તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Thousands Of Pakistanis Rallied Against The Shia Community At The Instigation Of A Terrorist Organization, Calling Them Anti Islamic And Threatening To Kill Them.

પાકિસ્તાનમાં શિયા-સુન્ની વચ્ચે અથડામણ:આતંકી સંગઠનની ઉશ્કેરણીથી હજારો પાકિસ્તાનીઓએ શિયા સમુદાય વિરુદ્ધ રેલી કાઢી તેમને ઈસ્લામવિરોધી ગણાવ્યા અને મારી નાખવાની ધમકી આપી

કરાચી8 દિવસ પહેલા
  • મોહરમ પર આશૂરા જુલૂસ દરમિયાન શિયા ધર્મ ગુરુ પર ઈસ્લામ વિરુદ્ધ બોલવાનો આરોપ
  • અહીં 5 વર્ષમાં સેંકડો શિયા મુસલમાનોની હત્યા થઈ ચૂકી છે, ઘણા હાલ પણ ગુમ

પાકિસ્તાનમાં આતંકી સંગઠન સિપાહ-એ-સહાબા પાકિસ્તાને શિયા મુસલમાનો વિરુદ્ધ સુન્ની સમુદાયના લોકોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે એની અસર કરાચીના રસ્તાઓ પર જોવા મળી. અહીં હજારોની સંખ્યામાં લોકો SSPની ઉશ્કેરણી હેઠળ વિરોધ- દેખાવો કરવા માટે પહોંચ્યા હતા. ભીડે ‘શિયા નાસ્તિક છે’ જેવા નારા લગાવ્યા હતા. શિયા મુસલમાનોને જીવથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

સોશિયલ મીડિયા પર પણ શિયા-સુન્નીમાં યુદ્ધ છેડવામાં આવ્યું છે. જોતજોતાંમાં ટ્વિટર પર #ShiaGenocide ટ્રેન્ડ થવા લાગ્યું છે, જેમાંથી એક બાજુ સુન્ની સમુદાયના લોકો શિયાઓ વિરુદ્ધ કોમેન્ટ કરી રહ્યા હતા તો બીજી બાજુ શિયા સમુદાયના લોકોએ ઈસ્લામ અને માણસાઈનું ઉદાહરણ આપી આવા હુમલાઓ બંધ કરવાની માગ કરી હતી. શિયા સમુદાયના એક યુવકે ટ્વીટ કરીને સુન્ની સમુદાયને પૂછ્યું કે તમે ઈસ્લામને શાંતિનો ધર્મ ગણાવો છો અને બીજી બાજુ માણસાઈની હત્યા પણ કરો છો.

ઈસ્લામવિરોધી કોમેન્ટ કરવાનો આરોપ
ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ગત મહિને મોહરમ પર આશૂરા જુલૂસનું ટીવી ચેનલ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે આમાંથી ઘણા શિયા ધર્મ ગુરુઓએ ઈસ્લામ વિરુદ્ધ કોમેન્ટ કરી હતી. પાકિસ્તાનની સોશિયલ એક્ટિવિસ્ટ આફરીને ટ્વીટ કર્યું હતું કે આ પછી ઘણા શિયા મુસ્લિમો પર ધાર્મિક પુસ્તકો વાંચવા અને આશૂરા જુલૂસમાં ભાગ લેવા માટે હુમલો કરવામાં આવ્યો હતો.

5 વર્ષમાં સેંકડો શિયા મુસલમાનોની હત્યા થઈ, ઘણા ગુમ
મીડિયા રિપોર્ટસ પ્રમાણે, પાકિસ્તાનમાં છેલ્લાં 5 વર્ષમાં શિયા મુસલમાનો વિરુદ્ધ હિંસા વધી ગઈ છે. આ દરમિયાન સેંકડોની સંખ્યામાં શિયા મુસલમાનોની હત્યા કરી દેવાઈ હતી. હત્યા કર્યા પછી હત્યારાઓ લોહીથી જ શિયાઓનાં ઘરની બહાર ‘શિયા નાસ્તિક છે’ લખ્યું હતું. આ ઉપરાંત શિયા સમુદાયનાં યુવાન, મહિલાઓ હાલ ગુમ છે.

થોડાંક વર્ષ પહેલાં શિયા સમુદાયના લોકોને મેસેજ દ્વારા પહેલા ધમકી આપવામાં આવતી હતી અને પછી ગ્રેનેડથી હુમલો કરીને તેમની હત્યા કરી દેવામાં આવતી હતી. શિયા મુસલમાનો પર હિંસા કરવાનો આરોપ આતંકી સંગઠન SSP પર જ છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે શિયા વિરુદ્ધ થતી હિંસાને કવર કરનારા પત્રકાર બિલાલ ફારુકીને પોલીસે ઝડપી લીધો છે. યુઝરે લખ્યું હતું કે આ શિયાઓનો નરસંહાર જ છે. અમારી પર અત્યાચાર થઈ રહ્યો છે.

સોશિયલ એક્ટિવિસ્ટ આફરીને તેના માટે પાકિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે લખ્યું હતું કે પાકિસ્તાન સરકાર જાણીજોઈને આવા આતંકી સંગઠનને શિયાઓ વિરુદ્ધ પ્રદર્શન અને હિંસા કરવાની મંજૂરી આપી રહી છે, જેના માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સીધી રીતે જવાબદાર છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો