વિશ્વભરનું અવનવું તસવીરોમાં:આ બેકરી પણ બનાવે છે ‘રસી’!: કોરોના કાળમાં બધું બંધ છે તો ઘરમાં જ માણો હોટ સ્પાની મોજ, દેશમાં કોરોનાથી મોતનું તાંડવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હંગેરીમાં એક પેસ્ટ્રી શોપ છે જે આજકાલ ‘રસી’ના કારણે ચર્ચામાં છે. આ પેસ્ટ્રી શોપમાં મોડર્ના, ફાઈઝર જેવી કંપનીઓની ‘રસી’ મળે છે અને એ પણ કલરફૂલ અને મીઠીમધ જેવી! વાસ્તવમાં, આ પેસ્ટ્રી શોપનું નામ છે સુલયાન ફેમિલીઝ પેટીસરીમાં કોવિડ-19 વેક્સિન થીમ પર આધારિત મુસે (જેલી ટાઈપ સ્વીટ અને ફિણેલી ક્રિમ જેવી આઈટેમ) મળે છે. અહીં જે જેલી સાથે આ સ્વીટ આઈટેમ મળે છે તેમાં એસ્ટ્રાજેનેકાની મુસે માટે સાઈટ્રસ યેલો, સિનોફાર્મની રસીના થીમમાં સહેજ ડાર્ક યેલો અને ફાઈઝર માટે માચા ગ્રીન કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો વળી રશિયન સ્પુટનિક V રસી માટે ઓરેન્જ અને મોડર્નાની રસીના થીમ માટે વિવિડ બ્લુ રંગનો ઉપયોગ કરાયો છે. આ સ્વીટ આઈટેમ્સ જોઈને એકવાર તો લોકો અચંબામાં પડી જાય છે. પરંતુ આ પેસ્ટ્રી શોપનો હેતુ કોરોના કાળ જેવા કપરા સમયમાં લોકોને થોડી ઘણી પણ હળવાશ આપવાનો છે.

કોરોના કાળમાં ઘરમાં જ હોટ સ્પાની મોજ

કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર વરસાવ્યો છે. બુડાપેસ્ટના રહેવાસી ગેબર કુન્ટનર નામના શખ્સે લોકડાઉન અને અન્ય પ્રતિબંધો પછી ઘરમાં જ હોટ સ્પાની વ્યવસ્થા કરી. લોકડાઉનમાં ઘરમાં જ પૂરાઈ રહેવામાં કંઈક અલગ કરવા માટે તેમણે ઘરના વરંડામાં હોટ સ્પાની વ્યવસ્થા કરી લીધી અને હવે તેઓ અને તેમના બાળકો આ હોટ સ્પામાં મોજ કરે છે. તેમણે પોતાના ગાર્ડનમાં હોટ ટબ લગાવી દીધું છે. બુડાપેસ્ટ સહિત અનેક સ્થળે આવા હોટ ટબની ડિમાન્ડ ઊભી થઈ છે. જેથી તેનું મેન્યુફેક્ચરિંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં આંધી

સતત આતંકવાદીઓનાં હુમલા અને યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં રહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની નજીક આવેલા કર્ઘા તળાવ પાસે આંધીનું તોફાન આવ્યું. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ આંધીનું તોફાન ફૂંકાયું પણ એ સમયે સમગ્ર વાતાવરણ ધૂળ ધૂળ થઈ ગયું હતું અને વિઝિબિલીટી ઘટી ગઈ હતી.

ભારતમાં કોરોનાથી મોતનું તાંડવ

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ખતરનાક અને ઘાતક સાબિત થઈ છે. જ્યાં જૂઓ ત્યાં એમ્બ્યુલન્સની સાઈરનનો અવાજ, સ્મશાનોમાં એકસાથે અનેક સળગતી ચિતાઓ અને હોસ્પિટલોમાં અનેક લાશો જોવા મળી રહી છે. ત્યારે બીજીતરફ ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. કોરોનાના કપરા કાળનું આ બીજું વર્ષ ચાલી રહ્યું છે અને તે પ્રથમ લહેર કરતાં પણ આકરૂં સાબિત થઈ રહ્યું છે. લોકો સતત ચિંતાગ્રસ્ત અને શોકગ્રસ્ત અવસ્થામાં અને પરિવારજનને ગુમાવવાથી કલ્પાંત કરતા જોવા મળે છે.