• Gujarati News
  • International
  • This Mother, Who Has Turned Half The World By Putting Her Crippled Son On Her Back, Says That My Son Is Not A Burden.

ભાસ્કર વિશેષ:દિવ્યાંગ દીકરાને પીઠ પર બેસાડી અડધી દુનિયામાં ફેરવી ચૂકી છે આ માતા, કહે છે કે મારો દીકરો કોઈ બોજ નથી

બ્રિસ્બેન21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાની નિકી દીકરા જિમીને વ્હિલચેર પર બેસવા નથી દેતી, તેને એડવેન્ચર ટ્રિપ પર લઈ જાય છે

43 વર્ષીય નિકી દિવ્યાંગ તથા દૃષ્ટિહીન દીકરા જિમી(26)ને પીઠ પર ઊંચકીને અડધી દુનિયામાં ફેરવી ચૂકી છે. તે કહે છે કે મેં દીકરાને સારું જીવન આપવાનો વાયદો કર્યો હતો, એટલા માટે મારો ખભો જ પૂરતું છે. વાંચો માતા-દીકરાની કહાણી, નિકીના શબ્દોમાં...

જિમીના જન્મના સમયે હું ફક્ત 17 વર્ષની હતી. તે જન્મથી જ દૃષ્ટિહીન છે. 6 મહિના બાદ તેની દિવ્યાંગતા અને વાઇની બીમારીની જાણ થઈ. આ કારણોસર તેના શરીરનો પ્રોપર વિકાસ ન થયો. જ્યારે આ અંગે જાણ થઈ તો હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. આઘાતમાંથી ઊભા થવામાં સમય પણ લાગ્યો. સિંગલ મધર હોવાથી પડકાર પણ મોટો હતો. પછી મેં ખુદને પૂછ્યું કે જે જિમીએ ક્યારેય રેઈનબો નથી જોયું તે મારી સાથે હસે-રમે છે. મારી બતાવેલી વસ્તુઓ પર સ્મિત કરે છે તો હું કેવી રીતે દુ:ખી રહી શકું. બસ મેં નક્કી કર્યું કે તેને એવું જ જીવન આપીશ જેવું અન્ય બાળકોને મળે છે. એવું નથી કે તેની પાસે વ્હિલચેર નથી પણ મને ખભા પર લઈને ફરવું પસંદ છે. હું થોડુંક અંતર જિમીને કાપવા કહું છું. મુશ્કેલ માર્ગો પર તેને ઊંચકી લઉં છું.

હું તેને પીઠ પર ઊંચકી હવાઈથી બાલી તથા પેરિશર(ઓસ્ટ્રેલિયાનો બર્ફીલો ક્ષેત્ર)ના સ્કી સ્લોપ્સ પણ બતાવી ચૂકી છું. મેં વાયદો કર્યો હતો કે તેને સારું જીવન આપીશ. તેના માટે મારા શક્તિશાળી ખભા જ પૂરતાં છે. દીકરો ક્યારેય માતા માટે બોજો ન હોઈ શકે. અમારી સફરમાં હોટેલ, રેસ્ટોરાં અને એડવેન્ચર્સ હોય છે. અનેકવાર અમને રોકાવા માટે ના પાડી દેવાય છે પણ મેં બેગ્સ સાથે જિમીને લઈને દૂર સુધી ચાલવાની પ્રેક્ટિસ કરી છે. જલદી જ હું કેનેડા લઈને જવાની છું. તે મારી પ્રેરણા છે. તે મને પ્રત્યક્ષ ન જોઈ શકતો હોય પણ વિશ્વાસ છે કે તે મનની આંખોથી મને જુએ છે. તેને રોજ નવા શબ્દો શીખવાડું છું જેથી તે પોતાની વાત સમજાવી શકે. - નિકી એન્ટ્રમ

અન્ય સમાચારો પણ છે...