• Gujarati News
  • International
  • This Will Not Happen With You ... I Have Built Strength, Reached Antarctica, My Effort Will Inspire The New Generation To Go Beyond The Impossible

મન્ડે પોઝિટિવ:આ તારાથી નહીં થાય... ને જ મેં તાકાત બનાવી લીધી, એન્ટાર્કટિકા પહોંચી ગઈ, મારો પ્રયાસ નવી પેઢીને અસંભવથી આગળ જવાની પ્રેરણા આપશે

લંડન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઉથ પોલ પર એકલી પહોંચેલી ભારતીય મૂળની પ્રીત ચંડીની ભારતીય મીડિયા સાથે પ્રથમ વાતચીત

બ્રિટિશ સેનામાં ભારતીય મૂળના કેપ્ટન પ્રીત ચંડી ઉર્ફે પોલર પ્રીત સાઉથ પોલ પર એકલી પહોંચનાર પ્રથમ બિન શ્વેત અને દુનિયાની ત્રીજી મહિલા બની ગઈ છે. આ સફરમાં તેમણે અનેકવાર બરફના તોફાન અને માઈનસ 40થી 50 ડિગ્રી તાપમાનનો સામનો કર્યો. તે 45 દિવસમાં આ સફર પૂરી કરવાના હતા પણ 40 દિવસોમાં 1150 કિ.મી.નું અંતર એકલા કાપ્યું હતું. સેનામાં ફિજિયોથેરાપિસ્ટ 32 વર્ષીય પ્રીતે આ યાત્રાના અનુભવ અને ભવિષ્યની યોજનાઓ ભાસ્કરના રિતેશ શુક્લ સાથે શેર કરી. વાંચો તેમના જ શબ્દોમાં...

હાલ હું યુનિયન ગ્લેશિયર સ્થિત એન્ટાર્કટિકા લોજિસ્ટિક બેઝ પર છું. હવામાન સાફ થવાની રાહ જોઈ રહી છું જેથી ઘરે પાછી ફરી શકું. પહેલા લાગી રહ્યું હતું કે એકાકીપણું સતાવશે. પણ ખરેખર 40 દિવસોમાં એટલું એકાકીપણું નથી લાગ્યું જેટલું કિશોરાવસ્થામાં લાગતું હતું. મારો દૃઢ વિશ્વાસ છે કે જ્યારે તમે મનનું કામ કરો છો ત્યારે એકાકીપણું નથી લાગતું. તમે કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળી કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. આમ કરવું મને બાળપણથી પસંદ છે.

મનમાં એ બધા કામ કરવાની ઈચ્છા રહી છે જે અસંભવ હોય છે. જેમના વિશે લોકો કહે છે કે આ તમારાથી નહીં થાય. હંમેશાથી સાંભળતી રહી છું કે હું આ નથી કરી શકતી, તે મારાથી નહીં થાય. મારું માનવું છે કે લોકો જ્યારે કંઇ કરવાની ના પાડે છે ત્યારે અસલમાં તે પોતાનો ભય વ્યક્ત કરી રહ્યા હોય છે. આ ના ને મેં પડકાર તરીકે ઝીલ્યું. દુનિયામાં એન્ટાર્કટિકાથી વધારે ઊંચી, ઠંડી અને બરફના પવનોથી ભરપૂર જગ્યા બીજી કોઈ જ નથી. અહીં 40 દિવસ એકલા રહી શકો તો દુનિયામાં કંઈ પણ અસંભવ નથી.

આ સિદ્ધીથી હું મારી 8 વર્ષની ભત્રીજીની રોલ મોડેલ બની શકું છું. હું ઈચ્છુ છું કે તે અને આવનારી પેઢી અસંભવની મર્યાદાઓથી આગળ નીકળી જાય અને તે અનંત સંભાવનાઓને જીવી શકે. સગાઈના અમુક અઠવાડિયા બાદ હું આ સફર પર નીકળી પડી હતી. માઈનસ 45થી 50 ડિગ્રીની ઠંડીમાં 60 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવનથી વિપરિત 87 કિલો વજન ઊંચકીને 9થી 11 કલાક સ્કીઈંગ કરવું પડકારજનક હતું. પડતા બચવું, પડીને ઊભા થવું અને ફરી પ્રયાસ કરવો થકવી દેનાર હતું.

મારું શરીર તો રોજ થાકે પણ આત્મા ઉત્સાહથી તરબોળ રહે. મારી નાનીએ મને થોડા પૈસા આપ્યા હતા કે હું યાત્રા દરમિયાન કંઇક ખરીદી શકું. સાઉથ પોલ પર આ પૈસાનો ઉપયોગ સૌથી મોટો પડકાર બન્યો. આ દરમિયાન મેં અનુભવ્યું કે બરફના સમુદ્રની જેમ ઉત્સાહનું વિસ્તરણ થઈ ગયું છે જે હવે ક્યારેય કમ નહીં થાય. આ યાત્રા બાદ કોઈને મારી સુરક્ષા કરવાની ક્ષમતા પર શંકા નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...