પ્રોસેસમાં બાકી રહેલા વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવા મેકકેથી ટેટ્રૌલ્ટ LLPની લો ફર્મની નિમણૂંક કરવામાં આવી હતી. આ ફર્મના પાર્ટનર એલેન ટાર્ડિફે ન્યૂ કેનેડિયન મીડિયા કહ્યું હતું કે જે વિદ્યાર્થી કેનેડા આવવાના નથી તેમને ફી રિફંડ મેળવે તે તેમની પ્રાથમિકતા હતી. પરંતુ અમને એ વાતને લઈ નિરાશ થયા છીએ કે ક્યુબેક સુપિરિયર કોર્ટે આ કેસને ફગાવી દીધો છે.​​​​​​

કેસને ફગાવી દેતા ક્યુબેકની સુપિરિયર કોર્ટે કહ્યું હતું કે તેની પાસે ફેડરલ ઇમિગ્રેશન પ્રધાનને સ્ટુડન્ટ વિઝા લંબાવવા આદેશ કરવાનો કોઈ અધિકાર ધરાવતા નથી કારણ કે આ વિશેષાધિકાર ફક્ત કેનેડાની ફેડરલ કોર્ટ પાસે સુરક્ષિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિતાના સેસ્ટાર ઇન્ટરનેશનલ એજ્યુકેશન ગ્રૂપે મસ્ટાનાટુ ફેમિલિ દ્વારા સંચાલિત ત્રણ ક્યુબેક કોલેજ ખરીદવાની ઓફર કરી હતી. સેસ્ટારે તે સમયે જણાવ્યું હતું કે તે એવા રજિસ્ટર્ડ વિદેશી વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાંથી સ્નાતક થવાની મંજૂરી આપશે કે જેમણે ટ્યુશન ફી ચૂકવેલી છે.

રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ પર દેખરેખ રાખતી એકાઉન્ટિંગ ફર્મ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે 2,000થી વધુ વિદ્યાર્થીઓને શરૂઆતમાં અસર થઈ હતી અને આ પૈકી મોટાભાગના વિદ્યાર્થી ભારતના હતા. કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અભ્યાસ પરમિટનો ઇનકાર કરવામાં આવતા હવે ઓછામાં ઓછા 500 વિદ્યાર્થી એવા છે કે જેઓ અત્યારે ભારતમાં છે અને તેમના આગળના એડ્યુકેશનને લઈ ભાવિષ્ય અંધકારમય બન્યુ છે અને કરોડો રૂપિયાની ફી કેનેડાની શૈક્ષણિક સંસ્થામાં ફસાઈ ગઈ છે.