તમે મોટા ભાગે સ્ટેડિયમમાં રમત રમાતી જોઇ હશે પરંતુ પરંતુ પાકિસ્તાનમાં તેને પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇસ્લામાબાદના સ્ટેડિયમમાં બેસીને પોલીસ ભરતી માટે 30 હજારથી વધુ લોકોએ પરીક્ષા આપી છે.
આર્થિક તંગીથી કંગાળ પાકિસ્તાનમાં લોકો પાસે નોકરીઓ નથી. એવામાં જ્યારે ઇસ્લામાબાદમાં પોલીસ ભરતી માટે 1,167 પદો માટે પરીક્ષા લેવાઇ તો તેમાં બેરોજગાર ઊમટી પડ્યા જેથી આખું સ્ટેડિયમ ભરાઇ ગયું. વિદ્યાથી-વિદ્યાર્થિનીઓએ સ્ટેડિયમથી લઇને દર્શક ગેલેરીમાં બેસીને પરીક્ષા આપી.
પાકિસ્તાનમાં બેરોજગારીની સ્થિતિ
પાકિસ્તાનની આર્થિક હાલત લગાતાર ત્યાંના યુવાઓ પાસેથી રોજગારના અવસર છીનવી રહી છે. પાકિસ્તાન ડેવલોપમેન્ટ ઇકોનોમિક્સના એક રિપોર્ટ અનુસાર ત્યાંના 31% યુવાઓની પાસે રોજગાર નથી. આ 31% લોકોમાં 51 ટકા બેરોજગાર મહિલાઓ છે, જ્યારે 16 ટકા પુરુષોની પાસે નોકરી નથી.
આમાંથી વધુ પડતા યુવાઓ પાસે સારી ડિગ્રી છે. રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે લેબર ફોર્સમાં પણ યુવાઓની ભાગીદારી બિલકુલ નથી. અથવા તો આ એવા લોકો છે જે કામ મળવાની આશા છોડી ચૂક્યા છે, અથવા તો તેમને રોજબરોજની જિંદગી જીવવા માટે અલગ જગ્યાઓથી પૈસા મળે છે.
પાકિસ્તાનની આર્થિક હાલત એટલી ખરાબ કે સેનાને પણ અપીલ કરવામાં આવી પાકિસ્તાનની આર્થિક હાલત એટલી ગંભીર સ્થિતિમાં છે કે ત્યાંની સેનાએ આ માટે ચિંતા કરવી પડે છે. 2022ના છેલ્લા દિવસે પાકિસ્તાન આર્મીના ચીફ સૈય્યદ અસીમ મુનીરે દરેક લોકોને દેશની ઇકોનોમીને બચાવવાની અપીલ કરી હતી.
એક નજર પાકિસ્તાનના સતત ઘટી રહેલા ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર
પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની મુશ્કેલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.