તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારીએ અંકે લોકોને પોતાના પરિવાર સાથે કેટલોક સમય વિતાવવાનો અવસર આપ્યો. જ્યારે કેટલાક એવા પણ છે, જે આ સમયનો ઉપયોગ સ્વયં પોતાની જાતને શોધવામાં કારી રહ્યા છે. જો કે, દરેકને ઘરે રહેવું સારું પણ નથી લાગતું. જ્યારે કેટલા લોકો એકલા રહેવા માટે મજબૂર છે, જે પોતાના જ ઘરમાં પોતાના માટે થોડી અલગ જગ્યા ઈચ્છે છે, જ્યાં તેમણે શાંતિ અને આરામ મળી શકે. એક વ્યક્તિ એવી છે જે પોતાના ઘરના લોકોની સાથે વધુ સમય પસાર કરવાથી કંટાળી ગયો છે અને આ કારણે તે વ્યક્તિએ પોતાને પોલીસના હવાલે કર્યો છે.
જે વ્યક્તિની હજી સુધી ઓળખ કરવામાં આવી નથી, તેણે બુધવારે બેરગેસ હિલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને પોતાને પોલીસના હવાલે કર્યો છે કારણ કે તેને લાગ્યું કે ઘરે રહેવા કરતાં તે જેલમાં સારી રીતે રહી શકશે. તે ઈચ્છે છે કે તેને શાંતિ મળે.
સસેક્સ નેબરહુડ ઈન્સ્પેકટર ડેરેન ટેલરે જણાવ્યુ હતું કે, તે વ્યક્તિ જેલમાં પરત જવા માંગતો હતો અને તેણે બુધવારે સાંજે લગભગ 5 વાગે પોતાની જાતને સ્વયં પોલીસના હવાલે કરી હતી. ઈન્સ્પેકટર ટેલરે અસમાન્ય ઘટના બાબતે ટ્વીટ કરતાં જણાવ્યુ હતું કે "શાંતિ અને શાંતા! વોન્ટેડ પુરુષે પોતાને પોલીસના હવાલે કર્યો છે, તેણે જણાવ્યુ હતું કે તે ફરીથી જેલમાં પરત જવા માંગે છે, કારણ કે તે કેટલોક સમય પોતે એકલા રહેવા માંગે છે."
Peace and quiet! Wanted male handed himself in to the team yesterday afternoon after informing us he would rather go back to prison then have to spend more time with the people he was living with! One in custody and heading back to prison to serve some further time on his own pic.twitter.com/zCwLo0fgDQ
— Inspector Darren Taylor (@InspectorDarren) February 18, 2021
આ અજીબોગરીબ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી હતી. કેટલાક લોકો પોતાની જાતને સ્વયં પોલીસના શરણે કરનાર વ્યક્તિ સાથે હતા, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે, તેના પરિવાર માટે આ ઘટના કેટલી દુ:ખદ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.