• Home
  • International
  • Thousands peoples reached to Disney Park during Corona pandemic, decision to open park criticized on social media

ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી / કોરોનાના ભયાનક ચેપ વચ્ચે હજારો લોકો ડિઝની પાર્ક પહોંચ્યા, પાર્ક ખોલવાના નિર્ણયની સોશિયલ મીડિયા પર ટીકા

ઓર્લેન્ડોના ડિઝની વર્લ્ડમાં ફરી રહેલા લોકો.
X

  • કંપનીને જૂનમાં સમાપ્ત ત્રિમાસિકમાં રૂ.7500 કરોડના નુકસાનનો અંદાજ

બ્રૂક્સ બાર્ન્સ

Jul 15, 2020, 08:48 PM IST

વોશિંગ્ટન. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ભયાનક વાઈરસ સંક્રમણ વચ્ચે હજારો લોકો શનિવારે ખુલ્લા મુકાયેલા ડિઝની વર્લ્ડમાં પહોંચ્યા હતા. ઓરલેન્ડોની નજીક આવેલા વિશાળ રિસોર્ટના ચારમાંથી બે મુખ્ય પાર્ક- મેજિક કિંગડમ અને એનિમલ કિંગડમ જ ખુલ્લા મુકાયા છે. અહીં તાપમાનની તપાસ પછી પ્રવેશ અપાયો હતો. સુરક્ષા માટે પાર્કમાં કેટલાક વિભાગ બંધ રખાયા છે. ડિઝનીના હોલિવૂડ સ્ટૂડિયો બુધવારથી ખુલશે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પાર્ક ખોલવાની ટીકા થઈ રહી છે.

ફ્લોરિડામાં શનિવારે 10,360 નવા દર્દી મળ્યા છે. કોરોનાનો ચેપ ફેલાયા પછી આ ત્રીજી મોટી સંખ્યા છે. ડિઝનીએ અત્યંત ખતરનાક સમયમાં પાર્ક ખોલવાનું જોખમ ઉઠાવ્યું છે. મોટાભાગના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. ડિઝનીના દરેક કર્મચારીએ મસ્ક અને ફેસ શીલ્ડ પહેર્યા હતા. ડિઝનીએ જણાવ્યું નથી કે કેટલા લોકો આવ્યા હતા. લોકોને રાઈડ માટે પાંચ મિનિટથી વધુ રાહ જોવી પડી ન હતી. 

આ દુનિયામાં ડિઝનીનો સૌથી વધુ વ્યસ્ત રહેતો પાર્ક છે. અહીં ગયા વર્ષે બે કરોડ 10 લાખ લોકો આવ્યા હતા. દર્શકોની સંખ્યા મર્યાદિત રાખવા માટે ઓનલાઈન ટિકિટ વેચાઈ  હતી. ડિઝનીએ 24 જુનના રોજ ટિકિટ માટે સાઈટ ખોલી હતી. જુલાઈ મહિનાની કેટલાક દિસની ટિકિટો વેચાઈ ગઈ છે. કંપનીએ ચાર હજાર હેન્ડ સેનિટાઈઝિંગ સ્ટેશન બનાવ્યા છે. રેસ્ટોરન્ટમાં મોબાઈલ ફોનથી ઓર્ડરની સુવિધા છે. ડિઝની થીમ પાર્કના ચેરમેન જોશ અમારોએ કહ્યું કે, લોકો ડિઝની પર વિશ્વાસ મુકે છે. 

લોકોએ ટ્વિટર પર પાર્ક ખોલવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. લોકોએ બેજવાબદાર, નિરાશાજનક જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. કોરોનના લીધે ડિઝનીને ભારે નુકસાન થયું છે. 2019માં તેણે પોતાના 14 થીમ પાર્કમાં વિક્રમી નફો રળ્યો હતો. અત્યારે પણ અનેક પાર્ક બંધ છે. વિશ્લેષકોનું અનુમાન છે કે, ડિઝનીને જુનમાં સમાપ્ત ત્રિમાસિકમાં રૂ. 7500 કરોડનું નુકસાન થઈ શકે છે. તેણે લગભગ રૂ.98 હજાર કરોડની નવી લોન લીધી છે. લગભગ એક લાખ કર્મચારીઓને 80% વેતન સાથે રજા પર મોકલી દેવાય છે અને અધિકારીઓનો પગાર કાપી નખાયો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી