રેસ્ક્યુ મિશન:તાલિબાનના હિટ લિસ્ટમાં સામેલ મહિલા ગવર્નર સાલિમા આ રીતે બચ્યાં

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પત્રકાર, અફઘાન મિત્રો સિવાય અમેરિકા, બ્રિટન સહિત ચાર દેશના સહકારથી રેસ્ક્યૂ મિશન પૂરું થયું

છેલ્લા થોડા સમયથી આખી દુનિયા વિશ્વાસ કરતી હતી કે, સાલિમા મજારી તાલિબાનની કેદમાં છે અથવા તેમનું મોત થઈ ચૂક્યું છે. અફઘાનિસ્તાનની ફક્ત ત્રણમાંથી એક મહિલા ડિસ્ટ્રિક્ટ ગવર્નર 39 વર્ષીય સાલિમા નીડર લડવૈયા તરીકે આખી દુનિયામાં જાણીતા છે.

કાબુલના ઉત્તરમાં 400 કિ.મી. દૂર સ્થિત પોતાના જિલ્લા ચારકિંટનો સાહસિકતાથી બચાવ કરવા માટે તે અખબારમાં ચમક્યા હતા. મજારી તાલિબાનના હિટ લિસ્ટમાં છે. ઓગસ્ટના મધ્યમાં તાલિબાનના હાથે સાલિમા મજારીના પ્રાંતની રાજધાની મજાર એ શરીફનું પતન થયું, ત્યારથી તે લાપતા હતા. હકીકતમાં તેઓ ગમે તેમ કરીને અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયા હતા. હવે તેઓ અમેરિકામાં કોઈ અજ્ઞાત સ્થળે છે.

સાલિમા કહે છે કે, કાબુલ અને મજાર એ શરીફના પતન પહેલા તાલિબાને ચારકિંટ જિલ્લા પર જુદી જુદી દિશાઓમાંથી ત્રણથી વધુ હુમલા કર્યા હતા. આ સમાચાર લખનારા અફઘાન પત્રકાર જકારયા અને કેનેડિયન રોબિનની પણ સાલિમાને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા છે. 32 હજારની વસતી ધરાવતુ ચારકિંટ બાલ્ખ પ્રાંતનો પહાડી જિલ્લો છે. 2018માં આ જિલ્લાના ગવર્નર બન્યા પછી સાલિમાએ તાલિબાન સામે લડવા સ્થાનિક સ્તરે લડવૈયા અને સરકારી સેનામાં સૈનિકોની ભરતી કરી હતી. પછી લડાઈ શરૂ થતા તેણે હાથમાં બંદૂકો લઈને અગ્રિમ મોરચો પણ સંભાળ્યો હતો.

14 ઓગસ્ટે મજાર એ શરીફમાં અફઘાન નેશનલ આર્મીએ તાલિબાન સામે આત્મસમર્પણ કર્યું, ત્યારે સાલિમા બાલ્ખ પ્રાંતના ગવર્નર મોહમ્મદ ફરહાદ આજિમીની ઓફિસમાં હતા. ફરહાદ આજિમીએ સાલિમા સહિત કેટલાક ધારાસભ્યો, અધિકારીઓને ઉઝબેકિસ્તાન જવાની સલાહ આપી. મજાર એ શરીફ સાથે સસહદી શહેર હૈરતન સુધી વાહનમાં પહોંચવામાં 75 મિનિટ લાગે છે.

હૈરતન પહોંચતા ઉઝબેકિસ્તાને આજિમી અને અન્ય લોકોને આવવા દીધા, પરંતુ સાલિમાને સરહદ પાર કરવાની મંજૂરી ના આપી. તેથી સાલિમાએ જીવના જોખમે મજાર એ શરીફ પાછા આવવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન પહેરિંસ પહોંચી ચૂકેલા જકારાયાએ 20 ઓગસ્ટે સાલિમાને ટેક્સ્ટ મેસેજ કર્યો અને તે જીવિત હોવાની પુષ્ટિ કરી.

અફઘાનિસ્તાનથી અમેરિકા સુધી...
સાલિમા બુરખો પહેરીને હૈરતનથી મજાર એ શરીફ સુધી ચાલીને ગયા. ત્યાં બે દિવસ સગાસંબંધીના ઘરે છુપાઈને રહ્યા પછી સડક માર્ગે કાબુલ ગયા. તેને માહિતી મળી કે, તાલિબાન મોટા જૂથમાં જતી બુરખાધારી મહિલાઓને બેપરદા નથી કરતા. અનેક સ્થળે નાકા પર તેમનો કાર કાફલો પણ રોકાયો, પરંતુ ભીડ અને બુરખાના કારણે તે બચી ગયા.

અન્ય સમાચારો પણ છે...