યુક્રેનની વિરુદ્ધ યુદ્ધમાં મોકલેલા સૈનિકોના સ્પર્મને રશિયા પોતાના ક્રાયોબેંક્સમાં સ્ટોર કરશે. ક્રાયોબેંક્સએ જગા છે જ્યાં સ્પર્મ, સીમનને સુરક્ષિત રાખવામાં આવે છે. રશિયાન ન્યૂઝ એજન્સી TASSએ તેની જાણકારી આપી છે.
રશિયન વકીલ યુનિયનના અધ્યક્ષ ઇગોર ટ્રૂનેવે આની માંગ કરી હતી. જેને સરકારે માની લીધી છે. હવે ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલય સૈનિકોને આ સુવિધા મફતમાં આપવાની તૈયારી કરી રહ્યું છે.
સરકારી બજેટમાં અલગ આપવામાં આવશે પૈસા
હેલ્થ મિનિસ્ટ્રીનું કહેવું છે કે તેઓ સરકારી બજેટમાં સૈનિકોનું સ્પર્મ એટલે કે વીર્યને સુરક્ષિત રાખવા માટે અલગ પૈસા આપશે. આ સુવિધા કેવળ એ સૈનિકો માટે હશે જે 2022થી 2024ના સ્પેશિયલ મિલિટરી ઓપરેશનમાં ભાગ લેશે.
આંશિક ગતિશીલતાની ઘોષણા પછી આ ટ્રેન્ડ વધ્યો
બીબીસીના રિપોર્ટ અનુસાર રશિયામાં ઓક્ટોબર પછી સ્પર્મ સ્ટોર કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. રશિયાએ સપ્ટેમ્બરમાં આશિક ગતિશીલતાની જાહેરાત કરી હતી. એટલે કે સૈનિકોને જંગ માટે ભેગા કરવામાં આવતા હતા. આના માટે 3 લાખથી વધુ લોકોની રિઝર્વ ફોર્સ બનાવી છે. રિઝર્વ ફોર્સમાં એ નાગરિકો સામેલ છે, જે પહેલાં પણ સેનામાં કામ કરી ચૂક્યા છે અને જેની પાસે સેનાની ટ્રેનિંગનો અનુભવ છે.
પહેલાં માત્ર બીમાર સ્પર્મ સ્ટોર કરાવતા હતા
રશિયામાં યુદ્ધમાં જનારા લોકોને ડર લાગતો હતો કે યુદ્ધ દરમિયાન તેમને કંઇ થયું તો તેમનો વંશ આગળ નહીં વધી શકે. એ માટે પહેલાંથી જ પોતાનું સ્પર્મ ક્રાયોબેન્ક્સમાં સ્ટોર કરાવી રહ્યા હતા. રશિયન અખબાર રોજનબર્ગમાં કહેવામાં આવ્યું છે કે પહેલાં માત્ર બીમાર લોકો પોતાનું સ્પર્મ સ્ટોર કરાવતા હતા. જેથી તેમના મૃત્યુ બાદ વંશ વધતો રહે. પરંતુ જંગ શરૂ થયા પછી એકદમ સ્વસ્થ લોકો પણ આવું કરવા લાગ્યા છે.
યુદ્ધના ડરથી લાખો સૈનિકોએ રશિયા છોડ્યું
બીબીસીના રિપોર્ટ અનુસાર રશિયામાં આંશિક ગતિશીલતાની ઘોષણા પછી 2.5 લાખ આદમીઓએ દેશ છોડી દીધો છે. તેથી તેમને યુદ્ધમાં ન જવું પડે. રશિયાના અધિકારીઓનું માનવું છે કે 2 લાખ રશિયન કઝાકિસ્તાન ભાગી ગયા છે, કારણ કે અહીં જવા માટે પાસપોર્ટની જરૂર નહોતી પડતી. એ સિવાય જ્યોર્જિયા, આર્મેનિયા, અજરબૈઝાન, ઇઝરાયલ, આર્જેન્ટિના અને પશ્ચિમી યુરોપના દેશોમાં ઘણા રશિયનો પહોંચ્યા છે. હજી આ સિલસિલો ચાલુ છે.
નાટોના સેક્રેટરી જનરલે ચેતવ્યા છે કે જો રશિયા રોકાયું નહીં તો યુક્રેનની હાલત બદતર થઇ જશે. જેકે આવું પહેલી વાર નથી થઇ રહ્યું, જ્યારે મોસમે કોઇ યુદ્ધ પર આવી રીતે અસર કરી હોય. નેપોલિયનથી લઇને હિટલર સુધીનાએ પોતાના દુશ્મનોને હરાવ્યા, પરંતુ તેમને ઠંડી સામે પાછા પડવું પડ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.