સુંદર સ્થળ:પ્રવાસીઓને રસપ્રદ અનુભવ કરાવતા ‘ટાઈમ’ 50 સ્થળમાં અમદાવાદ, કેરળથી લઈને ગાલાપાગોસ દ્વીપસમૂહ પણ સામેલ

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાનાં ચાર સ્થળ, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પણ યાદીમાં સમાવાયું

ગુજરાતનું અમદાવાદ શહેર અને દરિયાકિનારાનું રાજ્ય કેરળને હવે ટાઈમ મેગેઝિને પણ દુનિયાનાં ગ્રેટેસ્ટ પ્લેસીસમાં સ્થાન આપ્યું છે. ‘વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસીસ’ નામની આ યાદીમાં એશિયા, અમેરિકા, યુરોપ સહિત તમામ મહાદ્વીપોના પ્રવાસનની દૃષ્ટિએ 50 સ્થળને સામેલ કરાયાં છે. ટાઈમે અમદાવાદ વિશે કહ્યું છે કે અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની સાથે આધુનિકતાનો સંગમ છે, જેના કારણે તેને સાંસ્કૃતિક પ્રવાસનનું મક્કા ગણી શકાય.

અહીં 36 એકરમાં ફેલાયેલો ગાંધી આશ્રમ, નવરાત્રિના રૂપમાં નવ દિવસ ચાલતો દુનિયાનો સૌથી લાંબો ડાન્સ ફેસ્ટિવલ પણ છે. આ ઉપરાંત અહીં સાયન્સ સિટી છે, જ્યાં લોકોને સ્થાનિક વનસ્પતિઓ અને પશુ-પંખીઓ વિશે માહિતી આપવા 20 એકરમાં ફેલાયેલો નેચર પાર્ક છે. અહીંના એક્વેરિયમમાં દુનિયાભરનાં જળચરોને દર્શાવાયાં છે. આ યાદીમાં ટાઈમે અમેરિકાના ઉટાહ, યુએઈ, ચિલીના રહસ્યમય દ્વીપ સ્મારક રાપા નુઈથી લઈને દક્ષિણ કોરિયાના સિયોલ સુધીનાં સ્થળો વિશે વાત કરી છે. આ યાદી અંગે ટાઈમે કહ્યું છે કે, પ્રવાસીઓએ આ પૈકીના ઓછામાં ઓછા એક સ્થળે જરૂર જવું જોઈએ. આ યાદી ટૂંકમાં જોઈએ.

એશિયાઃ કેરળ, અમદાવાદ, ગ્રેટ બેરિયર રીફ, સિયોલ, ક્વિન્સટાઉન, ઐતિહાસિક સિલ્ક રોડ સાઈટ્સ, ટ્રાન્સ ભુતાન ટ્રેલ, બાલી, ક્યુશુ દ્વીપ, બોરાકે, સેતોચી દ્વીપ સમૂહ, ફ્રેમેન્ટલ.

ઉ.અમેરિકાઃ પાર્ક સિટી (ઉટાહ), ડેટ્રોઇટ મિયામી, સેન ફ્રાન્સિસ્કો, જમૈકા, ટોરન્ટો, રિવિએરા નેયારિટ, પોર્ટલેન્ડ, ટોફિનો.

દ.અમેરિકાઃ ગાલાપાગોસ દ્વીપ સમૂહ, સાઓ પાઉલો, રાપા નુઈ, સાલ્ટા, ધ ચેલ્ટન, બગોટા.

યુરોપઃ ડોલની મોરવા, વેલેન્શિયા ડેવોન, પોટ્રી, મદિયરા, એલેન્ટેજો, કૌનાસ, કાલાબ્રિયા સ્કેલેફ્ટિયા, કોપનહેગન, માર્સિલે, થોસેલોનિકી, ઈસ્તંબુલ, ઝલુલિસાટ.

અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી, તો કેરળ અત્યંત સુંદર
કેરળ ભારતના દક્ષિણ પશ્ચિમ તટે આવેલું અત્યંત સુંદર રાજ્ય છે. એટલે જ તેને ઈશ્વરનો દેશ પણ કહેવાય છે. કેરળના વેગામોનમાં અહીંનો પહેલો કેરેવન પાર્ક ‘કેરેવન મિડોઝ ’ પણ ખૂલી રહ્યો છે, જે શાંતિથી સમય પસાર કરવા ડિઝાઈન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...