તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટકો:આ ભારતીય અબજોપતિને 15 હજાર કરોડની કંપનીને ફક્ત 73 રૂપિયામાં વેચવી પડી, જાણો શા માટે આવું કરવું પડ્યું

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના અબજોપતિ બી.આર. શેટ્ટીની ફિનાબ્લર પીએલસી પોતાનો કારોબાર ઇઝરાયેલ-યુએઈ કંજોર્ટિયમને માત્ર એક ડોલર (રૂ. 73.52)માં વેચવી પડી છે. આપને જણાવીએ કે ગયા વર્ષથી જ તેમના સિતારા ડૂબવાના શરૂ થઈ ગયા હતા. તેમની કંપનીઓ પર અબજો ડોલરનું દેવું જ નહીં, પરંતુ તેમની સામે છેતરપિંડીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગત ડિસેમ્બરમાં તેમના બિઝનેસની માર્કેટ વેલ્યુ 1.5 બિલિયન પાઉન્ડ (2 બિલિયન ડોલર એટલે કે આશરે 15 હજાર કરોડ રૂપિયા) થઈ ગઈ હતી, જ્યારે તેમના પર એક એબજ ડોલરનું દેવું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીઆર શેટ્ટીની ફાઇનાન્સિયલ સર્વિસીઝ કંપની ફિનાબ્લરે જાહેરાત કરી કે તે ગ્લોબલ ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ સાથે કરાર કરી રહી છે. GFIH ઇઝરાયેલના પ્રિઝમ ગ્રુપની સહયોગી કંપની છે, જેને ફિનાબ્લર પીએલસી લિ. પોતાની બધી જ સંપત્તિ વેચી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિનાબ્લર બજારમૂલ્ય બે બિલિયન ડોલર હતું. આ વર્ષના એપ્રિલમાં કંપની દ્વારા આપેલી માહિતી અનુસાર, એના પર એક બિલિયન ડોલરનું દેવું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએઈ અને ઇઝરાયેલી કંપનીઓ વચ્ચેનો સોદો મહત્ત્વપૂર્ણ વ્યાવસાયિક વ્યવહારો વિશે પણ છે.

બી.આર.શેટ્ટીએ 1980માં અમીરાતનો સૌથી જૂનો રેમિટન્સ બિઝનેસ યુએઈ એક્સચેંજની શરૂઆત કરી હતી. યુએઈ એક્સચેંજ, યુકે સ્થિત એક્સચેંજ કંપની ટ્રૈવલેક્સ અને ઘણા નાના-નાના પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ અને શેટ્ટીની ફિનાબ્લર સાથે મળીને 2018માં જાહેર થયા હતા.

ફ્ક્ત 8 ડોલર લઈને પહોંચ્યા હતા યુએઈ
જણાવી દઈએ કે યુએઈમાં હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં ઘણી જ સંપત્તિ બનાવનારા 77 વર્ષના શેટ્ટી પ્રથમ ભારતીય છે. તેમણે 1970માં એનએમસી હેલ્થની શરૂઆત કરી હતી, જે પછીથી વર્ષ 2012માં લંડન સ્ટોક એક્સચેંજમાં લિસ્ટ થયા પહેલાં તે દેશની પોતાની પ્રથમ કંપની બની. એવું કહેવામાં આવે છે કે શેટ્ટી 70ના દાયકામાં માત્ર આઠ ડોલર લઈને યુએઈ પહોંચ્યા હતા અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો