તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈઝરાયલ સરકારનો નિર્ણય:ત્રીજી વખત લૉકડાઉન, ઘરેથી એક કિ.મી.થી વધારે દૂર જવા પર પ્રતિબંધ

તેલ અવીવ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ દેશમાં અત્યાર સુધી 4 લાખથી વધુ ચેપગ્રસ્ત મળ્યા છે

કોરોનાના કેસમાં વધારાને જોતાં ઈઝરાયલ સરકારે દેશભરમાં ફરીવાર લૉકડાઉન લગાવ્યું છે. કોરોનાકાળમાં આ ત્રીજી વખત છે જ્યારે ઈઝરાયલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લગાવ્યું છે. તે 3 સપ્તાહ સુધી ચાલશે. ઈઝરાયલમાં કોરોના રસીકરણ પણ શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કે વૃદ્ધ લોકો, સ્વાસ્થ્યકર્મીઓ અને એસેન્શિયલ વર્કર્સને વેક્સિન અપાઈ રહી છે. 90 લાખની વસતી ધરાવતા ઈઝરાયલમાં અત્યાર સુધી 4 લાખથી વધુ કેસ મળી ચૂક્યા છે. 3226 લોકો મૃત્યુ પામ્યા છે. લૉકડાઉનના નવા નિયમો હેઠળ સાંજે 5થી બીજા દિવસે સવાર સુધી કોઈ પણ વ્યક્તિને તેના ઘરથી એક કિલોમીટરના દાયરાથી બહાર જવાની મનાઈ છે. જોકે ઓફિસ અવર-જવર માટે છૂટ રહેશે. તે એસેન્શિયલ સર્વિસમાં સામેલ છે. સ્વાસ્થ્ય સેવા લેવા, કસરત કરવા અને કાનૂની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા છૂટ અપાઈ છે. રેસ્ટોરાં અને દુકાનો બંધ રહેશે. હોમ ડિલિવરી ચાલુ રહેશે.

બ્રિટનમાં 1 દિવસમાં 30 હજારથી વધુ કેસ, રશિયામાં 552નાં મોત

 • યુરોપમાં કોરોના મહામારીનો કેર યથાવત્ છે. રવિવારે ત્યાં કુલ મળીને 30,501 કેસ સામે આવ્યા અને 316 લોકો મૃત્યુ પામ્યા.
 • રવિવારે યુરોપમાં કોરોનાને લીધે સૌથી વધુ મૃત્યુ રશિયાનમાં થયા. રવિવારે ત્યાં 552 લોકોએ જીવ ગુમાવ્યા. ઈટાલીમાં 305 મૃત્યુ પામ્યા.
 • દ.આફ્રિકામાં કોરોના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 10 લાખને વટાવી ગઈ. નવો સ્ટ્રેઈન મળ્યા બાદ ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

એક અઠવાડિયું ટાળ્યા બાદ ટ્રમ્પે કોરોના રાહત પેકેજને મંજૂરી આપી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 900 કરોડ ડૉલર(આશરે 66 લાખ કરોડ રૂપિયા)ના કોવિડ રાહત બિલ પર રવિવારે હસ્તાક્ષર કરી દીધા. આ બિલથી અમેરિકામાં કોરોના મહામારીને લીધે રોજગાર ગુમાવનારાને મદદ મળશે. એક સપ્તાહના વિલંબ અને ચારેય તરફથી દબાણ બાદ ટ્રમ્પે આ પગલું ભર્યુ. આ પેકેજ આશરે 170 લાખ કરોડ રૂપિયાના ખર્ચ બિલનો હિસ્સો છે. આ પેકેજમાં એ અમેરિકીઓને 600 ડૉલરને ચેક આપવાની જોગવાઈ છે જે દર વર્ષે 75,000 ડૉલરથી ઓછા કમાય છે.

અમેરિકામાં આ સપ્તાહે ચેપગ્રસ્તોનો આંકડો 2 કરોડને વટાવી શકે છે
કોરોના વાઇરસ મહામારીએ સૌથી વધુ તબાહી અમેરિકામાં મચાવી છે. હવે અમેરિકામાં આ સપ્તાહે ચેપગ્રસ્તોનો આંકડો 2 કરોડને વટાવી શકે છે. ત્યાં અત્યાર સુધી કુલ 1.95 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. હાલ ત્યાં દરરોજના સરેરાશ 1‌.5 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ રીતે ત્રણથી ચાર દિવસમાં બે કરોડનો આંકડો પાર થઈ શકે છે. ત્યાં કોરોનાથી 3.41 કરોડ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 1.14 કરોડ લોકો સાજા થઈ ગયા છે. અમેરિકા પછી ભારત અને બ્રાઝિલમાં સૌથી વધુ ચેપગ્રસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો