તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનમાં તાલિબાની રાજ:અફઘાનમાં તાલિબાની રાજ: ચોરના હાથ-પગ કાપી નાખવામાં આવે છે, સમલૈંગિકોને મળે છે મોતની સજા; આવું છે તાલિબાની શાસન

અફઘાનિસ્તાન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસી થઈ રહી છે
  • અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરીથી કબજો જમાવી રહ્યું છે

અફઘાનિસ્તાનમાં લગભગ 20 વર્ષ બાદ અમેરિકાની સેનાની વાપસી થઈ રહી છે. આ સાથે જ તે દેશ પર તાલિબાનના આતંકીઓની અસર વધી રહી છે. આ દરમિયાન એક તાલિબાની જજનો દાવો છે કે શરિયા કાયદો લાગુ થવા પર ચોરો અને સમલૈંગિકોને દર્દનાક સજા આપવામાં આવશે.

38 વર્ષીય તાલિબાની જજ રહીમે જર્મન અખબાર બાઈલ્ડના એક રિપોર્ટર સાથે વાતચીતમાં કેટલાક કેસ બાબતે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હાલમાં જ એક શખસે જણાવ્યું હતું કે તેમના ઘરમાં સોનાની રિંગની ચોરી થઈ છે. ત્યાર બાદ અમે તે ચોરના હાથ કાપી નાખવાનો આદેશ આપ્યો હતો.

રહીમે વધુમાં જણાવ્યું હતું કે મેં એ સોનાની રિંગના માલિકને એ પણ પૂછ્યું હતું કે શું આ ચોરના પગ પણ કાપી નાખવા જોઈએ કેમ કે, તેણે ન માત્ર વીંટીની જ ચોરી કરી હતી, પરંતુ ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ તેણે તે શખસના પગ કાપવાની ના પાડી હતી.

રહીમે આ ઉપરાંત વધુ એક કેસ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે એક ગેંગે અપહરણ અને દાણચોરી કરતાં પકડવામાં આવી હતી. રહીમે કહ્યું હતું કે ક્રાઈમના હિસાબે અમે આંગળીઓથી કાપવાની શરૂઆત કરીએ છીએ. ત્યાર બાદ હથેળી, બાદમાં કોણી અને પછી ખભાથી હાથને કાપી નાખવામાં આવે છે.

આ ઉપરાંત રહીમને પૂછવામાં આવ્યું હતું કે તાલિબાની શાસનમાં સમલૈંગિકોની સાથે શું કરવામાં આવે છે અને તેમને કેવા પ્રકારની સજા આપવામાં આવે છે? આ સવાલના જવાબમાં તેણે જણાવ્યું હતું કે તેને પથ્થરથી મારી નાખવામાં આવશે અથવા તો તેને 8થી 10 ફૂટ લાંબી એવી દીવાલ પાછળ ઊભો રાખવામા આવશે, જે તેના પર પડે.

ઉલ્લેખનીય છે કે તાલિબાની શાસનમાં મહિલાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ રહે છે અને આ જ કારણ છે કે અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાનનો દબદબો થતો જોતાં અનેક મહિલાઓ હવે અફઘાનિસ્તાન છોડવાની તૈયારીઓ કરી રહી છે. રહીમે પણ મહિલાઓની ચિંતાઓ બાબતે કંઇ વધુ સકારાત્મક દૃષ્ટિકોણ દર્શાવ્યો ન હતો.

રહીમે જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે તાલિબાની રાજમાં મહિલાઓને ઘરની બહાર જવાની મંજૂરી હશે, પરંતુ આ માટે તેમણે એક પરમિટ લેવાની જરૂરિયાત પડશે. આ ઉપરાંત મહિલાઓ સ્કૂલે પણ જઇ શકશે, પરંતુ ત્યારે જ જ્યારે ટીચર કોઈ મહિલા હોય અને તે બુરખો પહેરે તો.

જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના સૈનિકોની વાપસી માટે 11 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કર્યો છે, પરંતુ એ પહેલા જ અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાનમાંથી નીકળી રહ્યા છે. તાલિબાને 9 જુલાઈએ રશિયાની રાજધાની મોસ્કોમાં દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનના 85 ટકાથી વધુના ભાગ પર હવે તાલિબાનનો કબજો છે.

અન્ય સમાચારો પણ છે...