• Gujarati News
  • International
  • Three Indians Also Selected As Time's Innovative Teachers; These Teachers Teach How To Make Life Meaningful With Education

ટાઇમમાંથી:‘ટાઇમ’ના ઇનોવેટિવ ટીચર્સમાં ત્રણ ભારતીયની પણ પસંદગી; આ ટીચર્સ શિક્ષણ સાથે જીવન સાર્થક બનાવતા શીખવે છે

ન્યૂયોર્ક19 દિવસ પહેલા
  • કૉપી લિંક
‘ટાઇમ’ના ઇનોવેટિવ ટીચર્સમાં પસંદગી પામનારા ભારતીય બે શિક્ષિકા - Divya Bhaskar
‘ટાઇમ’ના ઇનોવેટિવ ટીચર્સમાં પસંદગી પામનારા ભારતીય બે શિક્ષિકા

‘ટાઇમ’ મેગેઝિને અમેરિકામાં 2022ના 10 ઇનોવેટિવ ટીચર્સની યાદી બહાર પાડી છે, જેમાંથી ત્રણ ભારતીય મૂળના પણ છે. તે બધા શિક્ષણના ક્ષેત્રમાં ઇનોવેટિવ પદ્ધતિથી શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહ્યા છે. જાણો, તેમની કહાની તેમના જ શબ્દોમાં...

નીલમ (બર્કલે)
નીલમ (બર્કલે)

વિદ્યાર્થીઓએ ‘પોકેટ ફોરેસ્ટ’થી ક્લાઇમેટ ચેન્જ ધીમું પાડ્યું
‘મને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા મિયાવાકી ફોરેસ્ટ ટેકનિક અંગે મેસેજ મળતા. તે મહત્ત્વનું છે કારણ કે, બે દાયકામાં કેલિફોર્નિયાના અંદાજે 26.5 હેક્ટર જંગલ નષ્ટ થઇ ગયા છે. આ અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને મેં કામ શરૂ કર્યું. દુનિયાભરમાં મિયાવાકી જંગલ ઊભા કરનારા એસયુજીઆઇ પ્રોજેક્ટ તરફથી ફંડ મળ્યું અને વિદ્યાર્થીઓ કામે લાગી ગયા. મિયાવાકી સામાન્ય જંગલ કરતાં ઝડપથી વધે છે અને વધુ કાર્બન શોષે છે. અમે વિદ્યાર્થીઓની ગ્રીન ટીમ બનાવી છે અને અહીં ક્લાસની શરૂઆત પણ બ્રીધિંગ એક્સરસાઇઝથી થાય છે.’ - નીલમ (બર્કલે)

રચના (એરિઝોના)
રચના (એરિઝોના)

રિસર્ચ માટે ફંડ કેવી રીતે એકઠું કર્યું તે વિદ્યાર્થીઓને જણાવ્યું
‘આસામ (ભારત)માં સ્કૂલમાંં ભણતી વખતે હું ખૂબ સવાલો કરતી. હવે હું ટીચર છું એટલે આ જ રીતે બાળકોની જિજ્ઞાસા સંતોષું છું. ચેન્ડલર પ્રેપ હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે 2018માં જોડાઇ. તેમની સાથે દુનિયાની સમસ્યાઓ તથા ઉકેલ પર કામ શરૂ કર્યું. અહીં વિદ્યાર્થીઓ સોલ્યુશન્સ પર બ્રેઇન સ્ટોર્મિંગ, પેટન્ટ અંગે રિસર્ચ અને પ્રોટોટાઇપ માટે મદદ લેતા શીખ્યા છે. તેમણે ડેડ ઝોનમાં વાઇ-ફાઇ સિગ્નલ વધારતું ડિવાઇસ અને હીટ સ્ટ્રેસ માપતી ટોપી પણ બનાવી છે. વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તેઓ રોકાણકારો સમક્ષ પ્રોટોટાઇપ રજૂ કરશે.’ - રચના (એરિઝોના)

આકાશ (ડલાસ)
આકાશ (ડલાસ)

150 દેશના વિદ્યાર્થીને વીડિયો કૉલિંગથી ટીચર્સ સાથે જોડ્યા
હું એવો ટીચર છું કે જે 150 દેશના વિદ્યાર્થીને પ્લેનમાં બેસાડ્યા વિના ટીચર્સની નજીક લાવ્યો. 60 દેશમાં ફરી ચૂક્યો છું, ઘણી ભાષા જાણું છું એટલે આ કરી શક્યો. હું એકથી વધુ ભાષા બોલતા 1,200 લોકોના નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓને વીડિયો કૉલથી કનેક્ટ કરું છું. હું ભારતમાં જન્મ્યો. અમેરિકામાં ન્યુક્લિયર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી. 2018માં વિમાન દુર્ઘટનામાં જોડકા ભાઇ આનંદનું અવસાન થયું, જેની યાદમાં હેપી વર્લ્ડ ફાઉન્ડેશન બનાવ્યું, જે 50 અમેરિકન રાજ્યના ટીચર્સને દુનિયાભરના વિદ્યાર્થીઓ સાથે ફ્રીમાં જોડાવા સક્ષમ બનાવે છે. - આકાશ (ડલાસ)

અન્ય સમાચારો પણ છે...