• Gujarati News
  • International
  • Thousands Of Blacks Were Sterilized In America 50 Years Ago; States Responded With An Apology After The Disclosure

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકામાં 50 વર્ષ પહેલા હજારો અશ્વેતની પરાણે નસબંધી કરાઈ ; ખુલાસો થયા બાદ રાજ્યોએ માફી સાથે વળતર આપ્યું

ન્યૂયોર્ક17 દિવસ પહેલાલેખક: લિન્ડા વિલારોસા
  • કૉપી લિંક
મેરી એલિસ અને ગિની પોતાના મોન્ટમેરી ખાતેના ઘરમાં. - Divya Bhaskar
મેરી એલિસ અને ગિની પોતાના મોન્ટમેરી ખાતેના ઘરમાં.
  • કાયદા હેઠળ ગરીબ અને બીમાર લોકોને નિશાન બનાવાયા

વર્ષ 1973ના ઉનાળામાં મિની લી રેલ્ફ અને મેરી એલિફ રેલ્ફને અલબામાના મોન્ટગોમરી ખાતેના તેમના ઘરે લાવવામાં આવ્યા અને તેમની મરજી વિરુદ્ધ નસબંધી કરી દેવાઈ. ફેડરલ (કેન્દ્ર) સરકારના એક ક્લિનિકમાં નસબંધી કરનારા ડોક્ટરે તેમના માતા-પિતાની મંજૂરી પણ લીધી ન હતી. રેલ્ભ બહેનો અત્યારે ક્રમશ: 61 અને 63 વર્ષની છે. તેમના કેસે ઈતિહાસ બદલી નાખ્યો છે.

તેમણે કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં ઘટસ્ફોટ થયો છે કે, અમેરિકન સરકારના અનેક દાયકા સુધી ચાલેલા કાર્યક્રમ અંતર્ગત એક લાખથી વધુ અશ્વેતો, લેટિનો અને આદિવાસી મહિલાઓની નસબંધી કરી દેવાઈ હતી. ત્યાર પછી સરકારે કાર્યક્રમ બંધ કરી દીધો હતો. રાજ્ય સરકારો દ્વારા પરાણે નસબંધી 21મી સદીમાં પણ ચાલતી રહી હતી. 1907થી 1932ની વચ્ચે 32 રાજ્યોએ યુજેનિક્સ (આ ગ્રીક શબ્દ મનુષ્ય જાતિમાં સુધારા માટે જિનેટિક્સ અને આનુવાંશિકતાના સિદ્ધાંતો સંબંધિત છે) કાયદા બનાવ્યા હતા. જેના અંતર્ગત પાગલ, નબળા મગજના, બીજા પર નિર્ભર અને બીમાર લોકોની નસબંધી કરવાની મંજૂરી હતી. આ કાયદા હવે સમાપ્ત થઈ ચૂક્યા છે.

આઠ રાજ્યોએ માફીનામું બહાર પાડ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં વોરમોન્ટ રાજ્યની વિધાનસભામાં સ્પીકર જિલ ક્રોવિન્સ્કીએ કહ્યું કે, યુજેનિક્સની પ્રથા સમાપ્ત થઈ ચૂકી છે, પરંતુ તેનો પ્રભાવ અને વારસો આજે પણ છે. વોરમોન્ટના ધારાસભ્યોએ ગૃહમાં મૂળ નિવાસીઓ અને મિશ્રિત જાતીના ગરીબોની વસતી મર્યાદિત રાખવા માટે પરાણે નસબંધી કરવા માટે માફી માગી હતી.

કેટલાક રાજ્યો માફીનામાથી પણ આગળ વધ્યા છે. વર્જિનિયા, ઉત્તર કેરોલિના અને કેલિફોર્નિયાએ પરાણે નસબંધીથી પ્રભાવિત લોકોને વળતર ચૂકવવાના કાર્યક્રમ શરૂ કર્યા છે. મોન્ટગોમરીમાં પોતાના એપાર્ટમેન્ટમાં રેલ્ફ બહેનોએ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટરને પોતાના પેટ પર નસબંધીના નિશાન બતાવ્યા હતા. મિશીગન યુનિવર્સિટીમાં ઈતિહાસનાં પ્રોફેસર ડૉ. એલેક્ઝેન્ડ્રા સ્ટર્ન કહે છે કે, ઈન્ડિયાનામાં વર્ષ 1907માં બનેલા પ્રથમ કાયદાનું ફોકસ ગરીબ અશ્વેત લોકો હતા. સ્ટર્ન અને તેમની ટીમે કેલિફોર્નિયા, આયોવા, મિશિગન, ઉત્તર કેરોલિના અને ઉટાહ રાજ્યોમાં નસબંધીથી પ્રભાવિત અને વર્તમાનમાં જીવીત 60 હજારથી વધુ લોકોની માહિતી એકઠી કરી છે. 1930 સુધી કોર્ટના આદેશોથી માનસિક ચિકિત્સાલય, જેલોમાં રહેલી મહિલાઓની નસબંધી કરી દેવાઈ હતી.

જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીની લૉ કોલેજમાં પ્રોફેસર પોલ લોબાર્ડો કહે છે કે, વર્ષ 1940, 50 અને 60ના દાયકામાં વસતી નિયંત્રણ માટે કાયદા વગર જ લોકોની નસબંધી કરી દેવાઈ હતી. 13 જૂન, 1973માં મોન્ટગોમરીમાં એક પરિવાર નિયોજન ક્લિનીકની નર્સે રેલ્ફ બહેનોની સરકારી ક્લીનિકમાં 14 અને 12 વર્ષની બાળકીઓની નસબંધી કરી નાખી હતી. બે યુવાન નાગરિક અધિકાર વકીલો મોરિસ ડીસ અને જો લેવિનને રેલ્ફ બહેનો સાથેની ઘટનાની માહિતી મળી ત્યારે તેમણે કોર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

અખબારોમાં રેલ્ફ બહેનોનો કેસ સામે આવ્યા પછી ડેમોક્રેટ સાંસદ એડવર્ડ કેનેડીએ સંસદમાં કેસ ઉઠાવ્યો હતો. સંસદ અને પત્રકારો દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, અમેરિકામાં દર વર્ષે કેન્દ્ર સરકારના પૈસાથી ચાલી રહેલા કાર્યક્રમોમાં હજારો ગરીબ મહિલાઓની નસબંધી કરાઈ રહી છે. રેલ્ફ બહેનોના કેસ બાદ પરાણે નસબંધી પર પ્રતિબંધ મુકાયો હતો. ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ સેન્ટરે 2013માં એક રિપોર્ટમાં જણાવ્યું કે, વર્ષ 2006થી 2010 વચ્ચે કેલિફોર્નિયાની જેલમાં રહેલી 150 મહિલા કેદીઓની નસબંધી કરાઈ હતી. (આ અહેવાલ ગયા મહિને પ્રકાશિત પુસ્તક ‘અંડર ધ સ્કિન’ પર આધારિત છે)

અમેરિકાની જેમ નાઝીઓએ પણ નસબંધીઓ કરી હતી
જર્મન સરમુખત્યાર હિટલરના શાસનકાળમાં ચાર લાખ બાળકો અને વયસ્કોની નસબંધી કરાઈ હતી. જેમાં મોટાભાગના યહૂદી અને તથાકથિત રીતે અનિચ્છિત લોકો હતા. 1933નો જર્મન કાયદો અમેરિકાના કાયદાના આધારે બન્યો હતો. આ કાયદો એવા લોકો પર ફોકસ કરતો હતો, જેમનાં બાળકો અંધત્વ, બહેરાપણું, ડિપ્રેશન કે મતિભ્રમની બીમારીનો ભોગ બનેલા હતા. અમેરિકામાં અંતિમ યુજેનિક્સ કાયદો જ્યોર્જિયામાં 1973માં પસાર થયો હતો. જોકે, રાજ્ય સરકારોએ અશ્વેત મહિલાઓની નસબંધી ચાલુ રાખી હતી. દક્ષિણના રાજ્યોમાં કોઈ અન્ય સર્જરી દરમિયાન મોટી સંખ્યામાં ગરીબ અશ્વેત મહિલાઓની નસબંધી કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...